24 કલાકથી LG ઓફિસમાં કેજરીવાલ અને તેમના સાથીઓ ધરણા પર

News18 Gujarati
Updated: June 13, 2018, 8:41 AM IST
24 કલાકથી LG ઓફિસમાં કેજરીવાલ અને તેમના સાથીઓ ધરણા પર

  • Share this:
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રિમંડળના સહયોગી પોતાની માંગોને લઈને 24 કલાકથી ઉપરાજ્યપાલ કાર્યાલયમાં બેઠા છે. કેજરીવાલ અને તેમના મંત્રિઓએ આઈએએસ અધિકારીઓને હડતાલ ખત્મ કરવાનો નિર્દેશ આપવા અને ચાર મહિનાથી કામ-કાજને રોકીને અધિકારીઓને વિરૂદ્ધ કાર્યવાહી કરવા સહિત ત્રણ માંગો મૂકી છે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલના કાર્યાલયમાં હાજર કેજરીવાલે ટ્વિટ કર્યું, સત્યેન્દ્ર જેને અનિશ્ચિત સમયનો અનશન શરૂ કરી દીધો છો. જૈને ઉપરાજ્યપાલના કાર્યાલય બહાર બપોરે 11 વાગ્યાથી અનસન શરૂ કર્યો છે.

સોમવારે સાંજે કેજરીવાલ પોતાના ત્રણ મંત્રિઓ સાથે એલજીને મળવા માટે તેમની ઓફિસે પહોંચ્યા હતા. એલજી ઓફિસમાં કેજરીવાલ અને ત્રણેય આપ નેતા અડધા કલાક સુધી રહ્યાં. થોડી વાર પછી ખબર પડી કે, દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયા, મંત્રી સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય ઉપરાજ્યપાલના વેટિંગ રૂમમાં જ ધરણા પર બેસી ગયા છે.

આનાથી પહેલા સાંજે 5:30 વાગે એલજી સાથે મુલાકાત કરીને કેજરીવાલે તેમને આઈએએસ અધિકારીઓને કામ પર પરત ફરવા માટે આદેશ રજૂ કરવા માટે કહ્યું હતું. એલજી પાસેથી કોઈ રિસ્પોન્સ ન મળવાથી કેજરીવાલ સહિત ત્રણેય આપ નેતાઓએ ત્યાં વેટિંગ રૂમમાં જ ડેરા નાંખી દીધા. આખી રાત એલજી ઓફિસની બહાર આપ નેતાઓ ભેગા થતાં રહ્યાં.મંગળવારે સવારથી જ સીએમ કેજરીવાલના આવાસ બહાર જ ધરણાની પૂરેપૂરી તૈયારી થઈ ચૂકી છે. પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ અને ખેડૂતોના મુદ્દાને લઈને કેજરીવાલ પોતાના ચિરપરિચિત અંદાજમાં કેન્દ્ર સરકારે પર દબાણ બનાવવાની તૈયારીમાં છે. આપ નેતાની માનીએ તો કેજરીવાલ આ ધરણાને કેટલાક દિવસ સુધી ખેંચી શકે છે. કેજરીવાલના સમર્થનમાં આપ કાર્યકર્તાઓએ પણ સીએમ આવાસની બહાર જ ટેન્ટ લગાવીને જ ધરણા શરૂ કરી દીધા છે.

આનાથી પહેલા જ સીએમ કેજરીવાલના બગાવતના સુર નજરે આવી રહ્યાં હતા, જ્યારે તેમને દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ કરાવવા માટે 06 જૂનથી વિશેષ સત્ર બોલાવ્યો હતો. આ પછી તો કેજરીવાલે એલજી દિલ્હી છોડોનો નારો પણ આપ્યો.

આપ નેતા સંજય સિંહનું કહેવું છે કે, અમે શોખથી આંદોલન કરી રહ્યાં નથી. 04 મહિનાથી દિલ્હીનું બધુ જ કામ ઠપ પડ્યું છે. આઈએએસ અને એલજી દિલ્હીના ટેક્સ પેયર પાસેથી સેલરી લે છે પરંતુ કામ કરી રહ્યાં નથી.

 

 
First published: June 12, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading