કોરોના : સરકારે મંગાવ્યું ‘ખાસ’ મશીન, 24 કલાકમાં કરશે 1200 સેમ્પલ ટેસ્ટિંગ

ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં કોરોના વેક્સીનનો સૌથી મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. વાંદરા પર ટ્રાયલના શોધકર્તાઓને ઉત્સાહજનક પરિણામો મળ્યા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના શોધકર્તાએ વાંદરા પર ટ્રાયલ દરમિયાન વેક્સીનના પરીક્ષણોમાં વાંદરામાં પ્રતિરોધક પ્રણાલી આપી જે કોરોના વાયરસના પ્રભાવને રોકવામાં મદદરૂપ સાબિત થતી નજરે પડે છે. સાથે જ વેક્સીનના કોઇ સાઇડ ઇફેક્ટ પણ હજી જોવા નથી મળ્યા.

COBAS 6800 મશીન રોબોટિક્સથી સજ્જ, હેલ્થકેર વર્કર્સને ઇન્ફેક્શનનો ખતરો નહીં

  • Share this:
    નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus) તપાસની સંખ્યા 20 લાખ પહોંતી ગઈ છે. હવે રોજના લગભગ 1 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ટેસ્ટ 504 સરકારી અને ખાનગી લૅબમાં કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઓછા સમયમાં કોરોનાની વધુ તપાસ માટે COBAS 6800 મશીન લાવવામાં આવ્યું છે. જેને NCDC એટલે કે નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ગુરુવારે સોંપી દીધું. ભારતમાં કોરોના ટેસ્ટ કરતું આ પહેલું ખાસ મશીન છે.

    એક દિવસમાં 1200 સેમ્પલ ટેસ્ટ થશે

    NCDC સેન્ટરમાં આ અત્યાધુનિક મશીન દ્વારા હવે તપાસ કરવામાં આવશે. આ મશીનથી 24 કલાકમાં 1200 સેમ્પલ ટેસ્ટ થઈ શકશે. જેના કારણે એક સાથે અનેક સેમ્પલ ટેસ્ટ થઈ શકે છે. આ મશીનના કારણે કોઈ સેમ્પલ ટેસ્ટ કરવાના બાકી રહ્યા હશે તે વહેલી તકે કરી શકાશે. મશીનને NCDCને સોંપતા ડૉ. હર્ષવર્ધને કહ્યું કે મશીન રોબોટિક્સથી સજ્જ છે. જેનાથી હેલ્થકેર વર્કર્સને ઇન્ફેક્શનનો ખતરો નહીં રહે. ટેસ્ટ પણ મોટી સંખ્યામાં થઈ શકશે.

    આ પણ વાંચો, WHOએ આપી ચેતવણી, શક્ય છે કે કોરોના વાયરસ ક્યારેય ખતમ જ નહીં થાય!

    COBAS 6800 મશીનને ટેસ્ટિંગ માટે ઓછામાં ઓછા BSL2 અને નિયંત્રણ લેવલની લૅબની જરૂર હોય છે. તેને કોઈ પણ ફેસિલિટી પર નથી રાખી શકાતું. COBAS 6800 વાયરસ હેપેટાઇટિસ બી એન્ડ સી, એચઆઈવી, એમટીબી, પૈપિલોમા, સીએમવી, ક્લૈમાઇડિયા અને નેયસેરેમિયા જેવા લક્ષણોની ભાળ મેળવવામાં સક્ષમ છે.

    (ઇનપુટઃ રવિ સિંહ)



    આ પણ વાંચો, તડબૂચની આડમાં થતી હતી નશાની તસ્કરી, તરકીબ જોઈ પોલીસના પણ હોશ ઉડ્યા
    Published by:Mrunal Bhojak
    First published: