એક તરફ ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે ગરમી પડી રહી છે તો બીજી તરફ ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ વાદળ ફાટવાથી ભારે તબાહી મચી ગઈ છે. ઉત્તરાખંડના ચમોલીમાં આવેલ નારાયણ બાગડમાં વાદળ ફાટવાથી અનેક દુકાનો જમીન દોસ્ત થઈ ગઈ હતી. જ્યારે મહત્વના માર્ગો પણ વાહનવ્યવહાર થંભી ગયો છે. તસ્વીરોમાં આપ જોઈ શકો છે આ તબાહીના મંજરને, અનેક વાહનો કાદવમાં દટાયેલા જોવા મળી રહ્યા છે. એટલુ જ નહી પુરવઠા વિભાગના રેશનના ગોડાઉનને પણ ભારે નુકસાન થયુ છે.
સૌથી મહત્વની વાત એ છે કે વર્ષ 2013માં આવેલી કુદરતી આપત્તિ બાદ ઈન્સીડેન્ટ રિસ્પોન્સ સિસ્ટમ જિલ્લામાં કાર્યરત કરાયુ હતુ, પરંતુ બુધવારે આવેલી તબાહીમાં ન તો આ સિસ્ટમ કાર્યરત જોવા મળી કે ન તો કોઈ કર્મચારી સ્થળ પર હાજર જોવા મળ્યો. ભારે વરસાદને કારણે ઘઉ, સરસવ અને શાકભાજીના પાકોને ભારે નુકસાન થયુ છે. જ્યારે આસપાસની ત્રણ નદીઓમાં જળસ્તર પણ વધી ગયુ છે. હાલ હવામાન વિભાગે રાજ્યમાં એલર્ટ જારી કર્યુ છે.
મળતી માહિતી મુજબ, બુધવાર સાંજે ચાર કલાકે નારાયણબગડમાં હવામાન ખરાબ થવાનું શરૂ કર્યું. થોડા જ સમયમાં ઓલાવૃષ્ટિ, વાદળો ગરજવા લાગ્યા અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. અડધા જ કલાકમાં કેવર ગામના સારી ગદેરા, રેખડગદેરા, બેડગાંવ અને પાલછુની ગદેરોમાં કાટમાળ સાથે ભારેમાત્રામાં પાણી આવ્યું.
જેના કારણે જીત સિંહ માર્કેટમાં આવેલ દુકાનોમાં કાટમાળ ઘુસી ગયો, લોકોના રહેણાંક મકાનોમાં પણ કાટમાળ ઘુસી ગયો. જોકે, ગોડાઉનો બંધ હોવાના કારમે નુકશાન ઓછુ થયું.
આ સિવાય માર્કેટમાં રહેલ વાહનો પણ કાટમાળમાં દટાવા લાગ્યા. કેટલીએ જગ્યાએ રસ્તાઓ બંધ થઈ જતા વાહનવ્યવહાર થંભી ગયો છે.
અહીં બે કલાકમાં તો અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. ઉલ્લેખનીય ચે કે, નારાયણબગડમાં વર્ષ 2013માં પણ વાદળ ફાટતા મોટાપાયે નુકશાન થયું હતું. તે સમયે અહીંનું જુનું બજાર પૂરૂ પાણીમાં સાફ થઈ ગયું હતું. જેથી આ વખતે આ તાબાહી જોઈ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. હાલમાં તંત્ર દ્વારા રાહત અને બચાવ ટીમ મોકલી દેવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર