સીએમ યોગી આદિત્યનાથની હિન્દુ સંતોને સલાહ, કહ્યું- આ એક કામ જરૂર કરો

News18 Gujarati
Updated: August 15, 2018, 6:43 PM IST
સીએમ યોગી આદિત્યનાથની હિન્દુ સંતોને સલાહ, કહ્યું- આ એક કામ જરૂર કરો
સીએમ યોગી આદિત્યનાથ

  • Share this:
અયોધ્યા: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના હિંદૂ સંતો અને મહંતોને ઓછામાં ઓછા પાંચ અથવા દસ ગાય અને બળદ પાડવાની સલાહ આપી છે. રામ મંદિર આંદોલનના નેતા રામચંદ્ર પરમહંસની 15મી પુણ્યતિથિ પર આ દિંગબર અખાડા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં યોગીએ કહ્યું કે, અયોધ્યામાં ઘણી બધી અનાથ ગાયો છે જેમની સ્થિતિ ખુબ જ ખરાબ છે. તેમને કહ્યું કે, હિન્દુ નેતાઓએ નિશ્ચિ રૂપથી આ જાનવરોનું સંરક્ષણ કરવું જોઈએ.

મુખ્યમંત્રીએ કહ્યું, ભાજપાના રાજ્યમાં સત્તામાં આવ્યા પછી ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ કરી દેવામાં આવ્યા છે. આ કારણે ઘણી બધી ગાયો અને આખલાઓ રસ્તાઓ અને ખેતરોમાં ફરી રહ્યાં છે.

તેમને કહ્યું, આ સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે ગૌશાળાઓ બનાવવા માટે રકમ રિલિઝ કરી છે પરંતુ આ માત્ર સરકારની જવાબદારી નથી. જનસહયોગ આવશ્યક છે. તેથી હું અયોધ્યાના મહંતોને અનુરૂધ કરીશ કે તેઓ ઓછામાં ઓછી પાંચ ગાયો અને પાચ બળદને પાળવાની જવાબદારી લે અને તેમનું ખર્ચ ઉપાડે.

72મી સ્વતંત્રતા દિવસે લખનઉમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાન ભવન મુખ્ય દરવાજા પર ધ્વજારોહણ કર્યું. આ દરમિયાન તેમને લોકોને સંબોધિત કરતાં કહ્યું કે, ભારતે માનવતાને જીવવાની પ્રેરણા આપી છે. આપણે ભારતને રાષ્ટ્રના રૂપમાં પ્રાચીન કાળથી માન્યું છે. રાષ્ટ્ર જમીનનો ટૂકડો હોતો નથી, આની પોતાની વિશિષ્ટ સાંસ્કૃતિ ઓળખ હોય છે.

તેમને કહ્યું કે, આપણો દેશ દુનિયાના પ્રાચીનતમ રાષ્ટ્રોમાં છે. હજારો વર્ષોની પરંપરાના આપણે બધા વારિસ છીએ. આપણી પાસે બધુ જ હોવા છતાં આપણું દેશ ગુલામ કેમ બન્યું? આજનો અવસર આપણને આનું ચિંતન કરવાની તક આપે છે. ગુલામીની ઝંઝીરોમાં ઝકડાવવા પાછળ આવશ્યક કોઈ મોટું કારણ રહ્યું હશે. તેમને કહ્યું કે, આપણે સંકલ્પ કરીએ કે જે કારણોથી દેશ ગુલામ થયો તેને સ્વાધીન ભારતમાં ફરીથી જન્મવા દઈશું નહી.
First published: August 15, 2018, 6:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading