ગેસ લીકથી મરનારના પરિવારજનોને 1-1 કરોડ રૂપિયાનું વળતર અપાશે : CM જગનમોહન

ગેસ લીકથી મરનારના પરિવારજનોને 1-1 કરોડ રૂપિયાનું વળતર અપાશે : CM જગનમોહન
મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી

સાથે જ જેમની હાલત ગંભીર છે તેમને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

 • Share this:
  વિશાખાપટ્ટનમ (Visakhapatnam)માં એલજી પૉલીમર્સ ફેક્ટ્રી (LG Polymers) ગેસ ગળતર દુર્ધટનામાં જીવ ગુમાવનાર લોકોને રાજ્ય સરકાર તરફથી 1-1 કરોડ રૂપિયાનું વળતર ફાળવવામાં આવશે. આ અંગે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી (Jagan Mohan Reddy) જાહેરાત કરી છે. વધુમાં, ગુરુવારે તેમણે કિંગ જૉર્જ હોસ્પિટલ પહોંચીની પીડિત લોકોના ખબર અંતર પણ પુછ્યા હતા. આ પછી તેમણે આ વળતળની જાહેરાત કરી છે. સાથે જ જે પીડિત વેન્ટિલેટર પર છે, જેમની હાલત ગંભીર છે તેમને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

  ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગેસ પ્લાન્ટમાં ગેસ ગળતર થવાના કારણે 11 લોકોના મોત થયા છે. અને અન્ય 1000 તેનાથી પ્રભાવિત થયા છે.
  રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા બળ (NDRF)ના મહાનિર્દેશક એસએન પ્રધાને વધુમાં જણાવ્યું છે કે પ્લાન્ટ ગેસ ગળતર હવે ઓછું થઇ ગયું છે. પણ એનડીઆરએફ કર્મી ત્યાં આ સંપૂર્ણપણે બંધ થઇ જાય ત્યાં સુધી હાજર રહેશે. તેમણે પણ આ દુર્ધટનામાં 11 લોકોના મોતની ખબર સ્વીકારી છે. સાથે રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સદસ્ય કમલ કિશોરે જણાવ્યું કે પ્લાન્ટની આસપાસના વિસ્તારમાં રહી રહેલા લગભગ 1000 લોકો ગેસ ગળતરથી પ્રભાવિત થયા છે. પ્રધાને કહ્યું કે પ્લાન્ટથી 3 કિમીના દાયરામાં રહેતા 200 થી 250 પરિવારેના લગભગ 500 જેટલા લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલવામાં આવ્યા છે.


  ત્યાં જ એનડીઆરએફના મહાનિર્દેશક સત્યનારાયણ પ્રધાને જણાવ્યું કે એનડીઆરએફ દ્વારા જે બચાવ અભિનાય ચલાવવામાં આવી રહ્યું છે તેમાં 27 તેવા લોકો પણ સામેલ છે જે ઐદ્યોગિક ગળતરથી કેવી રીતે બચવું તેના નિષ્ણાંત છે. અને 80 થી 90 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
  Published by:News18 Gujarati
  First published:May 07, 2020, 16:53 pm

  ટૉપ ન્યૂઝ