Home /News /national-international /News18 Special: રામ ભગવાનના અયોધ્યામાં બિરાજમાન થવા અંગે અને રામચરિતમાનસ સળગાવતા લોકો પર શું બોલ્યા CM યોગીજી?

News18 Special: રામ ભગવાનના અયોધ્યામાં બિરાજમાન થવા અંગે અને રામચરિતમાનસ સળગાવતા લોકો પર શું બોલ્યા CM યોગીજી?

યુપી સીએમ યોગી આદિત્યનાથનો રાજ્યના વિકાસનો પ્લાન

CM YOGI WITH NEWS18: સીએમ યોગીએ કહ્યું હતું કે મંદિરનું કામ અત્યાર સુધી સમયસર આગળ વધ્યું છે. સીએમ યોગીએ કહ્યું હતું કે જે દિવસે રામલલા સેંકડો વર્ષો પછી તેમના મંદિરમાં બિરાજશે તે દેશ અને દુનિયા માટે ખૂબ જ ગર્વનો દિવસ હશે, 

લખનૌ:  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે News18 India સાથેની ખાસ વાતચીતમાં રામ મંદિર નિર્માણની તારીખને લઈને મોટું નિવેદન આપ્યું છે. નેટવર્ક18ના એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથેની ખાસ વાતચીતમાં સીએમ યોગીએ કહ્યું હતું કે મંદિર સમયસર બનાવવામાં આવશે. મંદિરનું કામ અત્યાર સુધી  સમયસર આગળ વધ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે રામલલા પણ સમયાંતરે તેમના મંદિરમાં બિરાજશે અને જે દિવસે રામલલા સેંકડો વર્ષો પછી તેમના મંદિરમાં બિરાજશે તે દેશ અને દુનિયા માટે ખૂબ જ ગર્વનો દિવસ હશે,

બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામચરિતમાનસની નકલો સળગાવનારાઓ સામે કાર્યવાહી અંગે પૂછવામાં આવતા ન્યૂઝ18 ઈન્ડિયાને કહ્યું કે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. કાર્યવાહી કરવામાં આવી  છે. એટ્લે કે પગલાં લેવાઈ ચૂક્યા છે. રામચરિતમાનસ એક પવિત્ર ગ્રંથ છે. સમાજને જોડતું પુસ્તક છે. દરેક સનાતની તેના પ્રત્યે શ્રદ્ધા અને આદરની ભાવના ધરાવે છે.

આ પણ વાંચો: મુસ્લિમ મહિલાઓ કઝીન અને સોતેલા ભાઈ સાથે કરી શકે છે લગ્ન! પરંતુ આ કેસમાં સૌથી સુરક્ષિત સમજે છે દીકરીઓ

CM યોગીએ કહ્યું હતું કે સપ્ટેમ્બરના અંતથી ડિસેમ્બરની શરૂઆત સુધી ઉત્તર ભારતના દરેક ગામમાં રામલીલાનું આયોજન કરવામાં આવે છે. જો તે લોકોને રામચરિતમાનસની આ ભાવના વિશે જાણ હોત, તો તેઓએ પ્રશ્નો ઉભા કર્યા ન હોત.
" isDesktop="true" id="1333174" >
ઉત્તર ભારતમાં દરેક માંગલિક કાર્યક્રમમાં સુંદરકાંડના પાઠ હોય છે. રામચરિતમાનસમાં નિષાદ રાજ અને માતા શબરીનું પણ નિરૂપણ છે. તેની નકલો બાળનારાઓનું શું કહેવું. દરેકની બુદ્ધિમાં ફેર હોય છે.
First published:

Tags: Cm yogi aadityanath, યોગી આદિત્યનાથ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો