Home /News /national-international /EXCLUSIVE:એક આત્મઘાતી હુમલાની કોશિશ હતી કોઈમ્બતુર બ્લાસ્ટ, ISISથી પ્રભાવિત હતો મુબીન

EXCLUSIVE:એક આત્મઘાતી હુમલાની કોશિશ હતી કોઈમ્બતુર બ્લાસ્ટ, ISISથી પ્રભાવિત હતો મુબીન

કોઈમ્બતુરમાં મંદિર પાસે થયેલા વિસ્ફોટને લઈને તપાસ એજન્સી ગંભીરતાથી તપાસ કરી રહી છે.

NIA તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લામાં મંદિર પાસે થયેલા વિસ્ફોટની તપાસમાં વ્યસ્ત છે. દરમિયાન, CNN-News18 ને જાણવા મળ્યું છે કે તમિલનાડુના કોઇમ્બતુરમાં કોટ્ટાઇ ઇશ્વરન મંદિરની સામે થયેલો વિસ્ફોટ ચોક્કસપણે આતંકવાદી હુમલો છે અને ગુનેગારો ઇસ્લામિક સ્ટેટ (ISIS) થી પ્રેરિત મોડ્યુલના સભ્યો છે. આ હુમલાને ભારતમાં ISISના સહાનુભૂતિ ધરાવતા 'આત્મઘાતી હુમલા'નો પ્રથમ પ્રયાસ કહી શકાય.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: NIA તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લામાં મંદિર પાસે થયેલા વિસ્ફોટની તપાસમાં વ્યસ્ત છે. દરમિયાન, CNN-News18 ને જાણવા મળ્યું છે કે તમિલનાડુના કોઇમ્બતુરમાં કોટ્ટાઇ ઇશ્વરન મંદિરની સામે થયેલો વિસ્ફોટ ચોક્કસપણે આતંકવાદી હુમલો છે અને ગુનેગારો ઇસ્લામિક સ્ટેટ (ISIS) થી પ્રેરિત મોડ્યુલના સભ્યો છે. આ હુમલાને ભારતમાં ISISના સહાનુભૂતિ ધરાવતા 'આત્મઘાતી હુમલા'નો પ્રથમ પ્રયાસ કહી શકાય.

    જો કે, રાહતની વાત એ છે કે આ હુમલામાં માત્ર એક જ વ્યક્તિનું મોત થયું હતું, જે પોતે હુમલાખોર હતો. તપાસ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવેલી નોટમાંથી આ જાણકારી સામે આવી છે. CNN-News18 દ્વારા એક્સક્લુઝિવલી એક્સેસ કરાયેલી નોંધ પરથી જાણવા મળ્યું છે કે સ્થળ પરથી મળેલા વિસ્ફોટકો સ્પષ્ટપણે દર્શાવે છે કે હુમલાખોર મુબીન કોઈ મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. જેથી દેશમાં મોટા પાયે જાન-માલનું નુકસાન થઈ શકે.

    કોટ્ટઈ ઈશ્વરમ મંદિર સિવાય ઘણા મંદિરોની રેકી કરી

    કોટ્ટઈ ઈશ્વરમ મંદિર સિવાય મુબીન અને તેના સાથીઓએ 23 ઓક્ટોબરે કથિત આત્મઘાતી હુમલો કરતા પહેલા ધનવંથરી મંદિર, સંગમેશ્વર મંદિર, પુલિયાકુલમ મંદિર, મુંઢી વિનાયગર મંદિર અને અન્ય કેટલાક સ્થળોની કથિત મુલાકાત લીધી હતી. કોનિયામ્માન મંદિરે પણ કથિત રીતે રેકી કરી હતી. તપાસ એજન્સીની નોટમાં કહેવામાં આવ્યું છે કે મુબીનના ઘરેથી મોટી માત્રામાં વિસ્ફોટક બનાવવાની સામગ્રી અને હાથથી લખેલી જેહાદી નોટો મળી આવી છે, જેના કારણે તેના દુષ્ટ ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

    ઈ-કોમર્સ સાઇટ પરથી વિસ્ફોટ બનાવવા માટે સામગ્રીની ખરીદી કરી

    રસપ્રદ રીતે, એવું જોવામાં આવ્યું છે કે મુબીન અને તેના સહયોગીઓએ ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા કેટલાક રસાયણો તેમજ આઈઈડી બનાવવા માટે વપરાતી સામગ્રીની ખરીદી કરી હતી. મુબીન અને તેના સહયોગીઓ કથિત રીતે ઈસ્લામિક સ્ટેટના વિચારક, આત્મઘાતી બોમ્બર અને શ્રીલંકાના કટ્ટરપંથી ઉપદેશક ઝહરાન હાશિમ (કોલંબોમાં ઈસ્ટર સન્ડે સિરિયલ બ્લાસ્ટમાં માર્યા ગયેલા)થી પ્રેરિત હતા.

    શ્રીલંકામાં થયેલા વિસ્ફોટની જેમ જ કોઈમ્બતુરમાં વિસ્ફોટ કરવાની યોજના હતી

    તેઓએ (મુબીન અને સહયોગીઓ) કથિત રીતે ઈસ્લામિક સ્ટેટ પ્રત્યે વફાદારીનું વચન આપ્યું હતું અને 21 એપ્રિલ, 2019ના રોજ શ્રીલંકામાં થયેલા હુમલાની તર્જ પર આ હુમલાનો પ્રયાસ કર્યો હતો. . જોકે, રાહતની વાત એ છે કે તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે 23 ઓક્ટોબરે કોઈમ્બતુર જિલ્લાના ઉક્કડમ વિસ્તારમાં સ્થિત કોટ્ટાઈ ઈશ્વરણ મંદિર પાસે એક કારમાં વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટની કારમાંથી એક યુવકની સળગી ગયેલી લાશ મળી આવી છે. મંદિરની નજીકના કામચલાઉ શેડને નજીવા નુકસાન સિવાય આ ઘટનામાં કોઈ જાનહાનિ/ઈજાના અહેવાલ નથી.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Al qaeda terrorist, Isis in kashmir, Isis terrorist

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन