Home /News /national-international /આફતાબે જ્યારે ગુનો કબૂલ કર્યો તો શ્રદ્ધાના પિતાએ કહ્યું- તેને મૃત્યુદંડની સજા થવી જોઈએ

આફતાબે જ્યારે ગુનો કબૂલ કર્યો તો શ્રદ્ધાના પિતાએ કહ્યું- તેને મૃત્યુદંડની સજા થવી જોઈએ

શ્રદ્ધાના પિતા ભાંગી પડ્યા

શ્રદ્ધા વોકરના પિતા, જેમની પુત્રીની દિલ્હીમાં તેના લિવ-ઇન પાર્ટનર દ્વારા હત્યા કરવામાં આવી હતી જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. બુધવારે જણાવ્યું હતું કે તેઓ આરોપી આફતાબ પૂનાવાલાની કબૂલાત સાંભળવા માટે આવ્યા હતા. શ્રદ્ધાના પિતા વિકાસ વોકરે કહ્યું કે તેણે મારી સામે પોતાનો ગુનો કબૂલ કર્યો. પોલીસે તેને પૂછ્યું શું તમે તેને ઓળખો છો? તો તેણે કહ્યું કે હા તે શ્રદ્ધાના પિતા છે. પછી તેણે તરત જ કહેવાનું શરૂ કર્યું કે શ્રદ્ધા હવે આ દુનિયામાં નથી રહી. આ સાંભળીને હું ત્યાં જ પડી ભાંગ્યો.

વધુ જુઓ ...
    શ્રદ્ધા વોકરના પિતા, જેમની પુત્રીની દિલ્હીમાં તેના લિવ-ઇન પાર્ટનર દ્વારા હત્યા કરવામાં આવી હતી જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. બુધવારે જણાવ્યું હતું કે તેઓ આરોપી આફતાબ પૂનાવાલાની કબૂલાત સાંભળવા માટે આવ્યા હતા. શ્રદ્ધાના પિતા વિકાસ વોકરે કહ્યું કે તેણે મારી સામે પોતાનો ગુનો કબૂલ કર્યો. પોલીસે તેને પૂછ્યું શું તમે તેને ઓળખો છો? તો તેણે કહ્યું કે હા તે શ્રદ્ધાના પિતા છે. પછી તેણે તરત જ કહેવાનું શરૂ કર્યું કે શ્રદ્ધા હવે આ દુનિયામાં નથી રહી. આ સાંભળીને હું ત્યાં જ પડી ભાંગ્યો. હું વધુ સાંભળી શક્યો નહીં. પછી તેને લઈ જવામાં આવ્યો. હું વધુ સાંભળવાની સ્થિતિમાં નહોતો.

    NDTVના એક અહેવાલ અનુસાર, તેણે કહ્યું કે જ્યારે પોલીસે તેને પહેલીવાર કહ્યું કે શ્રદ્ધા સાથે શું થયું છે, તે તેમના માટે અસહ્ય હતું. તેમણે કહ્યું કે હું ચોંકી ગયો. મારા માટે સાંભળવું પણ મુશ્કેલ હતું. જ્યાં શ્રદ્ધાનું ખૂન થયું હતું ત્યાં જવું એક પિતા માટે ભારે હતું. તે ભયંકર હતું.

    આ પણ વાંચોઃ આફતાબ હવે ખોલશે હત્યાનું રહસ્ય? સાકેત કોર્ટે દિલ્હી પોલીસને આપી નાર્કો ટેસ્ટની મંજૂરી

    આ રીતે શ્રદ્ધાના પિતાને શંકા ગઈ


    વિકાસ વોકરને એ દિવસોને યાદ કર્યા કે કેવી રીતે આફતાબને જ્યારે છેલ્લી વખત મળ્યા હતા તો તે વાત કરતી વખતે સંપૂર્ણ રીતે સામાન્ય હતો. પરંતુ જ્યારે શ્રધ્ધા ગુમ થઈ ગઈ, ત્યારે તેને જવાબદારીથી બચવાના ભાગવાના વલણ પર શંકા થઈ. તેણે કહ્યું કે મેં તેને પૂછ્યું કે જ્યારે તમે 2.5 વર્ષથી સાથે રહો છો ત્યારે તમે મને પહેલા કેમ કહ્યું નહીં. મને મિત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે શ્રદ્ધા ગુમ છે. તેથી તેણે અચકાતા કહ્યું કે હવે અમે રિલેશનશિપમાં નથી ત્યારે હું તને કેમ કહું.

    તેમણે વધુમાં કહ્યું કે ત્યારે જ મને શંકા થવા લાગી કે કંઈક ખોટું થયું છે. મેં પોલીસને કહ્યું કે તે બધું જ ખોટું બોલી રહ્યો છે. જો તે તેણીને પ્રેમ કરતો હતો અને તેની સાથે 2.5 વર્ષથી રહેતો હતો, તો તેની સંભાળ લેવાની જવાબદારી તેની હતી. તે કેવી રીતે કહી શકે કે તેની સંભાળ રાખવાની જવાબદારી મારી નથી.

    આફતાબને શ્રદ્ધાના પિતા પસંદ નહોતા કરતા


    તેમને કહ્યું, આ સંબંધના કારણે તેમણે 2021થી શ્રદ્ધા સાથે વાત કરી નથી. તેમણે આગળ કહ્યું કે મને તેના વિશે 2020માં ખબર પડી. મેં તરત જ શ્રદ્ધાને કહ્યું કે મને એ પસંદ નથી. મેં તેને કહ્યું કે આ છોકરા સાથે લગ્ન ન કર. હું ઈચ્છું છું કે તમે અમારા સમુદાયના છોકરા સાથે લગ્ન કરો. વોકરે વધુમાં કહ્યું કે જ્યારે પણ તે ઘરે આવતો ત્યારે તે સામાન્ય રીતે વર્તે છે. જો હું પહેલા જાણતો હોત, તો મેં તેની સાથે આ સંબંધ વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો હોત. તેને માત્ર મોતની સજા જ આપવી જોઈએ.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Shraddha Murder Case

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन