નવી દિલ્હી. યોગી આદિત્યનાથ સરકાર (Yogi Adityanath Government) દ્વારા 'કાશી વિશ્વનાથ ધામ' પ્રોજેક્ટ (Kashi Vishwanath Dham Project) પર 52 પાનાની પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તિકામાં ઔરંગઝેબ (Aurangzeb), મોહમ્મદ ગૌરી (Mohammad Ghori) અને સુલતાન મોહમ્મદ શાહ (Sultan Mohammed Shah) જેવા શાસકોનો બાબા વિશ્વનાથ મંદિર પર કરાયેલા હુમલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આધ્યાત્મિક અને ધાર્મિક શહેરમાં બનેલા આ મંદિર પર અનેક વખત હુમલો કરવામાં આવ્યો છે. તેનું નામ અને ચિહ્ન ભૂંસી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, આ પવિત્ર શહેરના કણ-કણમાં રહેલા ભોળા પર લોકોની આસ્થાએ તેને દરેક વખતે ઊભું કરી દીઘુ. 'શ્રી કાશી વિશ્વનાથ ધામનો ભવ્ય ઇતિહાસ અને વર્તમાન ભવ્ય સ્વરૂપ' શીર્ષક વાળી પુસ્તિકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો સંદેશ છે, જેમાં પ્રધાનમંત્રીએ કહ્યું છે કે આ પ્રોજેક્ટથી ઐતિહાસિક સમયની જેમ ગંગા ઘાટથી સીધા મંદિર સુધી જવું શક્ય બન્યું છે.
'શ્રી કાશી વિશ્વનાથ ધામનો ભવ્ય ઇતિહાસ અને વર્તમાન ભવ્ય સ્વરૂપ'' નામની આ પુસ્તિકાનું 37 પાનાંનું વર્ઝન વારાણસીના તમામ ઘરોમાં વહેંચવામાં આવી રહ્યું છે. આ પુસ્તિકાના છ પ્રકરણો કાશીનું મહત્વ, કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ, પીએમ મોદીના નેતૃત્વમાં કાશીનો વિકાસ, કાશી વિશ્વનાથ ધામનો નવો આકાર, કાશી વિશ્વનાથ ધામનું મહત્વ અને કાશીના અન્ય મંદિરોનું મહત્વ સમજાવે છે.
13 ડિસેમ્બરે કાશી વિશ્વનાથ ધામમાં પોતાના ભાષણમાં પ્રધાનમંત્રીએ ઔરંગઝેબ અને કેવી રીતે આક્રમણકારીઓએ કાશી શહેરનો નાશ કરવાનો પ્રયાસ કર્યો તે વિશે વાત કરી હતી. પુસ્તિકામાં કહેવામાં આવ્યું છે કે ઔરંગઝેબે 18 એપ્રિલ, 1669ના રોજ કાશી વિશ્વનાથ મંદિરનો નાશ કરવાનો આદેશ જારી કર્યો હતો. ઔરંગઝેબ દ્વારા જારી કરવામાં આવેલા આદેશને હજી પણ કોલકાતાની એશિયન લાઇબ્રેરીમાં સાચવવામાં આવ્યો છે.
લેખક સાકી મુસ્તાદ ખાન દ્વારા પુસ્તિકામાં ડિમોલિશનના વર્ણનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, જેમ ઔરંગઝેબે આદેશ આપ્યો હતો કે મંદિરને તોડી પાડવામાં આવે એટલું જ નહીં પરંતુ મંદિરનું ક્યારેય પુનર્નિર્માણ ન થાય તેની ખાતરી કરી હતી. એટલા માટે ઔરંગઝેબે મંદિરના ગર્ભગૃહને પણ તોડી પાડ્યું હતું અને અહીં મસ્જિદ બનાવવાનો આદેશ આપ્યો હતો. પુસ્તિકામાં દાવો કરવામાં આવ્યો છે કે ઔરંગઝેબને 2 સપ્ટેમ્બર, 1669ના રોજ મંદિરનો નાશ થવાની પણ જાણ કરવામાં આવી હતી.
આ અગાઉ 1194માં મોહમ્મદ ગૌરીએ સૈયદ જમાલુદ્દીન મારફતે મંદિર તોડી પાડ્યું હતું. પુસ્તિકામાં કહેવામાં આવ્યું છે કે, સનાતન સમાજે બાદમાં મંદિરનું પુનનિર્માણ કર્યું હતું. પુસ્તિકામાં કહેવામાં આવ્યું છે કે આ મંદિરને ફરી એકવાર 1447માં જૌનપુરના સુલતાન મહમૂદ શાહે તોડી પાડ્યું હતું.
અકબર શાસનમાં મંત્રી રહેલા રાજા ટોદરમલની મદદથી આ મંદિરનું પુનર્નિર્માણ 1585માં કરવામાં આવ્યું હતું. ત્યારે નારાયણ ભટ્ટે મંદિરનું પુનઃ નિર્માણ કર્યું હતું. પુસ્તિકામાં કહેવામાં આવ્યું છે કે 1632માં શાહજહાંએ પણ મંદિરનો નાશ કરવાનો આદેશ આપ્યો હતો અને સૈન્ય મોકલ્યું હતું, પરંતુ હિન્દુ વિરોધને કારણે મુખ્ય મંદિરને દળો સ્પર્શી શક્યા ન હતા પરંતુ ત્યારબાદ કાશીના અન્ય 63 મંદિરોનો નાશ કરવામાં આવ્યો હતો.
1669માં ઔરંગઝેબના મંદિરનો નાશ થયા બાદ મરાઠા નેતાઓ દત્તાજી સિંધિયા અને મલ્હારરાવ હોલ્કરે 1752થી 1780 વચ્ચે આદેશ જારી કર્યા હતા અને 1770માં મહાદજી સિંધિયાએ દિલ્હીમાં મુઘલ સમ્રાટ શાહ આલમ બીજા એટલે કે અલી ગૌહર દ્વારા મંદિર તોડી પાડવાનું વળતર વસૂલવાનો આદેશ જારી કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં કાશી પર ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું અને મંદિરનું કામ અટકી ગયું હતું.
મહારાજા રણજીતસિંહે મંદિરના ગુંબજને સોનાની ચાદરથી ઢાંકી દીધું, ગ્વાલિયરની મહારાણી બૈજબાઈએ મંડપ બનાવ્યો, જ્યારે નેપાળના મહારાજાએ અહીં એક મોટી નંદીપ્રતિમા સ્થાપી.પુસ્તિકામાં કહેવામાં આવ્યું છે કે, 30 ડિસેમ્બર, 1810ના રોજ બનારસના તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ વોટસને કાઉન્સિલમાં ઉપરાષ્ટ્રપતિને પત્ર લખીને જ્ઞાનવાપી સંકુલને કાયમ માટે હિન્દુઓને સોંપવા જણાવ્યું હતું. પરંતુ તે ક્યારેય શક્ય બન્યું નહીં.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર