Home /News /national-international /મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી, અગાઉ ધમકી ભરેલો પત્ર પણ મળ્યો હતો

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી, અગાઉ ધમકી ભરેલો પત્ર પણ મળ્યો હતો

CM એકનાથ શિંદે (ફાઈલ ફોટો)

મહારાષ્ટ્રના સીએમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આત્મઘાતી હુમલા દ્વારા વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ધમકી મળતો ફોન કોલ આવ્યો છે. એક મહિના પહેલા ધમકી ભરેલો પત્ર પણ આવ્યો હતો.

    મુંબઈ: મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને આત્મઘાતી વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તેની જાણકારી ગુપ્તચર વિભાગને મળી છે. વિશ્વસનિય સૂત્રો પાસેથી આ વિગતો સામે આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદેને જાનથી મારી નાખવાની ધમકી ભરેલો એક પત્ર એક મહિના પહેલા પણ આવ્યો હતો. જેમાં સીએમ શિંદેને જાનથી મારી નાખવાની વાત કહેવામાં આવી હતી. હવે ધમકીભર્યો ફોન આવ્યો છે. આ અગાઉ નક્સલવાદીઓ દ્વારા મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

    આ પણ વાંચો: મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, વર્લીથી શિવસેનાના 3000 સમર્થકો એકનાથ શિંદે જૂથમાં જોડાયા

    તો વળી સીએમ શિંદેએ આ ધમકી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આવી ઘટનાઓ પહેલા પણ થઈ છે. જ્યારે હું મુખ્યમંત્રી નહોતો ત્યારે પણ, જો કે, તેની કોઈ અસર મારા પર થઈ નથી અને આગળ પણ થશે નહીં. આ ઉપરાંત તેમણે કહ્યું કે, પોલીસ પોતાનું કામ કરશે, ગૃહમંત્રાલય સક્ષમ છે. આ પ્રકારની હરકત કોઈ ન કરી શકે. સીએમ શિંદેએ કહ્યું કે, હું લોકોને મળતો રહું છું. તે આવી જ રીતે ચાલતું રહેશે. હું આવી ધમકીઓથી ડરવાનો નથી.


    રાજ્યના ગુપ્તચર વિભાગના અધિકારી આશુતોષ ડુંબરેએ મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાનો ખતરો હોવા સંબંધિત સૂચના મળવાની પુષ્ટિ કરી છે. ડુંબરેએ વિવરણ શેર કર્યા વિના કહ્યું કે, સૂચના બાદ અમે જરુરી પગલા ઉઠાવ્યા છે, અને મુખ્યમંત્રીની સુરક્ષા વધારી દીધી છે. મુખ્યમંત્રીને વધારાની સુરક્ષા આપી દેવામાં આવી છે. જેમને ઝેડ પ્લસ સુરક્ષા મળેલી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી આવાસ અને તેમના વ્યક્તિગત ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Eknath Shinde, Maharashtra

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन