Home /News /national-international /CM Ashok Gehlot Viral Video: સીએમ અશોક ગેહલોતે માસ્ક પહેરીને પી લીધું ચરણામૃત, સ્પષ્ટતામાં કહ્યુ- 'આ ષડયંત્ર છે', જુઓ વીડિયો

CM Ashok Gehlot Viral Video: સીએમ અશોક ગેહલોતે માસ્ક પહેરીને પી લીધું ચરણામૃત, સ્પષ્ટતામાં કહ્યુ- 'આ ષડયંત્ર છે', જુઓ વીડિયો

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

CM Ashok Gehlot : આ વાયરલ વીડિયો અંગે જ્યારે મુખ્યમંત્રી ગેહલોતને પૂછ્યું ત્યારે તેમણે આ આખી ઘટનાને ષડયંત્ર ગણાવી દીધુ. તેમને જણાવ્યુ કે, ખબર નહીં લોકો ક્યાં ક્યાંથી વીડિયો લઇને આવી જાય છે. એમનું કામ જ આ છે. જે લોકો કામ નથી કરતા તે વિવાદ કરે છે.

વધુ જુઓ ...
જયપુર : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, મુખ્યમંત્રી ગેહલોત એક મંદિરમાં દર્શન કરી રહ્યા છે. તે દરમિયાન માસ્ક પહેરેલુ છે. તેમને જ્યારે ચરણામૃત આપવામાં આવે છે ત્યારે મોઢા પરથી માસ્ક હટાવ્યા વગર જ ચરણામૃત પી રહ્યા છે. તેમના આ વીડિયો પર લોકો ખુબ મજા લઈ રહ્યાં છે અને કોમેન્ટ કરી રહ્યાં છે. આ વીડિયો જેસલમેર સ્થિત પ્રસિદ્ધ રામદેવરા મંદિરનો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. 2 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી અશોક ગેહલોત દર્શન માટે રામદેવરા મંદિર પહોંચ્યા હતા. પાંચ દિવસ જૂનો આ વીડિયો મંગળવારથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જોકે, આ અંગે અશોક ગેહલોતે સ્પષ્ટતા કરતા કહ્યુ કે, મને ખબર નથી કે આ વીડિયો ક્યાંનો છે.

મુખ્યમંત્રી ગેહલોતની સ્પષ્ટતા

ન્યૂઝ એજન્સી એએનઆઈએ આ વાયરલ વીડિયો અંગે જ્યારે મુખ્યમંત્રી ગેહલોતને પૂછ્યું ત્યારે તેમણે આ આખી ઘટનાને ષડયંત્ર ગણાવી દીધુ. તેમને જણાવ્યુ કે, ખબર નહીં લોકો ક્યાં ક્યાંથી વીડિયો લઇને આવી જાય છે. એમનું કામ જ આ છે. જે લોકો કામ નથી કરતા તે વિવાદ કરે છે. આ માત્ર એક ષડયંત્ર છે. ન્યૂઝ ચલાવવામાં તમે જોતા હશો કે ફેક ન્યૂઝ પણ ચલાવી દે છે. મને ખબર નથી કે તે વીડિયો ક્યાનો છે. કોઇ માસ્ક લગાવીને પાણી પી શકે? આ વિચારવા જેવી વાત છે. માસ્ક લગાવેલું હોય પરંતુ પાણી પીતી વખતે તો માસ્ક ઉતારી દેતા હોય છે.

રણબીર-આલિયા ન કરી શક્યા મહાકાલના દર્શન, હિંદુ સંગઠનોએ કર્યો વિરોધ



મંદિરમાં મોદી-મોદીના લાગ્યા હતા નારા

મળતી માહિતી પ્રમાણે, અશોક ગેહલોત શુક્રવારે જેસલમેરની પાસે રામદેવરામાં લોક દેવતા બાબા રામદેવ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક શ્રદ્ધાળુઓએ રાજકીય નારા પણ લગાવ્યા હતા. ત્યાં હાજર એક વ્યક્તિએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, મુખ્યમંત્રી ગેહલોતને મંદિર પરિસરમાં વીઆઈપી માટે બનેલા માર્ગથી પ્રવેશ આપ્યો અને જ્યારે તે બાબા રામદેવની સમાધી તરફ જઈ રહ્યાં હતા ત્યારે લાઇનમાં ઉભેલા કેટલાક શ્રદ્ધાળુઓના સમૂહે રાજકીય નારા પણ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા અને લાઇનમાં ઉભેલા શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી રહ્યાં હતા તો તેમાંથી કેટલાકે અશોક ગેહલોત ઝિંદાબાદનો નારો લગાવ્યો હતો. તેના જવાબમાં લાઇનમાં ઉભેલા શ્રદ્ધાળુઓના એક અન્ય ગ્રુપે પાછળથી મોદી-મોદીના નારા લગાવ્યા હતા.
First published:

Tags: Ashok Gehlot, Viral videos, દેશવિદેશ

विज्ञापन