Home /News /national-international /

ડેંગ્યુ માટે આયુર્વેદિક દવા ટૂંક સમયમાં બજારમાં આવશે

ડેંગ્યુ માટે આયુર્વેદિક દવા ટૂંક સમયમાં બજારમાં આવશે

પ્રતિકાત્મક તસવીર

પ્રયોગશાળામાં તબક્કાબાર પરીક્ષણ બાદ ડેન્ગ્યુ માટેની આયુર્વેદિક દવાઓ ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે.

    કેન્દ્ર સરકારે એક નિવેદનમાં એવું જણાવ્યું છે કે, ડેન્ગ્યુ તાવની આયુર્વિદક દવા ટૂંક સમયમાં જ બજારમાં આવી જશે. હાલ, ડેન્ગ્યુની આયુર્વેદિક દવા પર પ્રયોગશાળામાં પરીક્ષણ ચાલી રહ્યાં છે. આ માહિતી કેન્દ્રિય મંત્રી (આયુષ) શ્રીપાદ નાયકે આપ્યા છે.

    આયુષ મંત્રાલયનાં સચિવ રાજેશ કોટેચાએ જણાવ્યું કે, પ્રયોગશાળામાં તબક્કાબાર પરીક્ષણ બાદ ડેન્ગ્યુ માટેની આયુર્વેદિક દવાઓ ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે.

    આયુષ મંત્રાલય ભારતની પ્રાચીન આયુર્વેદ પદ્ધતિઓ પર ભાર મુકી રહ્યુ છે અને તેમાં દર્શાવેલી પદ્ધતિઓ પર પરીક્ષણ કરી રહી છે. ખાસ કરીને ચરક સંહિતા અને શુશ્રુત સંહિતાએ આ માટેનો મોટો ખજાનો છે. કેન્દ્ર સરકારનાં જણાવ્યા અનુસાર, આ બે ગ્રંથોના આધારે અલગ-અલગ રોગો માટેની 20 લાખ દવાઓ બનાવી શકાય તેમ છે. આયુષ મંત્રાલયને આશાછે કે, આયુર્વેદનું માર્કેટ 2022 સુંધીમાં 10 બિલીયન ડોલર પહોંચશે.

    શ્રીપાદ નાયકે એમ પણ જણાવ્યું કે, આયુર્વેદને નરેન્દ્ર મોદીનીં ડિજીટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ ઇન્ડિયા સાથે જોડવાની જરૂર છે. જેથી આયુર્વેદ વધુ લોકો સુંધી પહોંચે.

    સાંસ્કૃતિ મંત્રી મહેશ શર્માએ જણાવ્યું કે, આયુષ્યમાન ભારત યોજનાને લાખો લોકો સુંધી પહોંચાડવા માટે આયુર્વેદ એક વાહન બની શકે તેમ છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Ayurveda, દવા, મોદી સરકાર

    આગામી સમાચાર