રાજ્યપાલના નિર્ણયે વધારી ઉદ્ધવ ઠાકરેની ચિંતા, PM મોદીને ફોન કરીને માંગી મદદ

રાજ્યપાલના નિર્ણયે વધારી ઉદ્ધવ ઠાકરેની ચિંતા, PM મોદીને ફોન કરીને માંગી મદદ

સૂત્રોના મતે ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને ફોન પર વાત કરીને બતાવ્યું કે રાજ્યમાં રાજનીતિક અસ્થિરતા ઉભી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે

 • Share this:
  મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પોતાને એમએલસી નામાંકિત કરવાને લઈને રાજ્યપાલના નિર્ણય પર અસમંજસ વચ્ચે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને આ મામલામાં હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે. સુત્રોએ આ જાણકારી આપી છે.

  સૂત્રોના મતે ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને ફોન પર વાત કરીને બતાવ્યું કે રાજ્યમાં રાજનીતિક અસ્થિરતા ઉભી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ઉદ્ધવે કહ્યું કે કોવિડ-19થી ઝઝુમી રહેલા મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યમાં રાજનીતિક અસ્થિરતા ઠીક નથી. ઠાકરેએ પીએમ મોદીને આ મામલે દખલ કરવાની અપીલ કરી છે.

  આ પણ વાંચો - વ્હાઇટ હાઉસે PM મોદીનું ટ્વિટર હેન્ડલ કર્યું અનફોલો, રાહુલ ગાંધીએ કહ્યું - હું નિરાશ છું

  એક દિવસ પહેલા મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના સત્તારુઢ ગઠબંધન મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના નેતાઓએ રાજ્યપાલ બીએસ કોશ્યારી સાથે મુલાકાત કરી પોતોના કોટાથી ઉદ્ધવ ઠાકરેને એમએલસી મનોનીત કરવા માટે ફરી એકવખત ભલામણ કરી હતી. પ્રથમ વખત ભલામણ 9 એપ્રિલે રાજ્યના મંત્રિમંડળે કરી હતી.

  28 મે ના રોજ ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળના 6 મહિના પૂરા થઈ જશે. જોકે અત્યાર સુધી તે રાજ્યની વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય નથી. જો કોઈ પણ સદનના સભ્ય નહીં બની શકે તો ઠાકરેએ મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડશે.
  Published by:Ashish Goyal
  First published: