Home /News /national-international /અયોધ્યામાં બની ગયું CM યોગીનું મંદિર, રોજ સાંજે થાય છે આરતી, સંતોએ કહી આ વાત

અયોધ્યામાં બની ગયું CM યોગીનું મંદિર, રોજ સાંજે થાય છે આરતી, સંતોએ કહી આ વાત

રામનગરીમાં બન્યું યોગી આદિત્યનાથનું મંદિર.

તમે ફેન તો ઘણા જોયા હશે, જોકે એવા ફેન જે મુખ્યમંત્રીનું મંદિર બનાવી દે તેવા ફેન ભાગ્યે જ કોઈ હશે. રામનગરી અયોધ્યામાં આવું જ કઈંક થયું છે. અહીં એક યુવકે યુપીના મુખ્યંત્રી યોગી આદિત્યનાથનું મંદિર બનાવીને તેની પૂજા શરૂ કરી દીધી છે. રામ જન્મભૂમિથી લગભગ 25 કિલોમીટર દૂર પ્રયાગરાજ હાઈવે પર કલ્યાણ ભદરસા ગામના મજરે મોર્યના પુરવામાં આ મંદિર બનાવવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
    અયોધ્યાઃ તમે ફેન તો ઘણા જોયા હશે, જોકે એવા ફેન જે મુખ્યમંત્રીનું મંદિર બનાવી દે તેવા ફેન ભાગ્યે જ કોઈ હશે. રામનગરી અયોધ્યામાં આવું જ કઈંક થયું છે. અહીં એક યુવકે યુપીના મુખ્યંત્રી યોગી આદિત્યનાથનું મંદિર બનાવીને તેની પૂજા શરૂ કરી દીધી છે. રામ જન્મભૂમિથી લગભગ 25 કિલોમીટર દૂર પ્રયાગરાજ હાઈવે પર કલ્યાણ ભદરસા ગામના મજરે મોર્યના પુરવામાં આ મંદિર બનાવવામાં આવ્યું છે. જે દિવસે રામ મંદિરનું ભૂમિ પૂજન થયું હતું, તે જ દિવસે એટલે કે 5 ઓગસ્ટ 2020ના રોજ જ આ ગામમાં યોગીના મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

    રોજ થાય છે પૂજા

    અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ પૂર્ણ થાય તે પહેલા જ યુપીના સીએમ યોગી આદિત્યનાથનું મંદિર બની ગયું છે અને હવે રોજ તેમની પ્રતિમાની પૂજા કરવામાં આવી રહી છે. આ સિવાય પ્રતિમાની આરતી પણ કરવામાં આવી રહી છે. કલ્યાણ ભદરસાના મોર્યાના પુરવાના રહેવાસી પ્રભાકર મોર્ય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કામકાજથી ખૂબ જ પ્રભાવિત છે. તેઓ સીએમ યોગી જેવા કપડા પણ પહેરે છે. તેમની પ્રશંસામાં ગીતો પણ ગાય છે અને તેમણે હવે સીએમ યોગીના નામનું મંદિર બનાવીને તેની પૂજા-અર્ચના પણ શરૂ કરી દીધી છે.

    5 ઓગસ્ટ 2020ના રોજ મંદિર નિર્માણનું કાર્ય શરૂ કર્યું

    પ્રભાકર મોર્યનું કહેવું છે કે તે ભગવાન રામના અનન્ય રામ ભક્ત છે અને તેમણે સંકલ્પ કર્યો હતો કે જે પણ વ્યક્તિ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનાવશે, તેમનું તે મંદિર બનાવીને પૂજા કરશે. તેમણે સંકલ્પના ભાગરૂપે 5 ઓગસ્ટ 2020ના રોજ મંદિર નિર્માણનું કાર્ય શરૂ કર્યું હતું અને હવે તે મંદિરનું નિર્માણ પુરુ થયા પછી રોજ સીએમ યોગી આદિત્યનાથની પૂજા અર્ચના કરે છે. એટલું જ નહિ પ્રભાકર મોર્ય સીએમ યોગી આદિત્યનાથની પૂજા અર્ચના પણ કરે છે.

    સંતોએ આપી પ્રતિક્રિયા

    અયોધ્યા સંત સમાજે પણ યોગી મંદિરનું સ્વાગત અને સમર્થન કર્યું છે. હરીધામ પીઠના પીઠાધીશ્વર જગતગુરુ રામ દિનેશ આચાર્યએ કહ્યું કે આ દેશમાં પોતાની ભાવનાઓને વ્યક્ત કરવાનો અધિકાર બધાનો છે. તપસ્વી છાવનીના પીઠાધીશ્વર જગદગુરુ પરમહંસ આચાર્યએ કહ્યું કે સનાતન ધર્મમાં કહેવામાં આવ્યું છે કે ભગવાનના ભક્ત સોથી મોટા હોય છે. એટલું જ નહિ જગતગુરુ પરમહંસાચાર્યએ કહ્યું કે યોગીજીની રામભક્તિને જોતા અલગ-અલગ જગ્યાએ યોગી અને મોદીનું મંદિર બનાવવામાં આવવું જોઈએ. જ્યાં ભગવાન છે ત્યા ભક્તોએ પણ હોવું જોઈએ.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Ayodhya mandir, Ayodhya Ram Temple, CM Yogi Adityanath

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन