Home /News /national-international /

CNN News18 નંબર-1 અંગ્રેજી ન્યૂઝ ચેનલ બની, હરિફોને પછાડી મેળવ્યું સર્વોચ્ચ સ્થાન

CNN News18 નંબર-1 અંગ્રેજી ન્યૂઝ ચેનલ બની, હરિફોને પછાડી મેળવ્યું સર્વોચ્ચ સ્થાન

CNN News18 બની દેશની નંબર-1 અંગ્રેજી ન્યૂઝ ચેનલ

CNN News18 'ટાઈમ્સ નાઉ'થી આગળ નીકળી અને ભારતની નંબર -1 અંગ્રેજી ન્યૂઝ ચેનલ બની. આ સાથે પ્રાઈમ ટાઈમમાં 40 ટકા વ્યૂઅરશીપ સાથે બની પ્રાઈમ ટાઈમ કિંગ

    CNN News18ની ખ્યાતિમાં એક નવું પીછું ઉમેરાયું છે. CNN News18 ન્યૂઝ ચેનલ હવે દેશની નંબર-1 અંગ્રેજી ન્યૂઝ ચેનલ બની ગઈ છે. ટાઈમ્સ નાઉ અને રિપબ્લિકને હરિફાઈમાં પછાડીને CNN News18 26.3% માર્કેટ શેર સાથે India urban+rural (AB15+ segment) કેટગેરીમાં દેશની નંબર-1 અંગ્રેજી ન્યૂઝ ચેનલ બની છે.

    BARC data for week 14-17, 2022, મુજબ રિબ્લિક ટીવીએ તેનું સ્થાન ગુમાવ્યું છે અને હવે તે નંબર-3 પર પહોંચી ગઈ છે જ્યારે નંબર-2 પર છે ટાઈમ્સ નાઉ. આ બંને ચેનલને હરિફાઈમાં પછાડી અને
    CNN News18 દેશની નંબર-1 ન્યૂઝ ચેનલ બની છે.

    CNN News18 પ્રાઈમ ટાઈમમાં 40.2% વ્યૂઅરશીપ સાથે (Prime-Time segment (2+ [Mon-Friday] 1800-2300 hrs) પ્રાઈમ ટાઈમ કિંગ બની છે. આ હરિફાઈમાં રિપબ્લિકના 20.2 ટકા અને ટાઈમ્સ નાઉના 25 ટકા માર્કેટ શેર કરતા સીએનએન ન્યૂઝ18 ક્યાંય આગળ છએ.

    ચેનલની આ સિદ્ધી અંગે પ્રતિક્રિયા આપતા CNN News18ના મેનેજિંગ એડિટર ઝાક્કા જેકબે જણાવ્યું કે, 'હું દર્શકોનો આભારી છે. જેમણે CNN News18ના પત્રકારત્વ અને કાર્યક્રમોમાં અપ્રતિમ વિશ્વાસ દાખવી અને આ સ્થાન અપાવ્યું છે. અમે હંમેશા ઉચ્ચ સ્તરમાં વિશ્વાસ રાખ્યો છે. અમે છાપરે ચઢીને બૂમબરાડા પાડવામાં માનતા નથી. અમારું સ્તર અમારી કહાણીઓ અને પ્રોગ્રામિંગ ફોર્મેટમાં જોવા મળે છે. CNN News18 દેશનો સૌથી યુવા ન્યૂઝરૂમ છે. અમે દેશના નવા અને યુવા વર્ગના પ્રતિનિધિ છીએ જે મુલ્યાંકન કરવામાં સહેજ પણ શરમાતો નથી. અમે યુવા અને ડાયનામિક ટીમ છીએ. અને હા, આ તો ફ્કત શરૂઆત છે.'

    CNN News18નો માર્કેટ શેર


























    Market Share - All India - Urban+Rural (AB 15+)
    ChannelWk 14-17'22
    CNN News1826.30%
    Times Now25.60%
    Republic TV25.40%
    India Today Television12.40%



    Network18 Groupના બિઝનેસ ન્યૂઝના સીઈઓ સ્મૃતિ મહેરાએ કહ્યું, 'જિંગોઇઝમને અનુસર્યા વગર અમે સંતુલિત સમાચારો દર્શાવી અને આ ટોચનું સ્થાન હાસલ કર્યુ છએ. ' નવા કાર્યક્રમોની શ્રેણી જેવા કે ‘Bits To Billion – The Unicorn Story’ દેશના યુનિકોર્ન વ્યવસાયીઓની કહાણી, સમાચારના સૌથી વધુ ચર્ચાયેલા અને આકરા પાસાને દર્શાવતો કાર્યક્રમ ‘Plain Speak’, અને આઈડિયા અને ઈનોવેશનની તાકાતને દર્શાવતા કાર્યક્રમ ‘A Billion New Ideas' વેગેરેએ અમને ટોચનું સ્થાન અપાવ્યું છે.

    CNN News18 અંગ્રેજી ચેનલ દેશના તમામ ખૂણાઓમાં લોકપ્રિયતા મેળવી રહી છે અને તેના કાર્યક્રમો તમામ વર્ગમાં લોકપ્રિય થઈ રહ્યા છે.

    માર્કેટિંગની દૃષ્ટીએ CNN News18એ દેશના મૂડને દર્શાવતા કેમ્પેન કર્યા છે. આ ઉપરાંત સામાજિક જવાબદારી દાખવતા કેમ્પેઇન ચલાવ્યા છે.

    આ અભિયાનોમાંના કેટલાક મહત્ત્વપૂર્ણ અભિયાનો પૈકી માસ્ક પહેરવા માટે લોકોનું પ્રેરણા આપતું અમારું અભિયાન #DontShowMeYourFace હતું. આ ઉપરાંત કોરોનાકાળમાં સતત કામ કરનારા તબીબોના સન્માનમાં #ExtraordinaryAmongUs અભિયાન પણ ખૂબ લોકપ્રિય બન્યું હતું.
    Published by:Jay Mishra
    First published:

    Tags: CNN NEWS18, ગુજરાતી સમાચાર

    આગામી સમાચાર