સોલર ઓર્બિટરે ક્લિક કરી સૂરજની સૌથી નજીકની તસવીરો, દરેક સ્થળે આગની જ્વાળાઓ

સોલર ઓર્બિટરે સૂર્ય પર કેમ્પફાયર સ્પોટ કર્યા. ક્રેડિટઃ સોલર ઓર્બિટર/ઈયૂઆઈ ટીમ (ઈએસઈ અને નાસા)

પ્રોજેક્ટ વૈજ્ઞાનિક ડેનિયલ મુલરે કહ્યું કે ટીમે આગની આ જ્વાળાઓને ‘કેમ્ફાયર્સ’ નામ આપ્યું છે

 • Share this:
  વોશિંગટનઃ યૂરોપીયન અંતરિક્ષ એજન્સી (European Space Agency) અને નાસા (NASA)ના એક અંતરિક્ષ યાન (Solar Orbiter)એ સૂર્યની અત્યાર સુધીની સૌથી નજીકની તસવીરો લીધી છે, જેમાં દરેક સ્થળે અસંખ્ય આગની જ્વાળાઓ જોવા મળી છે. વૈજ્ઞાનિકોએ અંતરિક્ષ યાન સોલર ઓર્બિટર દ્વારા લેવામાં આવેલી પહેલી તસવીરો ગુરુવારે જાહેર કરી. આ યાન ફેબ્રુઆરીમાં કેપ કેનવેરલથી રવાના થયું હતું. તેણે જ્યારે તસવીરો લીધી તો તે સમયે સૂર્યથી લગભગ 7 કરોડ 70 લાખ કિલોમીટરના અંતર પર એટલે કે ધરતી અને સૂરજની વચ્ચે લગભગ અડધા રસ્તામાં હતા.

  યાન દ્વારા લેવામાં આવેલી સૂર્યની આ તસવીરોમાં દરેક સ્થળે અસંખ્ય આગની જ્વાળાઓ જોવા મળી રહી છે. યૂરોપીયન અંતરિક્ષ એજન્સીના પ્રોજેક્ટ વૈજ્ઞાનિક ડેનિયલ મુલરે કહ્યું કે ટીમે આગની આ જ્વાળાઓને ‘કેમ્ફાયર્સ’ નામ આપ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે એ હજુ સ્પષ્ટ નથી કે આ કેમ્પફાયર્સ શું છે કે તે સોલર બ્રાઇટનિંગને અનુકૂળ કેમ છે.

  આ પણ વાંચો, Jio Glassથી Jio TV+ સુધીઃ રિલાયન્સની AGMમાં આ 5 પ્રોડક્ટસે ખેંચ્યું સૌનું ધ્યાન

  મેરીલેન્ડના ગ્રીનબેલ્ટમાં નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના મિશન માટે નાસાના વૈજ્ઞાનિક હોલી ગિલ્બર્ટે કહ્યું કે, સૂર્યની આ અભૂતપૂર્વ તસવીરો અત્યાર સુધીની સૌથી નજીકની તસવીરો છે જે અમને મળી છે. નાસાની એક વિજ્ઞપ્તિ મુજબ, આ તસવીરો વૈજ્ઞાનિકોને સૂર્યના વાયુમંડલીય સ્તરોને એક સાથે ટુકડા કરવામાં મદદ કરશે, તેનાથી એ સમજવું મહત્વપર્ણ રહેશે કે પૃથ્વીની પાસે અને સમગ્ર સૌર મંડલમાં અંતરિક્ષ મૌસમને કેવી રીતે ચલાવે છે.

  આ પણ વાંચો, ડિજિટલ હુમલાથી દુનિયા સ્તબ્ધ! સૌથી મોટા હૅકિંગમાં સામાન્ય લોકોને થયું કરોડોનું નુકસાન

  નવી શોધની આશા વધી : સોલર ઓર્બિટરમાં 6 ઇમેજિંગ ટૂલ્સ છે જેમાંથી દરેક ટૂલ સૂરજનો એક અલગ એન્ગલનું અધ્યયન કરે છે. સામાન્ય રીતે એક અંતરિક્ષ યાનથી પહેલા તસવીરોની પુષ્ટિ કરે છે કે ટૂલ્સ કામ કરી રહ્યા છે. વૈજ્ઞાનિક તેનાથી અનેક નવી શોધની આશા નથી રાખતા. પરંતુ સોલર ઓર્બિટર પર એક્સટ્રીમ અલ્ટ્રાવાયોલેટ ઇમેજર કે ઈયૂઆઈએ સોલર ફીચર્સ પર ઈશારો કરતાં ડેટા મોકલ્યા છે જે અગાઉ ક્યારેય જોવા નથી મળ્યા.
  Published by:Mrunal Bhojak
  First published: