હું એ પત્રકારોમાંથી છું, જેણે 'પદ્માવત'નું નામ 'પદ્માવતી' હતું ત્યારે ફિલ્મ જોઈ હતી. ત્યારે મેં એવું વિચારીને કંઈ નહોતું લખ્યું કે બધું શાંત થઈ જશે. મને લાગ્યું હતું કે જ્યારે કરણી સેના આ જોઈ લેશે ત્યારે તેઓ વિરોધ કરવાનું છોડી દેશે. હું કેટલો ખોટો હતો.
પરિસ્થિતિ ખૂબ વણસી ગઈ છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે જીડી ગોયન્કાની સ્કૂલ બસ પર બુધવારે ઉપદ્રવિઓએ હુમલો કરી દીધો. આ અતિવાદની હદ હતી. તમે વિરોધ માટે બાળકો પર હુમલો ન કરી શકો. તમારું ઐતિહાસિક મૂલ્ય ભલે ગમે એટલું ક્ષત-વિક્ષત થઈ રહ્યું હોય, પરંતુ બાળકોની બસ પર કરવામાં આવેલા હુમલાને તમે ક્યારેય યોગ્ન ન ગણાવી શકો.
આનો અહેસાસ મને ત્યારે થયો જ્યારે મારી પાંચ વર્ષની પુત્રીએ મને કહ્યું કે, 'પપ્પા, આ લોકો બાળકોને કેમ મારી રહ્યા છે?' મારી પાસે કોઈ જવાબ ન હતો. ત્યારે મને લાગ્યું કે ભારતમાં અનેક બાળકોએ આ વીડિયો ક્લિપ જોઈ હશે. ઇન્ટરનેટની દુનિયામાં ફેસબુક, ટ્વિટર અને સોશિયલ મીડિયા પર તમે કંઈ રોકી નથી શકતા.
મારા માટે કરણી સેના અને લશ્કર-એ-તોઈબામાં કોઈ ફરક નથી. લોકેન્દ્ર કાલવી અને હાફિઝ મોહમ્મદ સઈદ વચ્ચે કોઈ ફરક નથી. બંને આતંકી છે.
મેં જ્યારે કરણી સેનાના એક સભ્યને આ વાત મારા શો ફેસઓફમાં કહી ત્યારે તે ગુસ્સામાં આવીને શો છોડીને જતો રહ્યો. મને એ વાત ફરીને કહેવામાં કોઈ પસ્તાવો નથી કે કરણી સેનાના લોકો ગુંડાઓ નહીં પરંતુ આતંકવાદીઓ છે.
US સ્ટેટ ડિપાર્ટમેન્ટે આતંકવાદની વ્યાખ્યાના ચેપ્ટર 38માં લખ્યું છે કે, 'રાજનીતિક મહત્વકાંક્ષાને લઈને સામાન્ય લોકો પર કરવામાં આવેલો હિંસક હુમલો એ આતંકવાદ છે.'
બુદ્ધિજીવી લોકો તેમને આતંકવાદી કહી રહ્યા છે તેનો મને આનંદ છે. ફરહાન અખ્તરે ટ્વિટ કર્યું છે કે, સ્કૂલની બસ પર હુમલો કરવો એ આંદોલન નથી. આ આતંકવાદ છે. જે લોકોએ આવું કર્યું છે તે આતંકવાદી છે.
મારા એક સંપાદકે મને કહ્યું કે, કોઈ પણ તોફાન ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી તેને ભડકાવવા માટે રાજ્ય સરકારની મહત્વકાંક્ષા ન હોય.
ગુજરાત, હરિયાણા, અને રાજસ્થાન જેવા રાજ્યમાં રાજ્ય સરકારની અસક્ષમતા અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતાને કારણે હિંસા થઈ રહી છે. એવું લાગી રહ્યું છે કે વસુંધરા રાજે, મનોહર લાલ ખટ્ટર અને વિજય રૂપાણી તેમના રાજ્યમાં હિંસા ફીટી નીકળે તેમાં કોઈ રાજકીય લાભ જોઈ રહ્યા છે. શું તેમના મોટા થોડી ઘણી વોટબેંક આપણા બાળકોથી વધારે મહત્વની છે?
આજે વિદેશ રાજ્ય મંત્રી અને પૂર્વ આર્મી જનરલ વી.કે. સિંહે કહ્યું કે, વિરોધ કરનાર લોકો સાથે વાતચીત કરીને સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કરવો જોઈએ, જ્યારે વસ્તુઓ સહમતિથી નથી થતી ત્યારે ગરબડ થાય છે. હું વી.કે. સિંહને પૂછવા માગું છું કે, શું ભારતીય સેનાએ લશ્કર-એ-તોઈબા સાથે વાતચીત કરીને સમસ્યાનું સમાધાન લાવવું જોઈએ? આ ખરેખર ખૂબ શરમજનક નિવેદન છે.
મંગળવારે વડાપ્રધાને દાવોસમાં ગરજીને ભાષણ આપ્યું હતું. તેમણે પોતાના ભાષણના અંતમાં કહ્યું હતું કે જો તમે ઉજ્જવળ ભવિષ્યની સાથે શાંતિ ઈચ્છો છો તો ભારતમાં આવો. આસિયાન સમિટમાં ભાગ લેવા માટે 10 દેશના પ્રતિનિધિ ભારત આવ્યા છે. જરા વિચાર કરો તેમણે રાતે ટીવી પર શું જોયું હશે અને સવારે ન્યૂઝ પેપરમાં શું વાંચ્યું હશે?
શું આપણે આવું નવું ભારત આખી દુનિયાને બતાવવા માંગીએ છીએ? આજના ભારતનું સત્ય આ જ છે.
એક પાંચ વર્ષની બાળકીનો પિતા
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર