શ્રીનગર. જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી (Kishtwar Couldburst) 4 લોકોના મોત થયા છે. મળતી જાણકારી મુજબ, કિશ્તવાડ (Kishtwar Rains) જિલ્લાના હોનજર વિસ્તારમાં આ દુર્ઘટના બની. બુધવાર વહેલી પરોઢે લગભગ 4:20 વાગ્યે વાદળ ફાટવાથી 6-8 ઘર તેની ઝપટમાં આવી ગયા. વાદળ ફાટ્યા બાદ અનેક લોકો ગુમ છે. રાહત અને બચાવ કાર્ય (Kishtwar Rescue Operation) માટે સેના, પોલીસ અને પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. મળતી જાણકારી મુજબ, આ દુર્ઘટના ડચ્ચનના એવા વિસ્તારમાં બની છે જ્યાં રોડ નથી. આ દુર્ઘટનામાં 6-8 ઘરો સહિત રાશનનો ડેપોને નુકસાન પહોંચ્યું છે. આ દુર્ઘટના બાદ અનેક લોકો ગુમ થયા છે. તેમાંથી અત્યાર સુધી 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
બીજી તરફ, વાદળ ફાટવાથી કિશ્તવાડના આસપાસના વિસ્તારોમાં ચાર પુલ વહી ગયા છે. દુર્ઘટનામાં અત્યાર સુધી જે લોકોના મૃતદેહ મળ્યા છે તેમની ઓળખ સજ્જા બ બેગમ (65 વર્ષ), રકિતા બેગમ (24 વર્ષ), ગુલાબ નબી તાંત્ર (42 વર્ષ) અને અબ્દુલ મજીદ (42 વર્ષ) સામેલ છે.
Spoke to senior authorities and Kishtwar district administration (where at least 4 people have died following cloudburst). Army and SDRF team working on war footing to rescue people and trace the missing persons. I am continuously monitoring the situation: LG Manoj Sinha pic.twitter.com/8sb5EEecXw
સ્થાનિક પોલીસે ટ્વીટ કરીને જાણકારી આપી કે કિશ્તવાડમાં ભારે વરસાદને ધ્યાને લેતાં કોઇ પણ ઇમરજન્સી સ્થિતિમાં લોકો એસએસપી કિશ્તવાડ 9419119202, Adl.SP કિશ્તવાડ 9469181254, ડેપ્ટી એસપી હેડક્વાર્ટર 9622640198, એસડીપીઓ એથોલી 9858512348 સાથે સંપર્ક કરી શકે છે.
બીજી તરફ, ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, કિશ્તવાડમાં વાદળ ફાટવાના સંબંધમાં મેં જમ્મુ-કાશ્મીરના LG અને DGP સાથે વાત કરી છે. SDRF, સેના અને સ્થાનિક પ્રશાસન બચાવ કાર્યમાં લાગી ગયા છે. NDRF પણ ત્યાં પહોંચી રહી છે. વધુમાં વધુ લોકોના જીવ બચાવવા અમારી પ્રાથમિકતા છે. શોકાતુર પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું.
તેની સાથે જ ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પણ કહ્યું કે, વરિષ્ઠ અધિકારીઓ અને કિશ્તવાડ જિલ્લા પ્રશાસન સાથે વાત કરી છે. લોકોના બચાવ અને ગુમ લોકોની શોધખોળ કરવા માટે સેના અને SDRFની ટીમ યુદ્ધસ્તર પર કામ કરી રહી છે. હું સ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છું.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર