ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બે જગ્યાએ વાદળ ફાટવાથી આઇઆરએસની ટીમ રાહત બચાવના કામ પર લાગી ગઈ છે. ચમોલીના ઘાટ અને થરાલી બ્લોકના ધારડંબગડમાં સોમવારે સવારે ૩:00 વાગ્યે વાદળ ફાટવાથી 10 દુકાનો, ૩ બુલેરો, 1 મેક્સ, 2 કાર, 4 બાઈક પાણીમાં તણાઈ ગયાની ચૂચના મળી છે.
જિલ્લા અધકારી આશિષ જોશીએ તમામ જિલ્લા સ્તરીય આઈઆરએસ ટીમને અધિકારોઓ સાથે સવારે 4:00 વાગે ઈમરજન્સી ઓપરશન સેન્ટરમાં મિટિંગ બોલાવીને થરાલી આઈઆરએસટીમને તરત જ રાહત બચાવની કામગીરી માટે રવાના કરી દીધી હતી.
#Uttarakhand: Houses and vehicles damaged in Ghat's Kundi village after cloudburst occurred in Chamoli district's Tharali area, in early morning hours pic.twitter.com/zm6GhenFYU
ઘાટીમાં વાદળ ફાટવાથી કુંડી ગામના 5 પરિવાર બેઘર થઇ ગયા અને ગૌશાળા દબાઈ ગયાની પણ ચૂચના મળી છે. બીજીબાજુ ચટવાપીપલ પાસે કાદવ કીચડ આવી જવાથી રોડ બંધ ગઈ ગયો છે. ડીએમ પણ રેસ્ક્યુ ટીમ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને કહ્યું કે જરૂર પડશે તો એનડીઆરએફને મોકલવામાં આવશે.
ભારતીય હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે વરસાદના આશંકા વ્યક્ત કરી છે અને તેથી 24 કલાકનું અલર્ટ જાહેર કરાયુ છે. હવામાન વિભાગે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન, ઉત્તરકાશી, તિહરી, પૌડી, નૈનિતાલ, બગેશ્વર અને પિથૌરાગઢમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યકત કરી છે અને લોકોને સાવચેત રહેવા સુચવ્યુ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર