Home /News /national-international /"ભગવાન રામ અયોધ્યાથી લંકા સુધી ચાલ્યા, રાહુલ ગાંધી તેનાથી પણ વધુ ચાલી રહ્યા છે": કોંગ્રેસ નેતા
"ભગવાન રામ અયોધ્યાથી લંકા સુધી ચાલ્યા, રાહુલ ગાંધી તેનાથી પણ વધુ ચાલી રહ્યા છે": કોંગ્રેસ નેતા
ભગવાન રામ કરતા પણ વધુ પગપાળા ચાલશે રાહુલ ગાંધી: કોંગ્રેસ નેતા
પ્રસાદી લાલ મીણાએ કહ્યું કે, “રાહુલ ગાંધીની જે પદયાત્રા ચાલી રહી છે, તે ઐતિહાસિક પદયાત્રા હશે. ભગવાન રામ પગપાળા અયોધ્યાથી શ્રીલંકા ગયા હતા, પરંતુ રાહુલ ગાંધી તેનાથી પણ દૂર સુધી ચાલીને જઈ રહ્યા છે. રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર ચાલીને જઈ રહ્યા છે."
નવી દિલ્હી: ભાજપ સામે દેશને એક કરવા કોંગ્રેસની ભારત જોડો યાત્રા (Congress Bharat Jodo Yatra) ચાલી રહી છે. આ યાત્રાનું નેતૃત્વ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી કરી રહ્યા છે. રાજસ્થાન સરકારના મંત્રીએ ભારત જોડો યાત્રા અને રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. ગેહલોત સરકારમાં મંત્રી પ્રસાદી લાલ મીણાએ કહ્યું કે, 'ભગવાન રામ પણ અયોધ્યાથી શ્રીલંકા પગપાળા ગયા હતા, પરંતુ રાહુલ ગાંધીની પદયાત્રા તેના કરતા લાંબી છે. આ યાત્રા ઐતિહાસિક બની રહેશે.'
#WATCH | Maharashtra Congress chief Nana Patole says, "...Lord Ram has 'R' in his name & so does Rahul Gandhi. It is a coincidence but we're not comparing Lord Ram to Rahul Gandhi. BJP does that for their leaders. Rahul Gandhi is a human & is working for humanity, for country..." https://t.co/6oxP50E3GNpic.twitter.com/ag0B6vSZwb
પ્રસાદી લાલ મીણાએ કહ્યું કે, “રાહુલ ગાંધીની જે પદયાત્રા ચાલી રહી છે, તે ઐતિહાસિક પદયાત્રા હશે. ભગવાન રામ પગપાળા અયોધ્યાથી શ્રીલંકા ગયા હતા, પરંતુ રાહુલ ગાંધી તેનાથી પણ દૂર સુધી ચાલીને જઈ રહ્યા છે. રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર જઈ રહ્યા છે. શું આજ સુધી કોઈએ આટલી દૂર સુધી પગપાળા યાત્રા કરી છે? રાહુલ ગાંધીની પદયાત્રા દેશનું વાતાવરણ બદલી નાખશે."
મીનાએ વધુમાં કહ્યું કે, 'દેશમાં જે પ્રકારનું વાતાવરણ છે, જે રીતે નફરત ફેલાવવામાં આવી રહી છે, રાહુલ ગાંધીની મુલાકાતથી તેનો અંત આવશે. આ મુલાકાત બાદ સમગ્ર દેશનો માહોલ બદલાઈ જશે.
નાના પટોલેએ પણ ભગવાન રામની સરખામણી કરી:
તે જ સમયે, મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી છે. પટોલેએ કહ્યું કે, 'ભગવાન રામના નામમાં 'R' છે અને રાહુલ ગાંધીના (Rahul Gandhi) નામમાં પણ 'R' છે. પરંતુ આનો અર્થ એ નથી કે અમે રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી રહ્યા છીએ. પટોલેએ આરોપ લગાવ્યો કે, ભારતીય જનતા પાર્ટી (BJP) પોતાના નેતાઓ માટે આવું કરે છે. રાહુલ ગાંધી એક માણસ છે અને જે માનવતા અને દેશ માટે કામ કરી રહ્યા છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર