દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ SUPER EXCLUSIVE ઈન્ટરવ્યૂમાં Network18ના એડિટર ઈન ચીફ રાહુલ જોશીની સાથે ખાસ વાતચીત કરી રહ્યા છે. જેમાં તેમણે રોજગારી અંગે પણ જણાવ્યુ છે. તેમણે રોજગારી અંગે જણાવ્યુ કે, અમે ગત છ વર્ષોમાં પાંચ લાખ સરકારી નોકરીઓ આપી છે.
પાંચ લાખ સરકારી નોકરી
યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે, પીએમ મોદીનાં નેતૃત્તવમાં ઉત્તર પ્રેદશે પોતાની વિકાસ યાત્રા શરૂ કરી છે. કોરોનાના પડકાર છતાં પણ ઉત્તર પ્રદેશની જીડીપી બેગણી થઇ છે. પ્રતિ વ્યક્તિની આવક પણ બેગણી થઇ છે. અમે ગત છ વર્ષોમાં પાંચ લાખ સરકારી નોકરીઓ પણ આપી છે.
કાયદો અને વ્યવસ્થા અંગે યુપીની ધારણા બદલાઈ છે, દરેક તેને સ્વીકારે છે- યોગી આદિત્યનાથ
યુપીમાં કાયદો અને વ્યવસ્થાની વ્યાખ્યા બદલાઈ ગઇ છે દરેક તેનું પાલન કરે છે. આપણા બધાની પ્રેરણા પીએમ મોદી પાસેથી છે. અમે અન્ય રાજ્યોની નીતિઓનો અભ્યાસ કરી રહ્યા છીએ અને અમારી પોતાની નીતિ તૈયાર કરી રહ્યા છીએ. અમે 4 લાખ કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવને જમીન પર ઉતારીશું. અમે 10 ફેબ્રુઆરીએ જાહેરાત કરીશું કે, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023 દ્વારા અમે કેટલું રોકાણ લાવી શકીશું અને કેટલી નોકરીઓનું સર્જન કરીશું.
ન્યૂઝ 18 ઈંડિયા સાથે વાત કરતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વન ટ્રિલિયન ઈકોનોમીના ટાર્ગેટને પ્રાપ્ત કરવાના સવાલ પર તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભારતની 5 ટ્રિલિય ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યને પુરો કરવા માટે ઉત્તર પ્રદેશનો ઝડપી વિકાસ થવો જરુરી છે. અમે 6 વર્ષમાં રાજ્યની અર્થવ્યવસ્થાને ડબલ કરી છે. કોરોના મહામારીના પ્રભાવથી યૂપી બહાર આવી ચુક્યું છે. યૂપી ગ્લોબલ ઈંવેસ્ટર્સ સમિત 2023મા અમે રાજ્યના જીડીપીથી વધારે રોકાણ પ્રાપ્ત કરીશું. મને પુરો વિશ્વાસ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર