લખનઉમાં હિંસક પ્રદર્શન પર સીએમ યોગીએ કહ્યું - ઉપદ્રવીઓની સંપત્તિ જપ્ત થશે

News18 Gujarati
Updated: December 19, 2019, 9:39 PM IST
લખનઉમાં હિંસક પ્રદર્શન પર સીએમ યોગીએ કહ્યું - ઉપદ્રવીઓની સંપત્તિ જપ્ત થશે
લખનઉમાં હિંસક પ્રદર્શન પર સીએમ યોગીએ કહ્યું - ઉપદ્રવીઓની સંપત્તિ જપ્ત થશે

સીએમ યોગીએ કહ્યું - પ્રદર્શનના નામે હિંસા સહન કરવામાં આવશે નહીં

  • Share this:
લખનઉ : નાગરિકતા સંશોધન કાનૂન (Citizenship Amendment Act)ને લઈને ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ગુરુવારે હિંસક પ્રદર્શનથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘણા નારાજ છે. તે સતત આખા ઘટનાક્રમ ઉપર નજર રાખી રહ્યા છે. જાણકારી પ્રમાણે સીએમ યોગી આદિત્યનાથે અપર મુખ્ય સચિવ, ગૃહ અવનીશ અવસ્થી અને પ્રદેશના ડીજીપી ઓપી સિંહને ઉપદ્રવીઓ સામે સખત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે જનતાના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું છે. સાથે અફવાઓ ફેલાવનાર સામે પણ સખત નજર રાખવા કહ્યું છે.

સીએમ યોગીએ કહ્યું હતું કે લખનઉ અને સંભલમાં બબાલ કરવામાં આવી હતી. નાગરિકતા કાનૂન કોઈની વિરુદ્ધમાં નથી. વિપક્ષ ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. સીએમે કહ્યું હતું કે ઉપદ્વવીઓ સાથે કડકાઈથી નિપટવામાં આવશે. પ્રદર્શનના નામે હિંસા સહન કરવામાં આવશે નહીં. લખનઉમાં ઘણા વાહનોમાં આગ લગાડવામાં આવી છે. ઉપદ્રવીઓની સંપત્તિ જપ્ત કરીને ભરપાઇ કરવામાં આવશે. હિંસામાં રહેલા લોકોની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. લોકતંત્રમાં હિંસાનું કોઈ સ્થાન નથી. સંભલમાં પણ ઘણી ગાડીઓ સળગાવવામાં આવી છે.

આ પણ વાંચો - Q&A: જાણો શું છે નાગરિકતા સંશોધન કાનૂન 2019 અને NRC

લખનઉના કમિશ્નર મુકેશ મેશ્રામે કહ્યું હતું કે સ્થિતિ હવે નિયંત્રણમાં છે. ઉપદ્વવીઓની ઓળખ કરવામાં આવી રહી છે. સીસીટીવી અને બધા જ ફૂટેજ અમારી પાસે છે. બધા દોષિયો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. આ મામલામાં જેણે પણ આ પ્રદર્શન માટે સૂચના મોકલી અને આહવાન કર્યું તો બધા પાસેથી નુકસાનની ભરપાઇ કરવામાં આવશે.
First published: December 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading