Home /News /national-international /મહિલાઓના Periodsને લઈ CM કેજરીવાલે કરેલુ ટ્વીટ વાયરલ, જાણો શું છે મામલો...

મહિલાઓના Periodsને લઈ CM કેજરીવાલે કરેલુ ટ્વીટ વાયરલ, જાણો શું છે મામલો...

ફાઇલ તસવીર

સામાજિક ધારણાઓને તોડવા અને માનસિકતા બદલવા માટે 5મી ફેબ્રુઆરીએ હેપ્પી પીરિયડ્સ ડે (Periods Day)ની ઉજવણી કરવામાં આવી હતી. બધાએ આ દિવસને આવકાર્યો અને તેના પર પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા. સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) અને આઈએએસ સજ્જન યાદવે (IAS Sajjan Yadav) પણ આ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

વધુ જુઓ ...
સમયની સાથે લોકોની વિચારસરણી ખૂબ જ આગળ વધી રહી છે. પરંતુ આજે પણ સમાજમાં કેટલાક એવા વિષયો છે જેના પર વાત કરવામાં હજુ પણ લોકો સંકોચ અનુભવે છે. આવો જ એક વિષય છે સ્ત્રીઓનું માસિક ધર્મ. આ વિષય પર ખુલીને વાત કરવામાં લોકો શરમજનક અનુભવે છે. જેના કારણે યુવતીઓ અને મહિલાઓને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ કડીમાં સામાજિક ધારણાઓને તોડવા અને માનસિકતા બદલવા માટે 5મી ફેબ્રુઆરીએ હેપ્પી પીરિયડ્સ ડે (Periods Day)ની ઉજવણી કરવામાં આવી હતી. બધાએ આ દિવસને આવકાર્યો અને તેના પર પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા. સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) અને આઈએએસ સજ્જન યાદવે (IAS Sajjan Yadav) પણ આ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ત્યારથી બંનેની ટ્વીટ વાયરલ થઈ રહ્યા છે. આવો તમને જણાવીએ કે તેમણે પોતાના ટ્વિટમાં શું લખ્યું છે.

વર્જિત વિષય ન હોવો જોઈએ

સીએમ કેજરીવાલે આ અભિયાનના વખાણ કરતા લખ્યું, 'પીરિયડ્સ સંબંધિત સામાજિક નિષેધને તોડવો પડશે અને આપણે માસિક ધર્મ દરમિયાન સફાઇ અને સ્વચ્છતા વિશે વાત કરવી પડશે. લોકોને જાગૃત કરવા પડશે. પીરિયડ્સ એ સમાજમાં વર્જિત વિષય ન હોવો જોઈએ.



તે અશુદ્ધ લોહી નથી

બીજી તરફ IAS સજ્જન યાદવે લખ્યું છે કે, 'જો કોઈ પીરિયડ્સ દરમિયાન નીકળેલા લોહીને કોઇ અપવિત્ર અને અશુદ્ધ માને છે તો આપણે શુદ્ધ હોવાના દાવાથી દૂર છીએ. આપણે યાદ રાખવું જોઈએ કે આ લોહીના કારણે આપણું અસ્તિત્વ શક્ય છે. એણે આપણને ગર્ભમાં જ ઉછેર્યા છે. તેથી જ આપણે આજે છીએ. આ ટૈબૂને ખતમ કરો અને મૌન તોડો. જણાવી ગઇએ કે સજ્જન યાદવ ભારત સરકારના નાણા મંત્રાલયમાં અધિક સચિવ તરીકે કામ કરી રહ્યા છે.



બંને મોટા પદ પર રહેલા લોકોની પોસ્ટના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. દરેક વ્યક્તિનું માનવું છે કે જ્યારે ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકો મહિલાઓની સમસ્યા પર ખુલીને વાત કરશે, તો ચોક્કસપણે ખોટી માન્યતાઓ તૂટી જશે.

જણાવી દઈએ કે દિલ્હી કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સે એક પહેલ હેઠળ આ સમયગાળા દરમિયાન સ્વચ્છતા અને તેનાથી સંબંધિત સામાજિક નિષેધ પર ચર્ચા શરૂ કરી છે. 5મી ફેબ્રુઆરીએ હેપ્પી પીરિયડ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
First published:

Tags: Cm arvind kejriwal, Delhi government, Periods