નવી સ્ટાર્સઅપ પૉલિસીથી દિલ્હીને વૈશ્વિક સ્ટાર્ટઅપ હબ બનાવીશું : અરવિંદ કેજરીવાલ

નવી સ્ટાર્સઅપ પૉલિસીથી દિલ્હીને વૈશ્વિક સ્ટાર્ટઅપ હબ બનાવીશું : અરવિંદ કેજરીવાલ
નવી સ્ટાર્સઅપ પૉલિસીથી દિલ્હીને વૈશ્વિક સ્ટાર્ટઅપ હબ બનાવીશું : અરવિંદ કેજરીવાલ

સ્ટાર્ટઅપ નીતિ પરામર્શ બે ચરણોમાં આયોજિત કરવામાં આવશે. સૌથી પહેલા દિલ્હી મોડલના ટીમ વર્કની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે દિલ્હી સરકારે નવી સ્ટાર્ટઅપ નીતિનો રોડમેપ તૈયાર કરવા માટે વિભિન્ન શ્રેત્રોના ઉદ્યોગના સફળ એન્ટરપ્રિન્યોરર્સ અને પૉલિસીના વિશેષજ્ઞોને આમંત્રિત કર્યા હતા

 • Share this:
  નવી દિલ્હી : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal)શનિવારે દિલ્હીની નવી સ્ટાર્ટઅપ પૉલિસી (New Startup Policy) અને તેને વિકસિત કરવા માટે ઉદ્યોગના નેતાએ અને એન્ટરપ્રિન્યોર્સ યુવાઓના પેનલ સાથે બેસીને વિચાર વિમર્શ કર્યો હતો. નીતિનો ઉદ્દેશ્ય એન્ટપ્રિન્યોર્સની મદદ કરવી, અર્થ વ્યવસ્થાને ફીરી ગતિ આપવી અને નીતિના પ્રાથિમક સ્ટ્ર્ક્ચરનું નિર્માણ કરવાનો છે. જે નવી નોકરીઓ ઉત્પન કરશે અને વર્તમાન આર્થિક પ્રણાલીમાં નવા પ્રતિસ્પર્ધી ગતિશીલતા લાવશે.

  સ્ટાર્ટઅપ નીતિ પરામર્શ બે ચરણોમાં આયોજિત કરવામાં આવશે. સૌથી પહેલા દિલ્હી મોડલના ટીમ વર્કની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે દિલ્હી સરકારે નવી સ્ટાર્ટઅપ નીતિનો રોડમેપ તૈયાર કરવા માટે વિભિન્ન શ્રેત્રોના ઉદ્યોગના સફળ એન્ટરપ્રિન્યોરર્સ અને પૉલિસીના વિશેષજ્ઞોને આમંત્રિત કર્યા હતા. પ્રમુખ વેપારી નેતા અને એન્ટરપ્રિન્યોર્સે તેમાં રસ બતાવ્યો છે અને આ પહેલમાં દિલ્હી સરકાર સાથે કદમ મિલાવીને ચાલવાનો વિશ્વાસ આપ્યો છે. આ બેઠકમાં ઉદ્યોગ જગતના અજય ચૌધરી (સહ સંસ્થાપક , એચસીએલ), રાજન આનંદન (એમડી, સેકોઈયા કેપિટલ), પદ્મજા રુપારેલ (સહ સંસ્થાપક, ઇન્ડિયન એન્જલ નેટવર્ક), શ્રીહર્ષા મજેટી (સહ સંસ્થાપક સીઇઓ, સ્વિગી), ફરીદ અહસન (સહ સંસ્થાપક, શેરચેટ), સુચિતા સલવાન (સંસ્થાપક અને સીઇઓ, લિટિલ બ્લેક બુક), તરુણ ભલ્લા (સંસ્થાપક, અવિશ્કાર), રિયાજ અણલાની, સીઈઓ અને એમડી, ઇમ્પ્રેશેરિયો હસ્તનિર્મિત રેસ્ટોરન્ટ વગેરે સામેલ થયા હતા.  આ પણ વાંચો - મુકેશ અંબાણી બન્યા દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ, 80.6 અરબ ડોલર છે કુલ સંપત્તિ  આ પછી દિલ્હી સરકાર જલ્દી સ્ટાર્ટઅપ નતિનો એક રોડમેપ જાહેર કરશે અને સ્ટાર્ટઅપ પૉલિસી પર સામાન્ય જનતા પાસે ઇન્પુટ લેવા માટે એક ઓનલાઇન ફોરમ શરૂ કરશે. આ સ્ટાર્ટઅપ નીતિને એક નવું પરિપ્રેક્ષ્ય મળશે અને દિલ્હી મોડલ યોગ્ય રીતે ટીમ વર્ક અને એકતાના માધ્યમથી પરિણામ આપવા માટે દિલ્હી સરકારની પ્રતિબદ્ધતા રહેશે.

  મુખ્યમંત્રીએ ટીઓઈના સપ્ટેમ્બર 2019ના એક રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ ક્ષેત્રમાં 7000થી વધારે સ્ટાર્ટઅપ આવે છે. દેશના અન્ય રાજ્યની અપેક્ષાથી દિલ્હીમાં સૌથી વધારે સ્ટાર્ટઅપ સક્રિય રૂપથી કામ કરી રહ્યા છે અને હવે દરે શહેરમાં સ્ટાર્ટઅપનો વેપાર 50 બિલિચન ડોલરની નજીક છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી-એનસીઆર 12,000 સ્ટાર્ટઅપ, 30 યૂનિફોર્ન અને લગભગ 150 બિલિયન ડોલરના સંયમી મૂલ્યાંકન સાથે 2025 સુધી શીર્ષ 5 વૈશ્વિક સ્ટાર્ટઅપ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે.

  દિલ્હી રાષ્ટ્રીય રાજધાની હોવાના કારણે વિદ્યાર્થી, ઉદ્યોગ અને ઘણા પ્રતિષ્ઠિત સંસ્થાનોનું કેન્દ્ર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અહીંના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમે નવોદિત ઉદ્યમી માટે તકો ઉભી કરી છે. સ્ટાર્ટઅપ નીતિ પરામર્શ પ્રક્રિયાની શરૂઆત કરતા સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આઈઆઈટી કર્યા પછી મેં જોયું કે ભારતના કેટલાક હોશિયાર યુવા વિદેશોમાં શાનદાર તકની શોધમાં ચાલ્યા ગયા છે. મારું માનવું છે કે ભારતીય દુનિયામાં સૌથી હોશિયાર ઉદ્યમી છે. તેમને સફળ થવા માટે યોગ્ય તક અને યોગ્ય પરિસ્થિતિઓમાં મદદની જરૂર છે. આ સ્ટાર્ટઅપ નીતિ સાથે અમારો લક્ષ્ય દિલ્હીને સ્ટાર્ટઅપ માટે શીર્ષ 5 વૈશ્વિક સ્થળોમાં એક બનાવવાનું છે.

  સિકોઇયા કેપિટલના પ્રબંધ નિર્દેશક રાજન આનંદે કહ્યું કે ભારતમાં એનસીઆર પહેલાથી જ સૌથી મોટુ સ્ટાર્ટઅપ છે. દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા દિલ્હીને દુનિયાના ટોપ-5 સ્ટાર્ટઅપ સ્થાનોમાંથી એક કેવી રીતે બનાવવામાં આવે તેના પર સલાહ આપવા માટે આમંત્રિત કરવા માટે અમે બધા આભારીએ છીએ. ઇમ્પ્રેશિયા હસ્તનિર્મિત રેસ્ટોરન્ટના સીઇઓ અને એમડી રિયા અમલાનીએ કહ્યું કે મને ઘણો આનંદ છે કે માનનીય મુખ્યમંત્રી જી એ આ પેનલને બોલાવી છે. દિલ્હી સરકાર દ્વારા કરેલા ઉપાયો કોવિડથી થયેલા આર્થિક પ્રભાવોથી સમય પર લડી શકે છે. જેનો મતલબ એ છે કે આપણે કોવિડને કારણે થયેલા આર્થિક નુકસાનની ભરપાઇ કરી શકીએ છીએ અને તેનાથી વધારે મજબૂત બની શકીએ છીએ.
  Published by:Ashish Goyal
  First published:August 09, 2020, 13:11 pm