Home /News /national-international /

Weather Update: પંજાબ, યુપી સહિત આ રાજ્યોમાં આગામી બે દિવસમાં વઘશે ઠંડી, જાણો કારણ

Weather Update: પંજાબ, યુપી સહિત આ રાજ્યોમાં આગામી બે દિવસમાં વઘશે ઠંડી, જાણો કારણ

દિલ્હી, હરિણાણા, અને રાજસ્થાનમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. (ફાઈલ તસવીર)

Cold Wave in Rajasthan, Haryana, Punjab: પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં આગામી 2-4 દિવસ દરમિયાન તાપમાનમાં વધુ ઘટાડો થશે. આગામી એક સપ્તાહ સુધી, પશ્ચિમ હિમાલયના પ્રદેશોને કોઈ મોટી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે નહીં.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: હવામાન વિભાગ (IMD) એ સોમવારે કહ્યું કે, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં આગામી બે દિવસ સુધી કોલ્ડવેવ (Cold Wave) જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી બે દિવસમાં આ રાજ્યોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહી શકે છે અથવા તે સામાન્ય તાપમાન કરતાં 4.5 ડિગ્રી નીચે આવી શકે છે. મહત્વનું છે કે, જ્યારે મેદાનોમાં તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય છે, ત્યારે તેને પણ કોલ્ડ વેવ જેવી સ્થિતિ તરીકે જાહેર કરવામાં આવે છે.

    5 રાજ્યોમાં ઠંડી વધવાની શક્યતાઓ

    મહત્વનું છે કે, આગામી એક અઠવાડિયા સુધી પશ્ચિમ હિમાલયના પ્રદેશોને કોઈ મોટી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે નહીં. જેના કારણે ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ઠંડા પવનો કોઈપણ અવરોધ વિના ફૂંકાતા રહેશે. પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં આગામી 2-4 દિવસ દરમિયાન તાપમાનમાં વધુ ઘટાડો થશે.

    આ પણ વાંચો: પોલીસ કર્મીએ પ્રેમિકા વર્ષા પટેલની હત્યા કરી, લાશને કોથળામાં ભરીને તળાવમાં ફેંકી દીધી

    હરિયાળામાં ચાલી શકે છે શીતલહેર

    હરિયાણાના કેટલાક જિલ્લાઓમાં પણ શીત લહેર ચાલે તેવી શક્યતા છે, જેના કારણે સવારે કડકડતી ઠંડી જોવા મળશે. દિવસનું તાપમાન સામાન્યની નજીક અથવા સામાન્ય કરતાં થોડું ઓછું રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનીને કારણે ઉત્તર ભારતમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદની કોઈ શક્યતા નથી.

    આ પણ વાંચો: ભારતમાં આપવામાં આવશે કોરોના રસીનો બૂસ્ટર ડોઝ? જાણો ICMR પ્રમુખે શું કહ્યું

    આગામી 24 તારીખ બાદ યુપીમાં ઠંડી વધશે

    યુપીમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગ્રા, મથુરા, કાનપુર, ઝાંસી, મહોબા વગેરેમાં વરસાદની આગાહી છે. બીજી તરફ વારાણસી, ગોરખપુર, લખનૌ અને આસપાસના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 નવેમ્બરથી અહીં ઠંડીનું મોજું શરૂ થઈ શકે છે.

    આ પણ વાંચો: પોલીસની ઉદારતા, રસોઇયાના પુત્રી-પુત્રના લગ્નમાં પોલીસના સ્ટાફે 5.21 લાખ રૂપિયાનું મામેરું

    રાજધાની દિલ્હીમાં પણ વધશે ઠંડી

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી પડશે. ત્યારે મહત્વનું છે કે, રાજધાની દિલ્હીમાં લોકોને વાયુ પ્રદૂષણની સમસ્યામાંથી મુક્તિ મળે તેવું લાગતું નથી. શહેરની હવા પ્રદુષિત રહે છે. ધુમ્મસ વચ્ચે દિલ્હીમાં પણ શિયાળો વધ્યો છે.

    વધુ રસપ્રદ અને માહિતીસભર સમાચાર વાંચો, ગુજરાત, દેશ વિદેશ, બોલિવૂડ, સ્પોર્ટ્સ, બિઝનેસ અને લાઇફસ્ટાઇલ તેમજ અન્ય લેટેસ્ટ ન્યૂઝ અને લાઈવ ટીવી માટે અમારી સાથે ફેસબુક , ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર જોડાવો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Cold Wave, Imd forecast, Winter 2021

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन