Home /News /national-international /CM સોરેને EDને ફેંક્યો પડકાર, કહ્યું- જો હું દોષિત છું તો આવો અને ધરપકડ કરીને દેખાડો

CM સોરેને EDને ફેંક્યો પડકાર, કહ્યું- જો હું દોષિત છું તો આવો અને ધરપકડ કરીને દેખાડો

ઝારખંડના સીએમ હેમંત સોરેને પ્રવર્તન નિર્દેશાલયને પડકાર આપતા કહ્યું કે હિમ્મત હોય તો ધરપકડ કરીને બતાવો.

પ્રવર્તન નિર્દેશાલય દ્વારા સમન્સ ઈસ્યુ કરવા છતાં ગુરુવારે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન રજૂ થયા નથી. હેમંત સોરેને કેન્દ્રીય એજન્સી ઈડીને પડકાર આપતા કહ્યું કે જો હું દોષિત છું તો તમે આવો અને ધરપકડ કરીને બતાઓ. રાંચીના મોરહાબાદીમાં ગુરુવારે ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકર્તા એકત્રિત થઈ રહ્યાં છે. આ કાર્યકર્તા સીએમ હેમંત સોરેનને પૂછપરછ માટે નોટિસ ઈસ્યુ કરવા પર ભાજપ અને કેન્દ્ર સરકારની વિરુદ્ધ દેખાવો કરી રહ્યાં છે. આ દરમિયાન હેમંત સોરેને ભાજપ પર જોરદાર હુમલો કર્યો હતો.

વધુ જુઓ ...
    રાંચીઃ પ્રવર્તન નિર્દેશાલય દ્વારા સમન્સ ઈસ્યુ કરવા છતાં ગુરુવારે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન રજૂ થયા નથી. હેમંત સોરેને કેન્દ્રીય એજન્સી ઈડીને પડકાર આપતા કહ્યું કે જો હું દોષિત છું તો તમે આવો અને ધરપકડ કરીને બતાઓ. રાંચીના મોરહાબાદીમાં ગુરુવારે ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકર્તા એકત્રિત થઈ રહ્યાં છે. આ કાર્યકર્તા સીએમ હેમંત સોરેનને પૂછપરછ માટે નોટિસ ઈસ્યુ કરવા પર ભાજપ અને કેન્દ્ર સરકારની વિરુદ્ધ દેખાવો કરી રહ્યાં છે. આ દરમિયાન હેમંત સોરેને ભાજપ પર જોરદાર હુમલો કર્યો હતો.

    સીએમ હેમંત સોરેને કહ્યું કે અમે રાજ્યમાં કેટલીક બહારની ગેંગની ઓળખ કરી છે, જે રાજ્યના આદિવાસીઓને તેમના પગ પર ઉભા થવા દઈ રહી નથી. સીએમ હેમંત સોરેને કહ્યું કે જો અમે ગુનો કર્યો હોય તો અમારી સીધી જ ધરપકડ કરો. તેમણે ED, ભાજપના કાર્યાલયની સુરક્ષા વધારી છે. ઝારખંડવાસીઓથી ડર લાગે છે? અમે તો કઈ કર્યું પણ નથી, જ્યારે ઝારખંડી તેમની ચીજો પર આવી ગયા તો એ દિવસો દૂર નથી કે તમને છુપાવવાની પણ જગ્યા મળશે નહિ.

    આ પણ વાંચોઃ ED Big Action News: ભષ્ટ્રાચારનો સફાયો કરવા EDની મોટી કાર્યવાહી, મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં 38 સ્થળો પર દરોડા

    હેમંત સોરેને કહ્યું કે આ લોકોએ પહેલેથી અહીંના આદિવાસીઓ, દલિતો, પછાતોને બરબાદ જ કરવાનું કામ કર્યું છે. અહીં લોકો ક્યારેય નથી ઈચ્છતા કે અહીંના આદિવાસી, દલિત, પછાત ક્યારે આગળ વધે. આ લોકોને આદિવાસીઓ, દલિતો અને પછાતોથી ડર લાગે છે. પોતાના આવાસની બહાર ભેગા થયેલા પોતાના સમર્થકોને સંબોધિત કરતા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે વર્તમાનની ગઠબંધનની સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર સરકાર બન્યા પછી શરૂ થયું હતું. ઘણી વખત અમારા વિરોધીઓએ પોતાની ચાલને સફળ કરવાનું કામ કર્યું અને દરેક વખતે તેમને સહન કરવું પડ્યું છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Hemant Soren, Jharkhand, Ranchi

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन