શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં (Jammu and Kashmir)અમરનાથ ગુફા (Amarnath) પાસે વાદળ ફાટવાનો (Cloudburst) એક વીડિયો સામે આવ્યો છે. ઘટનામાં કોઇ હતાહત થયું હોય તેવી સૂચના મળી નથી. સ્થળ પર રાહત કાર્ય ચાલી રહ્યું છે. બતાવવામાં આવી રહ્યું છે કે જે સમયે વાદળ ફાટ્યું તે સમયે ગુફામાં કોઇપણ શ્રદ્ધાળુ હાજર ન હતા. મળેલી જાણકારી પ્રમાણે એસડીઆરએફની બે ટીમ હાલ ગુફા પર છે. સાથે એક ટીમને ગાંદરબલ રવાના કરવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો જમ્મુ કાશ્મીર આપદા પ્રબંધન વિભાગે જાહેર કર્યો છે.
ગુફા પાસે વાદળ ફાટવાથી આસપાસના રહેણાક વિસ્તારમાં રહેતા લોકોને સાવધાની રાખતા સુરક્ષિત સ્થળો પર જવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પહેલા જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં એક સુદૂર ગામમાં વાદળ ફાટવાથી સાત લોકોનો મોત થયા છે અને 17 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
#WATCH Cloudburst hits near the Amarnath cave in Jammu and Kashmir; No loss of life reported
Two SDRF teams are present at the cave; One additional team of SDRF deputed from Ganderbal
સ્થાનિક પોલીસે ટ્વીટ કરીને જાણકારી આપી કે કિશ્તવાડમાં ભારે વરસાદને ધ્યાને લેતાં કોઇ પણ ઇમરજન્સી સ્થિતિમાં લોકો એસએસપી કિશ્તવાડ 9419119202, Adl.SP કિશ્તવાડ 9469181254, ડેપ્ટી એસપી હેડક્વાર્ટર 9622640198, એસડીપીઓ એથોલી 9858512348 સાથે સંપર્ક કરી શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમા કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનાથી ઉત્પન થયેલી સ્થિતિ પર નજર રાખી રહી છે અને પ્રભાવિત ક્ષેત્રોમાં દરેક સંભવ મદદ પહોંચાડવામાં આવી રહી છે.
બીજી તરફ, ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, કિશ્તવાડમાં વાદળ ફાટવાના સંબંધમાં મેં જમ્મુ-કાશ્મીરના LG અને DGP સાથે વાત કરી છે. SDRF, સેના અને સ્થાનિક પ્રશાસન બચાવ કાર્યમાં લાગી ગયા છે. NDRF પણ ત્યાં પહોંચી રહી છે. વધુમાં વધુ લોકોના જીવ બચાવવા અમારી પ્રાથમિકતા છે. શોકાતુર પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર