એર માર્શલે કર્યું PM મોદીનું સમર્થન, 'રડારથી બચવામાં મદદ કરે છે વાદળ'

News18 Gujarati
Updated: May 27, 2019, 2:36 PM IST
એર માર્શલે કર્યું PM મોદીનું સમર્થન, 'રડારથી બચવામાં મદદ કરે છે વાદળ'
એર માર્શલ રઘુનાથ નામ્બિયારની ફાઇલ તસવીર (ક્રેડિટ-એએનઆઈ)

આકાશમાં ઘેરા વાદળો હોય તો રડાર કંઈક અંશે બિલકુલ સાચું ડિટેક્ટ નથી કરતા શકતા- એર માર્શલ નામ્બિયાર

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર પીએમ નરેન્દ્ર મોદીના રડારવાળા નિવેદન પર એર માર્શલ રઘુનાથ નામ્બિયારે ટિપ્પણી કરી છે. નામ્બિયારે કહ્યું છે કે ઘણા બધા વાદળ હોય તો તે રડારને ડિટેક્ટ થવાથી બચાવે છે.

વેસ્ટર્ન એર કમાન્ડરના કમાન્ડિંગ ઇન ચીફ રઘુનાથ નામ્બિયારે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે જ્યારે આકાશમાં ઘેરા વાદળો હોય તો તેવી સ્થિતિમાં રડાર કંઈક અંશે બિલકુલ સાચું ડિટેક્ટ નથી કરી શકતા. એર માર્શલે આ જવાબ આર્મી ચીફ બિપિન રાવતના એ સંદર્ભમાં આપવામાં આવેલા નિવેદન બાદ આપ્યો છે.

આર્મી ચીફે કહી હતી આ વાત

આર્મી ચીફ જનરલ બિપિન રાવતે વડાપ્રધાન મોદીની રડારવાળી ટિપ્પણી વિશે પૂછાતાં કહ્યું કે કેટલાક રડાર પોતાના કામ કરવાની પદ્ધતિના કારણે વાદળોની પાર નથી જોઈ શકતા.

તેઓએ કહ્યું કે, અલગ-અલગ ટેક્નોલોજીથી કામ કરનારા વિભિન્ન પ્રકારના રડાર છે. કેટલાકમાં વાદળોની પાર જોવાની ક્ષમતા હોય છે જ્યારે કેટલાકમાં આવી ક્ષમતા નથી હોતી. કેટલાક રડાર પોતાના કામ કરવાની પદ્ધતિના કારણે વાદળોની પાર નથી જોઈ શકતા. ક્યારેક એવું થઈ શકે, ક્યારેક નથી થઈ શકતું.

આ કારણે શરૂ થયો હતો મામલોઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટીવી ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ખરાબ હવામાનના કારણે જ્યારે કેટલાક રક્ષા વિશેષજ્ઞ તેમને બાલાકોટ હુમલાની તારીખ ટાળવા માટે કહી રહ્યા હતા તો તેઓએ પોતાની થોડી ઘણી સમજના આધારે 26 ફેબ્રુઆરીએ જ હુમલા કરવા માટે કહ્યું જેથી પાકિસ્તાનના રડાર ભારતીય પ્લેનોની ગતિવિધિઓ પકડી ન શકે.

આ પણ વાંચો, રામ મંદિર પર બોલ્યા મોહન ભાગવત : રામનું કામ તો થઈને રહેશે
First published: May 27, 2019, 2:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading