અધિકારીઓ ન માન્યા તો કેજરીવાલે LGને લખી ચિઠ્ઠી, કહ્યું- આશા છે તમે સુપ્રીમનું સાંભળશો

News18 Gujarati
Updated: July 6, 2018, 7:42 AM IST
અધિકારીઓ ન માન્યા તો કેજરીવાલે LGને લખી ચિઠ્ઠી, કહ્યું- આશા છે તમે સુપ્રીમનું સાંભળશો

  • Share this:
દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે અધિકારના વિવાદ પર બુધવારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા પછી પણ દિલ્હી સરકારમાં કામકાજ યોગ્ય રીતે શરૂ થઈ શક્યું નથી. કોર્ટનો નિર્ણય આવ્યાના થોડાક કલાકો પછી ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ સર્વિસિસ ડિપાર્ટમેન્ટને એક ફાઇલ મોકલી હતી, જેને સર્વિસસ ડિપાર્ટમેન્ટે પાછી મોકલી દીધી છે. આ પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ (LG) અનિલ બૈજલને એક ચિઠ્ઠી લખી તેમને માર્ગદર્શનની વિનંતી કરી છે. કેજરીવાલે લખ્યું છે કે આશા છે કે તમે સુપ્રીમ કોર્ટનું સાંભળશો.

કેજરીવાલે ચિઠ્ઠીમાં લખ્યું છે કે હું તમને જણાવવા માંગું છું કે બુધવારે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય આપ્યો. તે પ્રમાણે કામમાં અમને તમારા સહયોગ અને માર્ગદર્શનની જરૂર છે. સીએમે એ પણ લખ્યું કે કોઇપણ મામલે એલજીની સહમતિની આવશ્યકતા હશે નહીં. ઉપરાજ્યપાલ પ્રશાસનિક પ્રમુખ છે અને આ કારણે તેમને મંત્રી પરિષદ દ્વારા લેવાયેલા બધા નિર્ણયોના સંબંધમાં જાણ કરવામાં આવશે.

શું હતો સુપ્રીમ કોર્ટનો નિર્ણય?


દિલ્હી સરકાર અને કેન્દ્ર વચ્ચે ચાલી રહેલા અધિકારના વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું કે ઉપરાજ્યપાલ (LG)અનિલ બૈજલને નિર્ણય લેવાનો પૂર્ણ અધિકાર નથી. ચુંટાયેલી સરકાર લોકતંત્રમાં મહત્વની છે. જેથી મંત્રી પરિષદ પાસે નિર્ણય લેવાનો અધિકાર છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની આગેવાનીમાં સંવૈધાનિક બેન્ચે સર્વસંમત્તિથી નિર્ણય આપ્ચો હતો કે દરેક મામલામાં LGની મંજુરી જરૂરી નથી. જોકે કેબિનેટના નિર્ણયની જાણકારી આપવી પડશે.

સુપ્રીમ કોર્ટમાં ક્યારે અને કેમ પહોંચ્યો આ મામલો
આ મામલાની શરૂઆત દિલ્હી હાઈકોર્ટના એ નિર્ણય પછી થઈ હતી, જેમાં ઉપરાજ્યપાલને પ્રશાસનિક પ્રમુખ ગણાવ્યા હતા. અરવિંદ કેજરીવાલે પોતાની અરજીમાં રાજ્ય સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે અધિકારોને લઈને સતત થઈ રહેલા વિવાદને ‘સંઘીય વિવાદનો ક્લાસિક કેસ ’ગણાવ્યો હતો. હાઈકોર્ટે ઓગસ્ટ 2016માં કરેલા પોતાના આદેશમાં કહ્યું હતું કે ઉપરાજ્યપાલ જ રાષ્ટ્રીય રાજધાનીના પ્રશાસનિક મુખિયા છે અને આપ સરકારના તે તર્કમાં કોઈ દમ નથી કે તે મંત્રી પરિષદની સલાહથી કામ કરવા માટે બંધાયેલા છે.

આ મામલે દિલ્હી સરકાર તરફથી વરિષ્ઠ વકીલ ગોપાલ સુબ્રમણ્યમ, પી.ચિદમ્બરમ, રાજીવ ધવન, ઇન્દિરા જયસિંહ અને શેખર નાફડેએ ચર્ચા કરી હતી. જ્યારે કેન્દ્ર સરકારનો પક્ષ એડિશનલ સોલિસિટર જનરલ મનિંદર સિંહે રાખ્યો હતો.
First published: July 5, 2018, 7:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading