જો તમારી પાસે આ રાજ્યનું રેશન કાર્ડ છે તો મળશે 4000 રૂપિયા, કરોડો લોકોના ખાતામાં આવશે આ મહિને પૈસા

જો તમારી પાસે આ રાજ્યનું રેશન કાર્ડ છે તો મળશે 4000 રૂપિયા, કરોડો લોકોના ખાતામાં આવશે આ મહિને પૈસા
2000 રૂપિયાનો પ્રથમ હપ્તો મે મહિનામાં આપવામાં આવશે

2000 રૂપિયાનો પ્રથમ હપ્તો મે મહિનામાં આપવામાં આવશે

  • Share this:
    નવી દિલ્હી : જો તમારી પાસે પણ રેશન કાર્ડ (Ration Card)છે તો રાજ્ય સરકાર તરફથી તમને 4000 રૂપિયા કેશ આપવામાં આવશે. તમિલનાડુ સરકારે (Tamil Nadu Government)કેશ આપવાની જાહેરાત કરી છે. તમિલનાડુના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યા પછી એમ કે સ્ટાલિને દરેક પરિવારને કોરોના રાહતના રુપમાં 4000 રૂપિયા આપવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં 2000 રૂપિયાનો પ્રથમ હપ્તો મે મહિનામાં આપવામાં આવશે.

    કરોડો રેશનકાર્ડ ધારકોને મળશે ફાયદો



    રાજ્ય સરકારની આ જાહેરાતથી 2.7 કરોડ રેશનકાર્ડ ધારકોને ફાયદો થશે. આ સિવાય સીએમ સ્ટાલિને એ પણ જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર બધા સ્ટેટ ગર્વમેન્ટ ઇન્સ્યોરન્સ કાર્ડહોલ્ડર્સને ખાનગી હોસ્પિટલમાં કોરોના સંબંધિત સારવારનો ખર્ચ ઉપાડશે.

    આ પણ વાંચો - કોરોના પોઝિટિવ હોવા છતા લગ્નમાં હાજર રહ્યો યુવક, ડાન્સ કર્યો, ખાવાનું પીરસ્યું, કિંમત આખા ગામે ચૂકવી

    ગત વર્ષે સરકાર આપી રહી હતી 2500 રૂપિયા

    તમિલનાડુ સરકારે ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં પોંગલ ઉત્સવની ખુશીમાં 2500 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો હતો. તમને જણાવી દઈએ કે તે સમયે મુખ્યમંત્રી પલાનીસ્વામીએ ચોખા લેવા માટે બધા રેશનકાર્ડ ધારકોને 2500 રૂપિાયા રોકડા આપવાની જાહેરાત કરી હતી. આ સિવાય એક કિલો ચોખા, ખાંડ અને એક શેરડી પણ મફત આપવામાં આવી હતી.

    તમને જણાવી દઈએ કે AIADMK સરકારે 2014માં રાજ્યના લોકો માટે 1 કિલો ચોખા અને 1 કિલો ખાંડ સાથે 100 રૂપિયા આપવાની શરૂઆત કરી હતી. 2018માં આ રકમ વધારીને 1000 રૂપિયા કરવામાં આવી હતી. આ પછી 2500 રૂપિયા કરવામાં આવી હતી. હવે નવા મુખ્યમંત્રી સ્ટાલિને દરેક પરિવારને કોરોના રાહતના રૂપમાં 4000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
    Published by:Ashish Goyal
    First published:May 08, 2021, 15:12 pm

    ટૉપ ન્યૂઝ