કોલસા કૌભાંડ મામલે દોષી અધિકારીઓ સામે આજે થઇ શકે છે સજાની જાહેરાત

News18 Gujarati
Updated: December 3, 2018, 7:37 AM IST
કોલસા કૌભાંડ મામલે દોષી અધિકારીઓ સામે આજે થઇ શકે છે સજાની જાહેરાત
પ્રતિકાત્મક તસવીર

ગુપ્તા, 31 ડિસેમ્બર 2005થી નવેમ્બર 2008 સુધી કોલસા સચિવ રહ્યા હતા. તેમણે આવા અન્ય મામલાઓમાં પણ દોષી ઠેરવવામાં આવ્યા છે.

  • Share this:
દિલ્હીની એક કોર્ટ દ્વારા પૂર્વ કોલસા સચિવ એચ સી ગુપ્તા સહિત બે અન્યને યુપીએ સરકારના કાર્યકાળમાં પશ્વિમ બંગાળની કોલસાની ખાણ વહેચણી સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં દોષી ગણાવ્યા બાદ સોમવારે સજાની જાહેરાત કરવામાં આવી શકે છે.

આ મામલો પશ્વિમ બંગાળમાં મોઇરા અને મધુજોર (ઉત્તર અને દક્ષિણ) કોલસા બ્લોકોને વીએમપીએલ અંગે વહેચણીમાં કથીત રીતે અનિયમિતતા સાથે સંકળાયેલો છે. કોલસા ઘાટાલાના આ મામલામાં સીબીઆઇ દ્વારા સપ્ટેમ્બર 2012માં એફઆઇઆર નોંધાઇ હતી.

ગુપ્તા, 31 ડિસેમ્બર 2005થી નવેમ્બર 2008 સુધી કોલસા સચિવ રહ્યા હતા. તેમણે આવા અન્ય મામલાઓમાં પણ દોષી ઠેરવવામાં આવ્યા છે. જેમાં તેમને બે કે ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી ચૂકી છે. તેઓ આ સમય જામીન ઉપર જેલની બહાર છે.

કોલસા કૌભાંડ સાથે સંકળાયેલા આ મામલામાં વિશેષ સીબીઆઈ જજ ભરત પારાશરે ગુપ્તાની સાથે જ ખાનગી કંપની વિકાસ મેટલ્સ એન્ડ પાવર લિમિટેડ એક એવા સેવારત અને એક સેવાનિવૃત અધિકારી કોલસા મંત્રાલયમાં પૂર્વ સંયુક્ત સચિવ એસ ક્રોફા અને કોલસા મંત્રાલયમાં તત્કાલીન નિદેશક (સીએ-1) સામરિયાને દોષી ઠેરાવ્યો હતો. સાથે સાથે કોર્ટ થકી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર વિકાસ પટાણી તેમના અધિકૃત હસ્તાક્ષરકર્તા આનંદ મલિકને પણ દોષી ઠેરવ્યા હતા.

ક્રોફા એ સમયે કોલસા મંત્રાલયમાં સંયુક્ત સચિવ પદ ઉપર હતા. તેઓ મેઘાલયના મુખ્ય સચિવ પદથી ડિસેમ્બર 2017માં સેવાનિવૃત્ત થયા હતા. તેમણે એક અન્ય મામલામાં પહેલાથી દોષી ગણાવીને બે વર્ષની સજા સંભળાવી હતી.
First published: December 3, 2018, 7:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading