નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સીએનજીના ભાવમાં 95 પૈસાનો પ્રતિ કિલોએ વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ 17 ડિસેમ્બર 2022થી સવારના 6 વાગ્યાથી લાગૂ થઈ ગયા છે. આ વધારાની જાહેરાત ઈંદ્રપ્રસ્થ ગેસ લિમિટેડે કર્યો છે. દિલ્હીમાં હવે આપને એક કિલો સીએનજી ભરવા માટે 79.56 રૂપિયા આપવા પડશે. આ અગાઉ 8 ઓક્ટોબરે દિલ્હીમાં સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
છેલ્લે દિલ્હીમાં સીએનજીના ભાવમાં 3 રૂપિયા પ્રતિ કિલોએ વધારો થયો હતો. ત્યાર બાદ દિલ્હીમાં સીએનજીના ભાવ 78.61 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા. આપને જણાવી દઈએ કે, ગુરુગ્રામમાં સીએનજીના ભાવ 86.94 રૂપિયા પ્રતિ કિલો, ગાજિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં 81.17 રૂપિયા, રેવાડીમાં 78.61 રૂપિયા અને ફરીદાબાદમાં 84.19 રૂપિયા પ્રતિ કિલો પર સીએનજી મળી રહ્યો છે.
ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે ભાવ
આપને જણાવી દઈએ કે, આ વર્ષે માર્ચથી લઈને અત્યાર સુધીમાં 15મી વાર વધારો છે, જ્યારે સીએનજીમાં ભાવ વધારો ઝીકવામાં આવ્યો હોય. કુલ મળીને 10 મહિનામાં સીએનજીના ભાવમાં 23.55 રૂપિયા પ્રતિ કિલોએ વધી ચુક્યા છે. ગત વર્ષે એપ્રિલમાં સીએનજીના ભાવ 36.16 રૂપિયા હતું. જે હવે દિલ્હીમાં લગભગ 80 રૂપિયા સુધી પહોંચી ચુક્યું છે. તેની પાછળ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ઊભી થયેલી વૈશ્વિક પરિસ્થિતિ જવાબદાર હોવાનું કહેવાય છે. સાથે જ એવું કહેવાય છે કે, હજુ પણ સીએનજીના ભાવમાં વધારો આવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર