UP News: રાજ્ય સરકારની મોટી જાહેરાત, ટેલેન્ટેડ પ્લેયર્સને આપશે સરકારી નોકરી
CM યોગીની મોટી જાહેરાત
સરકાર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી અનુસાર, મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી પ્રેરણા લેતા ઉત્તર પ્રદેશે ખેલ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર પ્રયાસો કર્યા છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગુરુવારે કહ્યું હતું કે, તેમની સરકાર પ્રતિભાશાળી ખેલાડીઓને સરકારી નોકરીઓ આપવા માટે સમર્પણ સાથે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે બે ખેલાડીઓ - લલિત ઉપાધ્યાય અને વિજય યાદવને ગેઝેટેડ ઓફિસર તરીકે નિમણૂક પત્ર આપવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં અન્ય ખેલાડીઓને પણ નોકરી આપવામાં આવશે.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી અનુસાર, મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી પ્રેરણા લેતા ઉત્તર પ્રદેશે ખેલ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર પ્રયાસો કર્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, "ઉત્તર પ્રદેશ એક માત્ર એવું રાજ્ય છે કે જેણે મેડલ જીતીને આ દેશને ગૌરવ અપાવનાર તમામ ખેલાડીઓનું સન્માન કર્યું છે." સંબોધન કરતી વખતે મુખ્યમંત્રીએ કહ્યું, "અમારી સરકાર ખેલાડીઓ માટે તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં કોઈ કસર છોડી રહી નથી.
યોગી આદિત્યનાથે દાવો કર્યો કે દરેક ગામમાં રમતના મેદાન માટે જમીન અનામત રાખવા, ઓપન જીમ બનાવવા, બ્લોક સ્તરે મિની સ્ટેડિયમ અને જિલ્લા સ્તરે સ્ટેડિયમ બનાવવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે મેજર ધ્યાનચંદના નામ પર રાજ્યની પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું નિર્માણ મેરઠમાં ચાલી રહ્યું છે. આ પ્રસંગે ખેલ અને યુવા કલ્યાણ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ગિરીશ ચંદ યાદવ, મુખ્ય સચિવ દુર્ગા શંકર મિશ્રા, અધિક મુખ્ય સચિવ (રમત) નવનીત સહગલ હાજર રહ્યા હતા.આપને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશમાં આવતીકાલે ગણતંત્ર દિવસની ઉજવણી શાનદાર રીતે ઉજવવામાં આવી હતી. આ ખાસ અવસર પર લખનઉ સહિત રાજ્યભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર