સીએમ અશોક ગેહલોતનો મોટો નિર્ણયઃ રાજસ્થાનમાં હવે સીધી નહીં કરી શકે CBI તપાસ

News18 Gujarati
Updated: July 20, 2020, 11:03 PM IST
સીએમ અશોક ગેહલોતનો મોટો નિર્ણયઃ રાજસ્થાનમાં હવે સીધી નહીં કરી શકે CBI તપાસ
ફાઈલ તસવીર

રાજ્ય સરકારે સીબીઆઈ તપાસ અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે સીબીઆઈ સીધી રીતે રાજસ્થાનમાં કોઈપણ કેસની તપાસ નહીં કરી શકે.

  • Share this:
જયુપરઃ પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંગ્રામ વચ્ચે અને કેન્દ્ર સરકારના (Central Government) સંભાવિત ટકરાવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે (State Government) સીબીઆઈ તપાસ (CBI Investigation) અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે સીબીઆઈ સીધી રીતે રાજસ્થાનમાં કોઈપણ કેસની તપાસ નહીં કરી શકે. સીબીઆઈને તપાસ કરવા માટે પહેલા રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. રાજ્યના ગૃહ વિભાગે આ સંબંધે અધિસૂચના રજૂ કરી છે. આ અંગે કેન્દ્રીય ભાજપના નેતાઓ (BJP leader) કથિત ઓડિયો ટેપ મામલામાં સીબીઆઈ તપાસને લઈને કરવામાં આવેલી માંગ સાથે જોડવામાં આવી રહ્યું છે.

21 જાન્યુઆરી 1989માં થયો હતો કરાર
ભારત સરકાર અને રાજસ્થાન સરકાર વચ્ચે 21 જાન્યુઆરી 1989ના દિવસે કરાર થયો હતો. આ અંતર્ગત દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ 1946 અંતર્ગત સીબીઆઈ તપાસ ઉપર સહમતી અંગે શરત નક્કી થઈ હતી. આ વચ્ચે રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાન દરમિયાન રવિવાર 19 જુલાઈએ ગૃહ વિભાગ તરફથી અધિસૂચના રજૂ કરવામાં આવી છે. આમાં પૂર્વમાં દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ અંતર્ગત રજૂ અધિસૂચનાઓને ખતમ કરી દીધી છે.

રાજ્ય સરકારની સહમતીનો આપ્યો હવાલો
ગૃહવિભાગે સીબીઆઈ તપાસ અંગે સમય-સમય ઉપર થયેલા વિભિન્ન સંશોધનનો લઈને રાજ્ય સરાકરથી સામાન્ય સહમતી માંગવાનો હવાલો આપ્યો છે. ત્યારબાદ 26 જૂન 1990એ કેન્દ્રને પત્ર લખીને એવી સામાન્ય સહમતી અસ્વીકૃત કરવાનો હવાલો આપ્યો હતો. ગૃહ વિભાગે કહ્યું હતું કે રાજસ્થાન સરકારે દિલ્હી પોલીસના અધિનિયમ ધારા 3 અંતર્ગત કોઈપણ ગુના કે ક્લાસ ગુનાની તપાસ માટે દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના અધિનિયમ 1946ની ધારા 6 અંતર્ગત સામાન્ય સહમતિ આપવા માટે ઈન્કાર કરી દીધો.

આ પણ વાંચોઃ-સિપ્લા, હેટેરો ડ્રગ્સ બાદ આ કંપનીએ ભારતમાં લોન્ચ કરી કોરોનાની દવા DESREMTM, આટલી છે કિંમતઆ પણ વાંચોઃ-અંધવિશ્વાસે હદ વટાવી! બીમાર યુવતીને સારવારના નામ પર તાંત્રિકે ખવડાવ્યું ભૂંડનું મળ

આ પણ વાંચોઃ-એક યુવકને લોકડાઉન દરમિયાન બટર ચિકન ખાવું 1.23 લાખ રૂપિયામાં પડ્યું. જાણો રસપ્રદ ઘટના

પ્રત્યેક કેસમાં સીબીઆઈ તપાસ માટે મંજૂરી જરૂરી
રાજ્ય સરકારના અધિસૂચના થકી છેલ્લી બદી સામાન્ય સહમતીની શરતોને નિરસ્ત કરી દીધી છે. હવે ધારા 3 અંતર્ગત કોઈ વિશેષ અપરાધ અથવા કોઈ અપરાધ વર્ગની તપાસ માટે રાજસ્થાન સરકારની પૂર્વ સમહતિ આવશ્યક રહેશે.

જોકે, દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ 1946ની ધારા 6 અંતર્ગત વિશિષ્ટ વ્યક્તિગત મામલામાં રાજસ્થાન સરકાર દ્વારા પૂર્વમાં આપવામાં આવેલી બધી સહમતિ માન્ય બની રહેશે. અર્થાત વ્યક્તિગત મામલોમાં સીબીઆઈ તપાસ કરી શકશે.
Published by: ankit patel
First published: July 20, 2020, 11:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading