Home /News /national-international /Viral Video: મોચીનો પક્ષીઓને દાણાં નાંખતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ; એક યૂઝરે લખ્યું, ‘ખરેખર, આ માણસ દિલથી બહુ અમીર છે

Viral Video: મોચીનો પક્ષીઓને દાણાં નાંખતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ; એક યૂઝરે લખ્યું, ‘ખરેખર, આ માણસ દિલથી બહુ અમીર છે

આ વીડિયોમાં મોચી પક્ષીઓને દાણાં નાંખતો નજરે પડે છે.

Viral Video: સોશિયલ મીડિયામાં પક્ષીઓને દાણાં નાંખતા એક મોચીના વીડિયોએ ધૂમ મચાવી છે. લોકોને આ વીડિયો ઘણો પસંદ આવ્યો છે અને તે હાલ વાયરલ થયો છે. ઘણાં યૂઝર્સે આ વીડિયોમાં કોમેન્ટ કરીને મોચીની માણસાઈને બિરદાવી છે.

    અમદાવાદઃ આપણે મોટાભાગે લોકોની પાસે રહેલા રૂપિયાથી તેની અમીરી નક્કી કરતા હોઈએ છીએ, પરંતુ સત્ય તો એ છે કે તમારા વ્યવહારમાં અમીરાત છલકાવી જોઈએ. ત્યારે રસ્તામાં બેસેલો મોચી કે જે અમીરોના ચંપલ સીવે છે તેની હેસિયત અમીરો કરતાં ઘણી વધારે છે. સોશિયલ મીડિયામાં તેનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં રોડની સાઇડમાં બેઠેલો એક મોચી પક્ષીઓનો દાણાં ખવડાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી અને લોકોનું દિલ જીતી લીધું હતું.

    વીડિયોમાં મોચી પક્ષીઓને દાણાં નાખે છે


    આ વીડિયોને એમડી ઉમર હુસૈને તેમના ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મોચી ફૂટપાથ પર બેસીને રોજી રોટી કમાઈ રહ્યો છે. ત્યારે તેની આસપાસ ઘણાં બધા પક્ષીઓનું ઝૂંડ છે. તેના એક હાથમાં થેલી દેખાય છે જેમાં દાણાં જોઈ શકાય છે. તે પક્ષીઓને દાણાં નાખતો નજરે પડે છે. જોતજોતામાં જ તેની આસપાસ પક્ષીઓની સંખ્યા વધી જાય છે અને દાણાં ચણતા જાય છે.

    આ પણ વાંચોઃ હેર ડ્રાયર બોમ્બની જેમ ફાટે! જોવો આ વીડિયો

    વીડિયોમાં ઘણાં યુઝર્સે કોમેન્ટ કરી


    આ વીડિયોમાં લોકોએ ઘણી કોમેન્ટ કરી હતી. તેમાં એક યુઝરે લખ્યુ હતુ કે, ‘કોઈ આટલું અમીર કેવી રીતે હોઈ શકે છે’. તો અન્ય એક યુઝરે લખ્યુ હતુ કે, ‘માણસાઈની સર્વશ્રેષ્ઠ પળ’. તો વધુ એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, ‘સાચે, આ માણસ દિલથી બહુ અમીર છે.’ આ ઉપરાંત ઘણાં યૂઝર્સે આ વીડિયોમાં કોમેન્ટ કરી હતી.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Social Media Viral, Video viral, Viral videos

    विज्ञापन
    विज्ञापन