સરકારી હોસ્પિટલની પોલંપોલનો કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, જુઓ વીડિયો

 • Share this:
  દેશમાં ભ્રષ્ચાચાર વિરોધી અનેક રેલીઓ અને કેમ્પેઇન ચાલી રહ્યાં છે. કહેવાય છે કે કોઇ પણ દેશની પ્રગતિ ત્યારે જ શક્ય છે જ્યારે દેશના સરકારી કર્મચારીઓ પોતાની ફરજ ઇમાનદારીથી નિભાવે. પરંતુ ઘણા સરકારી કર્મચારી માત્ર પગાર લઇને સેવા કરતાં નથી.

  સોશિયલ મીડિયા પર હાલ હરીદ્વારના ક્લેકટરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ક્લેક્ટર દ્વારા એક સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત કરવામાં આવી. સરપ્રાઇઝ ચેકિંગમાં સરકારી હોસ્પિટલની પોલંપોલનો પર્દાફાશ થઇ ગયો હતો. હોસ્પિટલ પહોંચતા જ ક્લેક્ટરને દેખાયું કે સવારના 11 વાગ્યાનો સમય થઇ ગયો અને બે કર્મચારી હાજર છે, પરંતુ ડોક્ટર હાજર નથી. એટલામાં એક ચાર વર્ષની બાળકી પોતાના પિતા સાથે દવા લેવા આવે છે, ડોક્ટર હાજર ન હોવાથી ના છૂટકે તેને રાહ જોવી પડી રહી છે. તો હાજર કર્મચારીમાં એક ફાર્મસિસ્ટ પણ છે, જે છેલ્લા 6 મહિનાથી નોકરી કરે છે. પરંતુ તેને ખબર નથી કે થર્મોમીટર હોસ્પિટલમાં છે કે નહીં.  ક્લેક્ટરે જાતે જ ડોક્ટરને ફોન કર્યો

  સરપ્રાઇઝ ચેકિંગમાં આવેલા ક્લેક્ટરે પહેલા અન્ય કર્મચારીને ડોક્ટરને ફોન કરવાનું કહ્યું. ત્યારબાદ ડોક્ટરે યોગ્ય જવાબ ન આપતાં ખૂદ ક્લેકટરે ડોક્ટરને ફોન કર્યો હતો. ફોનમાં ક્લેક્ટરે ડોક્ટરને ખખડાવતા કહ્યું કે અમે તમારા હોસ્પિટલમાં આવ્યા છીએ, બે કલાકનો સમય થઇ ગયો તમે હજી કેમ હોસ્પિટલે પહોંચ્યા નથી. અહીં એક બાળકી દવા લેવા આવી છે પરંતુ તમે ન હોવાથી તેને દવા કોણ આપશે.

  સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો હરીદ્વારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તો સરપ્રાઇઝ ચેકિંગ કરનારા ક્લેક્ટરનું નામ IAS દિપક રાવત હોવાનું કહેવામમાં આવી રહ્યું છે.
  Published by:Sanjay Vaghela
  First published: