Sarkari Naukri: મેટ્રો રેલમાં જનરલ મેનેજર સહિત અનેક પદો પર નોકરીની તક, 1.9 લાખ સુધીનો પગાર

Sarkari Naukri: મેટ્રો રેલમાં જનરલ મેનેજર સહિત અનેક પદો પર નોકરીની તક, 1.9 લાખ સુધીનો પગાર
મેટ્રો રેલમાં સરકારી આ પદો પર નોકરી મેળવવાની સુવર્ણ તક, 4 જૂન પહેલા કરી દો અરજી

મેટ્રો રેલમાં સરકારી આ પદો પર નોકરી મેળવવાની સુવર્ણ તક, 4 જૂન પહેલા કરી દો અરજી

  • Share this:
    નવી દિલ્હી. કોરોના મહામારી (Corona Pandemic)ની વચ્ચે મેટ્રો રેલમાં સરકારી નોકરી (Government Jobs) મેળવવાની સુવર્ણ તક છે. ચેન્નઈ મેટ્રો રેલ લિમિટેડે પોતાની મેટ્રો પરિયોજના માટે જનરલ મેનેજર (કન્સ્ટ્રક્શન), જનરલ મેનેજર (ટ્રેક), એડિશનલ જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજરના પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ પદો પર બે વર્ષના કોન્ટ્રાક્ટ પર નિયુક્તિ થશે. તેને પરસ્પર સહમતિ પર હાલાન નિયમો અને શરતો અનુસાર ઉમેદવારોના પ્રદર્શનના આધાર પર જરૂરિયાત મુજબ આગળ સુધી વધારી શકાય છે. ઈચ્છુક ઉમેદવારો ચેન્નઈ મેટ્રો રેલ લિમિટેડ (CMRL)ની વેબસાઇટ chennaimetrorail.org પર જઈને નોટિફિકેશન જોવાની સાથે અરજી ફોર્મ પણ ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવાર પોતાની અરજી પોસ્ટ/કુરિયરના માધ્યમથી કે ઇમેલ કરીને 4 જૂન સુધીમાં કે તેના પહેલા મોકલી શકે છે.

    વેકન્સીની વિગતો...



    >> જનરલ મેનેજર (કન્સ્ટ્રક્શન)- 03
    >> એડિશનલ જનરલ મેનેજર (સેફ્ટી)- 01
    >> એડિશનલ જનરલ મેનેજર (લીગલ)- 01
    >> એડિશનલ જનરલ મેનેજર (ક્વોલિટી કન્ટ્રોલ)- 01
    >> ડેપ્યુટી જનરલ મેનેજર (ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ)- 02
    >> જનરલ મેનેજર (ટ્રેક)- 01

    આ પણ જુઓ, VIDEO: પ્રેમીએ લગ્નનો ઇન્કાર કર્યો તો પાંચમા માળે ચઢી પ્રેમિકા, બોલી- ‘કૂદીને સુસાઇડ કરી લઈશ’

    ચેન્નઈ મેટ્રો રેલના પદો પર પગાર

    >> જનરલ મેનેજર (કન્સ્ટ્રક્શન અને ટ્રેક)- 1,50,000થી 1,90,000 રૂપિયા
    >> એડિશનલ જનરલ મેનેજર (સેફ્ટી, લીગલ, ક્યુએ/ક્યુસી)- 1,20,000 રૂપિયા
    >> ડેપ્યુટી જનરલ મેનેજર (ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ)- 90,000 રૂપિયા

    અરજી ચાર્જ

    >> સામાન્ય વર્ગ માટે- 300 રૂપિયા
    >> અનુસૂચિત જાતિ/જનજાતિ માટે - 50 રૂપિયા
    >> દિવ્યાંગ ઉમેદવાર માટે- કોઈ ચાર્જ નથી

    શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા અને અરજી મોકલવાનું સરનામું વિશે વધુ માહિતી મેળવવા માટે chennaimetrorail.org વેબસાઇટની મુલાકાત લો.

    આ પણ જુઓ, Photos: શુભ મુહૂર્તમાં ખુલ્યા કેદારનાથના કપાટ, PM મોદીના નામથી થઈ પહેલી પૂજા, માત્ર તીર્થ પુરોહિત થયા સામેલ

    પસંદગી પ્રક્રિયા

    ચેન્નઈ રેલ ભરતી માટે પસંદગી પ્રક્રિયામાં ઉમેદવારોની દાવેદારી જ્ઞાન, કૌશલ, સમજ, દૃષ્ટિકોણ, યોગ્યતા અને શારીરિક ફિટનેસ જેવા વિભિન્ન પાસાઓની કસોટી પર ચકાસવામાં આવશે. ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે અને ત્યારબાદ મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે.
    Published by:Mrunal Bhojak
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ