'કોકા-કોલાનો સ્થાપક શિકંજી વેચતો હતો': ફરી ટ્વિટર પર ટ્રોલ થયા રાહુલ ગાંધી

News18 Gujarati
Updated: June 11, 2018, 5:13 PM IST
'કોકા-કોલાનો સ્થાપક શિકંજી વેચતો હતો': ફરી ટ્વિટર પર ટ્રોલ થયા રાહુલ ગાંધી

  • Share this:
ફરી એકવાર ટ્વિટર પર યુઝર્સે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને ટ્રોલ કર્યા છે. રાહુલ ગાંધીએ પોતાની સ્પીચમાં અમેરિકાની કોકા-કોલા અને મેકડોનાલ્ડ્સ કંપનીઓના માલિકોનું મૂળ કામ શું હતું તે જણાવ્યું હતું. આ માટે તેમણે બે ઉદારણ આપ્યા હતા, તેમજ અમેરિકા અને ભારતની સરખામણી કરી હતી. રાહુલની આવી સરખામણી બાદ ટ્વિટર પર તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા.

સોમવારે દિલ્હી ખાતે એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે ભારતમાં જે લોકો પડદા પાછળ રહીને ખૂબ મહેનત કરે છે તેમને ક્યારેય કોઈ લાભ થતો નથી. તેમની મહેનતના ફળ બીજા લોકો જ ખાતા હોય છે. આવું કહીને રાહુલ ગાંધી મોદીને તેમના એક નિવેદનનો જવાબ આપી રહ્યા હતા.

રાહુલે જણાવ્યું હતું કે, "ભારતમાં કુશળ લોકોની કદર નથી કરવામાં આવતી...ખેડૂતો ખૂબ મહેનત કરે છે પરંતુ તેઓ મોદીની ઓફિસમાં કામ કરતા જોવા નહીં મળે."

પોતાની વાતને વધારે સારી રીતે સમજાવવા માટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ભારત અને અમેરિકાની સરખામણી કરી હતી. આ માટે તેમણે કોકા-કોલા અને મેકડોનાલ્ડ્સનું ઉદાહરણ આપ્યું હતું.


રાહુલે કહ્યું હતું કે, "અમેરિકામાં 'શિકંજી' વેચનાર એક વ્યક્તિની કુશળતા અને તેની મહેનતને ઓળખવામાં આવ્યા હતા. આ વ્યક્તિએ પછીથી કોકા-કોલા કંપની શરૂ કરી હતી. રસ્તાની બાજુમાં 'ઢાબુ' ચલાવનાર એક અન્ય વ્યક્તિએ મેકડોનાલ્ડ્સ શરું કરી હતી. મને ભારતમાં એક એવું ઢાબું બતાવો જે આવું કરી શકે. શું ઢાબાના માલિક પાસે એટલી આવડત નથી કે તે આવું કરી શકે? મારા મને એવું બિલકુલ નથી. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે, તેમના માટે આપણી બેંકો અને રાજકારણીઓને દરવાજા બંધ હોય છે. અધિકારીઓ તરફથી તેમને કોઈ સહકાર નથી મળતો."રાહુલ ગાંધીની આવી સ્પીચ પછી તરત જ #AccordingToRahulGandhi હેઝ ટેપ ટ્વિટરમાં ટ્રેન્ડિંગ કરવા લાગ્યું હતું.

First published: June 11, 2018, 5:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading