Home /News /national-international /

Maharashtra political crisis: CM ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી આવાસ છોડ્યું, સામાન લઈને માતોશ્રી પહોંચ્યા

Maharashtra political crisis: CM ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી આવાસ છોડ્યું, સામાન લઈને માતોશ્રી પહોંચ્યા

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે

Maharashtra political crisis: ઉદ્ધવ ઠાકરેએ (CM uddhav thackeray) મુખ્યમંત્રી આવાસ ખાલી કર્યું છે. ઠાકરે સામાન લઇ માતોશ્રી પહોંચ્યા છે. બાંદ્રા સ્થિત માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે, પુત્ર આદિત્ય ઠાકરે, ભાઇ તેજસ ઠાકરે અને રશ્મિ ઠાકરે પહોંચ્યા હતા.

વધુ જુઓ ...
    મુંબઇઃ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટની (Maharashtra political crisis) સ્થિતિ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ (CM uddhav thackeray) મુખ્યમંત્રી આવાસ ખાલી કર્યું છે. ઠાકરે સામાન લઇ માતોશ્રી પહોંચ્યા છે. બાંદ્રા સ્થિત માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે, પુત્ર આદિત્ય ઠાકરે, ભાઇ તેજસ ઠાકરે અને રશ્મિ ઠાકરે પહોંચ્યા હતા. એકનાથ સિંદેએ વિદ્રોહ કર્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટના વાદળો ઘેરાયા હતા.

    ઉલ્લેખનીય છે કે આજે રાજકીય સંકટ વચ્ચે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે ફેસબુકના માધ્યમથી મહારાષ્ટ્રની પ્રજાને સંબોધન કર્યુ હતું. ઉદ્ધવ ઠાકરે કહ્યુ કે, શિવસેના બાળાસાહેબ ઠાકરેના વિચાર આધારિત છે. શિવસેનાએ હિન્દુત્વને તરછોડ્યુ નથી.

    તેમણે એમ પણ કહ્યુ કે, તેઓ રાજીનામુ આપવા તૈયાર છે. ગુવાહાટી ગયેલા ધારાસભ્યો આવીને મારુ રાજીનામુ લઈને રાજ્યપાલને આપી શકે છે. હુ રાજીનામુ આપીને માતોશ્રી જતો રહીશ. પરંતુ શિવસેનાના સૈનિકોને કોઈ દગો ના આપે.

    સીએમ ઉદ્ધવે કહ્યું કે પદ લેવા પાછળ માત્ર સ્વાર્થ નથી. રાજકારણ કોઈ પણ વળાંક લઈ શકે છે. મારા જ લોકો મને મુખ્યપ્રધાન પદ પર નથી ઈચ્છતા, તો હું શું કરી શકું ? જો તમે આ જ કહેવા માંગતા હતા તો મારી સામે બોલવામાં શું નુકસાન હતું.

    આ પણ વાંચોઃ-Uddhav thackeray FB live: ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, 'હું CM પદ છોડવા તૈયાર, નારાજ ધારાસભ્યો સામે આવે''

    આ માટે સુરત જવાની શું જરૂર હતી ? જો તમે ઈચ્છો છો કે હું મુખ્યપ્રધાન ન બનું તો તે સારું છે. જો આમાંથી એક પણ ધારાસભ્ય મારી સામે આવીને કહે તો હું આજે રાજીનામું આપવા તૈયાર છું.

    આ પણ વાંચોઃ-Shocking Video: મુંબઈના રસ્તાઓ ઉપર ઈમોશનલ ડ્રામા, શિવસૈનિકોની આંખોમાં આસું

    મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘હું મારું રાજીનામું તૈયાર રાખું છું. જે ધારાસભ્ય મને રાજીનામું આપવા માંગે છે તેમણે આવીને મને જણાવવું જોઈએ. હું તેમના હાથમાં રાજીનામું આપીશ. આ મારી મજબૂરી નથી. આવા અનેક પડકારો આવ્યા છે અને અમે તેનો સામનો કર્યો છે. શિવસૈનિકો મને દગો ન આપો. જો મારા પછી શિવસૈનિક મુખ્યમંત્રી બને તો હું આ ઈચ્છું છું.
    Published by:ankit patel
    First published:

    Tags: Cm uddhav thackeray, Maharashtra News

    આગામી સમાચાર