CNN-News18 ફરી એકવાર બની દેશની નંબર વન અંગ્રેજી ન્યૂઝ ચેનલ

ચૂંટણી દરમિયાન સીએનએન ન્યૂઝ18ની વ્યૂઅરશિપમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને બીજાથી સાતમાં તબક્કાના મતદાન અને મતગણતરીના દિવસે દર્શકોએ સીએનએન ન્યૂઝ18ને ખૂબ પસંદ કરી હતી.

News18 Gujarati
Updated: June 7, 2019, 11:54 AM IST
CNN-News18 ફરી એકવાર બની દેશની નંબર વન અંગ્રેજી ન્યૂઝ ચેનલ
AB Male 22+ કેટેગરીમાં આ ચેનલ શહેરી વિસ્તાર તેમજ છ મેટ્રો શહેરમાં સૌથી આગળ રહી.
News18 Gujarati
Updated: June 7, 2019, 11:54 AM IST
સીએનએન ન્યૂઝ18 (CNN-News18)એ ફરી એક વખત પોતાની બાદશાહત સાબિત કરી છે. તમારી પસંદગીની ચેનલ ફરી એક વખત દેશની નંબર વન અંગ્રેજી ચેનલ બની છે. બાર્ક (BARC ) ઇન્ડિયાના તાજેતરના રેટિંગમાં CNN-News18એ વ્યૂઅરશિપના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

નેટવર્ક 18 સંચાલિત આ ચેનલે વર્ષના 22માં અઠવાડિયામાં 39.2 ટકા માર્કેટ પર કબજો કર્યો હતો. AB Male 22+ કેટેગરીમાં આ ચેનલ શહેરી વિસ્તાર તેમજ છ મેટ્રો શહેરમાં સૌથી આગળ રહી.

સીએનએન ન્યૂઝ18એ અન્ય અંગ્રેજી ચેનલોને પાછળ છોડી દીધી છે. રિપબ્લિક ટીવી (Republic TV)ની સરખામણીમાં આ ચેનલ પાસે આશરે 12 ટકા વધારે દર્શક છે. રિપબ્લિક ટીવીને 27.5 ટકા લોકોએ નિહાળી હતી. આ ઉપરાંત ટાઇમ્સ નાઉ (18.6%)ની વ્યૂઅરશિપ સીએનએન ન્યૂઝ18ની સરખામણીમાં અડધી છે. એટલું જ નહીં ઇન્ડિયા ટૂડે અને ટાઇમ્સ નાઉના દર્શકોને એકઠા કરવામાં આવે તો પણ સીએનએન ન્યૂઝ18ના દર્શકો વધારે છે.

ચૂંટણી દરમિયાન સીએનએન ન્યૂઝ18ની વ્યૂઅરશિપમાં ભારે વધારે થયો છે. ખાસ કરીને બીજાથી સાતમાં તબક્કાના મતદાન અને મતગણતરીના દિવસે દર્શકોએ સીએનએન ન્યૂઝ18ને ખૂબ પસંદ કરી હતી. કાઉન્ટિંગ એટલે કે 23મી માર્ચના રોજ સવારથી લઈને સાંજ અને પછી પ્રાઇમ ટાઇમમાં દર્શકોએ સીએનએન ન્યૂઝ18ને સૌથી વધારે નિહાળી હતી. આ સમય દરમિયાન સીએનએન ન્યૂઝ18 અને News18.comના અનેક ખાસ કાર્યક્રમો દર્શકોને ખૂબ પસંદ પડ્યા હતા.

તમને જણાવી દઈએ કે નેટવર્ક 18 માત્ર એક એવું જૂથ હતું જે દરેક કાઉન્ટિંગ સેન્ટરનું કવરેજ આપતું હતું. એટલે કે લોકોને સૌથી ઝડપી અને સૌથી વિશ્વસનીય પરિણાણ અહીં જોવા મળતું હતું. આ માટે હૈદરાબાદમાં એક ખાસ ઇલેક્શન હબ બનાવવામાં આવ્યું હતું. અહીંથી રિયલ ટાઇમ પર લોકોએ મોબાઇલ અને ટેલિવિઝન પર સૌથી ઝડપી પરીણામો નિહાળ્યા હતા.

સીએનએન ન્યૂઝ18એ ચૂંટણી દરમિયાન પ્રોગ્રામિંગમાં અનેક નવા પ્રયોગ કર્યા હતા, જેમાં મેજિક વોલ સામેલ છે. આના માધ્યમથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી પરિણામ બતાવવામાં આવ્યું હતું. દરેક બેઠકના ગણિત અંગે વિસ્તારથી બતાવવામાં આવ્યું હતું.
First published: June 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...