Home /News /national-international /

ઝાબુઆ વિસ્ફોટઃ રોષે ભરાયેલા લોકોએ CM શિવરાજ સિંહના કાફલાને રોક્યો, કર્યો ભારે હોબાળો

ઝાબુઆ વિસ્ફોટઃ રોષે ભરાયેલા લોકોએ CM શિવરાજ સિંહના કાફલાને રોક્યો, કર્યો ભારે હોબાળો

મધ્યપ્રદેશ#ઝાબુઆ જિલ્લાના પેટલાવદમાં રોષે ભરાયેલા લોકોએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો કાફલાને રોક્યો હતો. લોકોએ ઘટના સ્થળે જોરદાર હંગામો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પેટલાવદમાં શનિવારે થયેલા વિસ્ફોટમાં 88 લોકોના મોત થયા હતા. જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
મધ્યપ્રદેશ#ઝાબુઆ જિલ્લાના પેટલાવદમાં રોષે ભરાયેલા લોકોએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો કાફલાને રોક્યો હતો. લોકોએ ઘટના સ્થળે જોરદાર હંગામો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પેટલાવદમાં શનિવારે થયેલા વિસ્ફોટમાં 88 લોકોના મોત થયા હતા. જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.

લોકોના આક્રોશને જોતા મુખ્યમંત્રીના કાફલાને બીજા રસ્તે લઇ જવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. લોકોની ભીડ અને આક્રોશ જોઇને શિવરાજ સિંહ ચૌહાણ પોતાની કારમાંથી નીચે ઉતરીને લોકો સાથે વાત કરવાના પ્રયત્નો કર્યા હતા. ભીડથી ઘેરાયેલા શિવરાજ સિંહે રસ્તામાં બેસીને લોકો સાથે વાત કરી હતી.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પેટલાવદ દૂર્ઘટનાની ન્યાયિક તપાસ કરવા અંગે આદેશ આપ્યા છે. શિવરાજ સિંહે કહ્યું કે, દોષિતો સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વિશ્વ હિન્દી સમ્મેલનના સમાપન કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, અત્યાર સુધી 76 લાશોની ઓળખ કરાઇ ચૂકી છે. બાકીના લાશોની ઓળખ હજી બાકી છે.

મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ અને ગંભીર રૂપથી ઘાયલોને 50-50 હજાર રૂપિયાની રાહત રકમ મંજૂર કરી છે. સાથે જ ઘાયલોને સંપૂર્ણ સારવાર અંગે આદેશ આપ્યા છે.

રાજ્યપાલ રામ નરેશ યાદવે ઝાબુઆ જિલ્લાના પેટલાવદમાં થઇ દૂર્ઘટનામાં મૃતકોના પ્રતિ દૂઃખની લાગણી વ્યક્ત કરી છે. રાજ્યપાલે ઘાયલોને જલ્દીથી સ્વસ્થ થાય તે માટે આશા વ્યક્ત કરી છે.

રાજ્યપાલે મૃતકોના પરિવારજનોના પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે. રાજ્યપાલે પ્રસાશનને ઘાયલોને ઉત્તમ સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવા સાથે રાહત કાર્ય ઝડપથી કરવા અંગે આદેશ આપ્યા છે.
First published:

Tags: આદેશ, કાફલો, ઘાયલ, ઘેરાવ, તપાસ, મધ્યપ્રદેશ, રાજ્યપાલ, રોષ, લોકો, વ્યક્ત, શિવરાજસિંહ ચૌહાણ, સરકાર, સારવાર, સીએમ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन