MP: શિવરાજ સિંહના 'જમ્બો કેબિનેટ'માં 28 નવા મંત્રીઓએ લીધી શપથ

News18 Gujarati
Updated: July 2, 2020, 12:48 PM IST
MP: શિવરાજ સિંહના 'જમ્બો કેબિનેટ'માં 28 નવા મંત્રીઓએ લીધી શપથ
સિંધિયા સમર્થકોને પણ મંત્રીમંડળમાં સામેલ કરવાને લઈ બીજેપી હાઇ કમાન્ડ સુધી ચર્ચા વિચારણા કરવી પડી હતી

સિંધિયા સમર્થકોને પણ મંત્રીમંડળમાં સામેલ કરવાને લઈ બીજેપી હાઇ કમાન્ડ સુધી ચર્ચા વિચારણા કરવી પડી હતી

  • Share this:
ભોપાલઃ તમામ ચર્ચાઓ બાદ આખરે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan)ની ‘જમ્બો કેબિનેટ’નો વિસ્તાર થયો છે. કેબિનેટને લઈને ઘણા લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. નોંધનીય છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) અને તેમના સમર્થક કૉંગ્રેસ (Congress)ના ધારાસભ્યો બીજેપી (BJP)માં જોડાયા બાદ ફરી એકવાર શિવરાજ સિંહ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ કેબિનેટનો પૂર્ણ વિસ્તાર નહોતી થઈ શકતો.

આજે કુલ 28 મંત્રીઓએ શપથ લીધી જેમાં 20 કેબિનેટ મંત્રી, 8 રાજ્ય મંત્રી સામેલ છે. તેમાં ગોપાલ ભાર્ગવ, વિજય શાહ, યશોધરા રાજે સિંધિયા સહિત અનેક મોટા નેતા સામેલ રહ્યા.

શપથગ્રહણ સમારોહ બાદ શિવરાજ સિંહ ચૌહાણે પણ નવા મંત્રીઓનને શુભેચ્છા પાઠવી. તેઓએ કહ્યું કે, આજે મંત્રી પદના શપથ લેનારા મારા તમામ સાથીઓને હાર્દિક શુભેચ્છા. આપણે સૌ મધ્ય પ્રદેશની પ્રગતિ, વિકાસ તથા જન કલ્યાણના લક્ષ્યોની પ્રાપ્તિ માટે સાથે મળી કાર્ય કરીશું. મને વિશ્વાસ છે કે રાજ્યના નવનિર્માણમાં આપ સૌનો ભરપૂર સહયોગ અને યોગદાન મળશે.


આ પણ વાંચો, પ્રિયંકા ગાંધી લોધી રોડનો સરકારી બંગલો ખાલી કરશે, પરંતુ UP નહીં જાયઃ સૂત્ર

સિંધિયા સમર્થકોને પણ મંત્રીમંડળમાં સામેલ કરવાને લઈ બીજેપી હાઇ કમાન્ડ સુધી ચર્ચા વિચારણા કરવી પડી. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તેને લઈને ગતિવિધિઓ ઘણી વધી ગઈ હતી. પરંતુ હવે CM શિવરાજની ટીમની રચના થઈ ચૂકી છે જેમાં 28 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે.

કલાકોની મેરાથોન બેઠક બાદ નવા મંત્રીઓના નામ પર સહમિત સધાઈ

શિવરાજ સિંહ ચૌહાણ થોડાક દિવસ પહેલા નવી દિલ્હીની મુલાકાતે ગયા હતા અને અમિત શાહ, જેપી નડ્ડા ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. કલાકોની મેરાથોન બેઠક બાદ નવા મંત્રીઓના નામ પર સહમતિ સધાઈ હતી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે શિવરાજ કેબિનેટનો વિસ્તાર સોમવારે જ થઈ જશે. પરંતુ, 1 જુલાઈએ શિવરાજ સિંહે જ તમામ અટકળોને ફગાવીને ગુરુવારે કેબિનેટ વિસ્તાર કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો, સુશાંતે આત્મહત્યા કરી ત્યારે ઘરે હાજર જ હતો તેનો મિત્ર સિદ્ધાર્થ, પોલીસે ફરી કરી પૂછપરછ

આ દરમિયાન મધ્ય પ્રદેશના હાલના રાજ્યપાલ લાલજી ટંડનની તબિયત ખરાબ હોવાના કારણે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે જેથી બંધારણીય પ્રક્રિયા કોઈ અડચણ વગર ચાલતી રહે.
First published: July 2, 2020, 12:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading