Home /News /national-international /હરિયાણા શાંતીનો ટાપુ છે, નાની ઘટનાને મોટો મુદ્દો બનાવવામાં આવે છે: ખટ્ટર

હરિયાણા શાંતીનો ટાપુ છે, નાની ઘટનાને મોટો મુદ્દો બનાવવામાં આવે છે: ખટ્ટર

પ્રધાનમંત્રીની ખેડૂતોની આવક બે ઘણી કરવાના સપના માટે મધ્યપ્રદેશ કામ કરી રહ્યું છે...

પ્રધાનમંત્રીની ખેડૂતોની આવક બે ઘણી કરવાના સપના માટે મધ્યપ્રદેશ કામ કરી રહ્યું છે...

    દેશના સૌથી મોટા મીડિયા સમૂહ નેટવર્ક 18ના 'રાઈઝિંગ ઈન્ડીયા સમિટી'ની શરૂઆત થઈ ગઈ છે. દેશના મોટા મોટા નેતાઓ, બિઝનેસ મેન અને મોટી સેલિબ્રિટી સહિત કેટલાએ મહેમાનો ઉપસ્થિત છે. ત્યારે નવી રાહ, નવા સપનાના સેશનમાં મધ્યપ્રદેશના સીએમ શિવરાજ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સાથે વાતચીત કરવામાં આવી, તો જોઈએ આ ત્રણ રાજ્યના મુખ્યમંત્રીએ રાઈઝિંગ ઈન્ડીયા સમિટમાં શું કહ્યું?

    મધ્યપ્રદેશમાં આ વર્ષે યોજવામાં આવનાર વિધાનસભા ચૂંટણીને લઈ શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયાને સીધો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, આ વખતે પણ સરકાર બીજેપીની જ બનશે.

    તેમણે બિઝનેસ મુદ્દેના સવાલ પર શિવરાજસિંહે કહ્યું કે, અમારી સરકારે પાંચ લાખ કરોડના કરાર કર્યા છે. જમીન પર બે લાખ કરોડનો કરાર, અને અઢી લાખ લોકોને રોજગારી આપવાનું અમારૂ લક્ષ્યાંક છે. અમે રાજ્યમાં લઘુ અને કુટીર ઉદ્યોગનો વિકાસ થાય તેના પર પણ ભાર આપી રહ્યા છીએ.

    શિવરાજ સિંહે અમરીશ દેવગન સાથે વાતચિત કરતા શાયરાના અંદાજમાં કહ્યું કે, તેમનું દિલ માત્ર મધ્યપ્રદેશની જનતા માટે જ ધટકે છે. શિવરાજસિંહે કહ્યું કે, પહેલા એમપી બિમાર રાજ્ય કહેવામાં આવતું હતું, અમારી સરકાર રાજ્યને વિકાસના રસ્તા પર લાવી. તેમણે જણાવ્યું કે, આજે રાજ્યમાં સાતે દિવસ ચોવિસ કલાક વિજળી છે. પહેલા 2900 મેગાવોટ વિજળી જ રાજ્યમાં હતી અને આજે 18 હજાર મેગાવોટ વિજળી મધ્યપ્રદેશ પાસે છે.

    શિવરાજસિંહે જણાવ્યું કે, ઘઉંનું બંપર ઉત્પાદન મધ્યપ્રદેશની મોટી સમસ્યા છે. ક્યારેક ઘઉં પંજાબ અને હરિયાણામાં થતા હતા. બંપર ઉત્પાદનના કારણે પાકની કિંમત ઓછી થઈ છે. અમે ભાવાન્તર માટે યોજના લઈને આવી રહ્યા છે, ખેડૂતોને નુકશાનીની ખેતી નહીં કરવા દઈએ. પ્રધાનમંત્રીની ખેડૂતોની આવક બે ઘણી કરવાના સપના માટે મધ્યપ્રદેશ કામ કરી રહ્યું છે.

    આ બાજુ, હરિયાણા મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે, હરિયાણા શાંતીનો ટાપુ છે. બળાત્કારની ઘટનાઓ પહેલા પણ થતી હતી, પરંતુ હવે અહીંની નાની-નાની ઘટનાને મોટો મુદ્દો બનાવવામાં આવે છે. હરિયાણામાં કાયદો અને વ્યવસ્થા કોઈ સમસ્યા નથી.

    આ બાજુ હિમાચલના મુખ્યપ્રધાનને બોલિવુડ એક્ટર્સ કંગના રાણાવતે હરિયાણાના મુખ્યપ્રધાનને નવી સરકાર બનાવવા માટે શુભેચ્છા પાઠવી સલાહ આપી કે, હિમાચલમાં રસ્તાની કનેક્ટિવિટીની મોટી સમસ્યા છે અને હિમાચલની સરકારે આ મુદ્દે થોડું કામ કરવાની જરુર છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Employment, People, Says

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन