Home /News /national-international /મોટી દુર્ઘટના ટળી, જોધપુરથી બાંદ્રા જતી ટ્રેનનાં 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

મોટી દુર્ઘટના ટળી, જોધપુરથી બાંદ્રા જતી ટ્રેનનાં 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

Train Accident: આજે વહેલી સવારે જોધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા.

Train Accident: આજે વહેલી સવારે જોધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા.

    દિલ્હી: આજે વહેલી સવારે મોટી દૂર્ઘટના ટળી છે. આજે વહેલી સવારે જોધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટના પાલીના રાજકીયાવાસ પાસે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં લગભગ 20થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

    આ અંગે નોર્થ વેસ્ટર્ન રેલ્વેના સીપીઆરઓએ કહ્યું કે, અકસ્માતની જાણકારી ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી છે. તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. જનરલ મેનેજર-ઉત્તર પશ્ચિમ રેલ્વે અને અન્ય ઉચ્ચ અધિકારીઓ જયપુરમાં હેડક્વાર્ટર સ્થિત કંટ્રોલ રૂમમાંથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવ્યા છે.

    આ પણ વાંચો: 25 કરોડની લોટરી લાગી, છતાંય પરિવારની મુસીબ વધી


    અત્યાર સુધીમાં ચાર ટ્રેનો ડાયવર્ટ


    આ દુર્ઘટના બાદ ચાર ટ્રેનને ડાયવર્ટ પણ કરવામાં આવી છે. જ્યારે સૂર્યનગરી એક્સપ્રેસના મુસાફરોને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવી રહ્યા છે. આ પછી રેલ લાઇન ખાલી કરાવવામાં આવશે. તે જ સમયે, બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ આ માર્ગને બ્લોક કરી દેવામાં આવ્યો છે.


    રેલવેએ હેલ્પલાઈન નંબર જારી કર્યા છે


    જોધપુર: 0291- 2654979(1072), 0291- 2654993(1072), 0291- 2624125, 0291- 2431646
    પાલી મારવાડ: 0293- 2250324, 0293- 2250138, 0293- 2251072
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અકસ્માત, દેશવિદેશ

    विज्ञापन
    विज्ञापन