Coal Crisis: શું દેશભરમાં થઇ જશે વિજળી ગુલ? ઉર્જા સચિવે આપ્યો આવો જવાબ

વિજળી સંયંત્રોમાં કોલસાના ભંડારમાં અછતના ચાર કારણ છે (તસવીર- REUTERS/Adnan Abidi)

Blackout In India- વિજળી મંત્રાલયના આંકડા પ્રમાણે વિજળીની ખપત શનિવારે લગભગ બે પ્રતિશત એટલે 7.2 કરોડ યૂનિટ ઘટીને 382.8 કરોડ યૂનિટ થઇ ગઈ છે. જે શુક્રવારે 390 કરોડ યૂનિટ હતી

  • Share this:
    નવી દિલ્હી : કેન્દ્રીય ઉર્જા સચિવ આલોક કુમારે (power secretary Alok Kumar)કહ્યું કે દેશમાં વિજળીની આપૂર્તિની (Power Supply In India) સ્થિતિ નિયંત્રણમાં છે. તેમનું આ નિવેદન ઉર્જા અને કોયલા મંત્રી દ્વારા કોલસાના ભંડારની અછતના (Coal Crisis)કારણે બ્લેકઆઉટની (Blackout In India)ચિંતાઓને સ્વીકાર કર્યાના એક દિવસ પછી આવ્યું છે. CNBC-TV18 સાથે વાત કરતા આલોક કુમારે કહ્યું કે કેટલાક રાજ્યોમાં કેટલાક વિસ્તારોમાં વિજળીની અછત છે પણ વિજળી આપૂર્તિની સ્થિતિ નિયંત્રણમાં છે. વિજળીની અછત ઘણી ગંભીર નથી. તેમણે કહ્યું કે કેટલાક રાજ્યોમાં કોલસાનો સ્ટોક ઓછો છે.

    કેન્દ્રીય ઉર્જા સચિવ આલોક કુમારે કહ્યું કે રાજસ્થાને પોતાના કેપ્ટિવ કોલ માઇન ડેવલપરને પૈસા આપ્યા નથી. આપૂર્તિ બનાવી રાખવા માટે મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ અને યૂપીએ કોલસા કંપનીઓના બાકી પૈસા ચુકવવા પડશે. ગુજરાત અને હરિયાણાથી પૈસાની કોઇ સમસ્યા નથી. કોલસા સચિવે તેમને આશ્વાસન આપ્યું હતું કે એનટીપીસી સંયંત્રો પાસે પર્યાપ્ત કોલસો છે એ સુનિશ્ચિત કરતા સપ્લાયમાં તેજી લાવવામાં આવશે.

    આ પણ વાંચો - EXCLUSIVE: મોદી સરકારની મોટી યોજના, પ્રમુખ ઇન્ફ્રા કનેક્ટિવિટી પ્રોજેક્ટ માટે બહાર પડાશે કોમન ટેન્ડર

    આઠ ઓક્ટોબરે વિજળીની ખપત 390 કરોડ

    સચિવે કહ્યું કે એવરેજ વિજળી એક્સચેન્જ 12-13 રૂપિયા પ્રતિ યૂનિટની કિંમતથી ભાવ આપી રહ્યા છે. વધારે વિજળી સપ્લાયથી કિંમતોમાં ઘટાડો આવવાની સંભાવના છે. કોલસાનું ઉત્પાદન નિશ્ચિત રુપથી વધશે. બીજી તરફ વિજળી મંત્રાલયના આંકડા પ્રમાણે વિજળીની ખપત શનિવારે લગભગ બે પ્રતિશત એટલે 7.2 કરોડ યૂનિટ ઘટીને 382.8 કરોડ યૂનિટ થઇ ગઈ છે. જે શુક્રવારે 390 કરોડ યૂનિટ હતી.

    આંકડા પ્રમાણે શુક્રવારે આઠ ઓક્ટોબરે વિજળીની ખપત 390 કરોડ યૂનિટ હતી. જે આ મહિને અત્યાર સુધી (1-9 ઓક્ટોબર) સૌથી વધારે હતી. વિજળીની માંગમાં ઝડપથી વધારો દેશમાં ચાલી રહેલા કોલસા સંકટ વચ્ચે ચિંતાનો વિષય બની ગઈ હતી.

    આ પણ વાંચો - લખીમપુર ખીરીમાં BJP કાર્યકરોની હત્યા કરનાર અપરાધી નહીં, આ ક્રિયાના બદલે પ્રતિક્રિયા હતી: રાકેશ ટિકૈત

    શું છે કોલસાના ભંડારમાં અછતનું કારણ

    વિજળી સંયંત્રોમાં કોલસાના ભંડારમાં અછતના ચાર કારણ છે. અર્થવ્યવસ્થા ફરીથી સુધરતા વિજળીની માંગમાં અપૂતપૂર્વ વધારો, કોલસાની ખાણમાં ભારે વરસાદથી કોલસાના ઉત્પાદન પર પ્રતિકુળ પ્રભાવ, આયાત કોલસાની કિંમતોમાં ભારે વધારો અને ચોમાસા પહેલા પર્યાપ્ત કોલસાનો સ્ટોક ના કરવો.
    Published by:Ashish Goyal
    First published: