કોરોના વાયરસ વિરુદ્ધ લડાઇમાં જાગી આશા, અમેરિકામાં આજથી રસીનું પરીક્ષણ શરૂ

કોરોના વાયરસ વિરુદ્ધ લડાઇમાં જાગી આશા, અમેરિકામાં આજથી રસીનું પરીક્ષણ શરૂ
પ્રતિકાત્મક તસવીર

45 સ્વયંસેવકોને અલગ અલગ માત્રામાં રસી આપવામાં આવશે, રસીથી કોઈ આડઅસર તો નથી થઈ રહી ને તેની તપાસ કરવામાં આવશે.

 • Share this:
  વૉશિંગટન : દુનિયાભરમાં કોરોના વાયરસ સામે લડાઇમાં અનેક ઉપાયો કરવામાં આવી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) કોરોના વાયરસને વૈશ્વિક મહામારી (Pandemic) જાહેર કરી ચુક્યું છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની રસી (Vaccine of CoronaVirus) ની શોધમાં લાગ્યા છે. કારણ કે રસી જ કોવિડ-19ની (COVID-19) અંતિમ સારવાર છે. આ બધાની વચ્ચે અમેરિકામાંથી એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં કોરોના વાયરસની રસીનું ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial of Coronavirus Vaccine in US)શરૂ થવા જઈ રહ્યું છે.

  અમેરિકન સરકારના એક અધિકારીએ ઓળખ જાહેર ન કરવાની શરતા જણાવ્યું કે, પરીક્ષણ પહેલા તેમાં ભાગ લેનારને સોમવારે ક્લિનિકલ રસી આપવામાં આવશે. પરીક્ષણ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.  અધિકારીના જણાવ્યા પ્રમાણે નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ હેલ્થ આ ટ્રાયલનું ફન્ડિંગ કરી રહ્યું છે. આ પરીક્ષણ સિએટલના સેન્સર પરમેનેન્ટ વૉશિંગટન હેલ્થ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં થઈ રહ્યું છે. જાહેર સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે કોઈ પણ સંભવિત વેક્સીનને સંપૂર્ણ રીતે માન્યતા આપવા માટે એક વર્ષથી 18 મહિનાનો સમય લાગી શકે છે.

  આ પણ વાંચો : રાજકોટ : કોરોના વાયરસના ખતરા વચ્ચે મહિલાનું સ્વાઇન ફ્લૂથી શંકાસ્પદ મોત

  આ ટ્રાયલ 45 યુવા વૉલંટિયર્સ (સ્વયંસેવકો) સાથે શરૂ થશે. આ લોકોને એનઆઈએચ અને મૉર્ડનૉ ઇન્કના સંયુક્ત પ્રયાસથી બનાવવામાં આવેલી રસી આપવામાં આવશે. દરેક સ્વયંસેવીને અલગ અલગ પ્રમાણમાં રસી આપવામાં આવશે. આ દરમિયાન કોઈ પણ સ્વયંસેવકોને સંક્રમણનો ખતરો નથી, કારણ કે આ રસીમાં વાયરસ નથી. આ પરીક્ષણનો ઉદેશ્ય એ ચકાસવાની છો કે રસી આપ્યા બાદ તેની કોઈ આડઅસર તો નથી થઈ રહી ને? જે બાદમાં આ રસીનો પ્રયોગ વધારે લોકો પર કરવામાં આવશે. કોવિડ-19ના ખતરા વચ્ચે દુનિયાભરના વૈજ્ઞાનિકો શોધમાં લાગી ગયા છે.

  ન્યૂયૉર્કમાં તમામ સ્કૂલો બંધ

   

  કોરોના વાયરસના વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને ન્યૂયૉર્કમાં તમામ સ્કૂલો બંધ કરવામાં આવી છે. જેમાં કારણે આશરે 11 લાખ બાળકોએ ઘરે બેસવું પડ્યું છે. શહેરના મેયર બિલ ડી બ્લાજિયોએ જાહેરાત કરી કે 20 એપ્રિલ સુધી તમામ સ્કૂલો બંધ રહેશે. આ આદેશથી શહેરમાં આવેલી 1900 ખાનગી સ્કૂલો પ્રભાવિત થશે. અનેક ખાનગી સ્કૂલો પહેલાથી જ બંધ છે.

  આ પણ વાંચો : આ દેશોમાંથી આશરે એક વર્ષ સુધી નહીં જાય કોરોના, 80% વસ્તીને થશે અસર

  આ દરમિયાન એક સમાચાર પ્રમાણે મેયરે શહેરમાં રેસ્ટોરન્ટ અને બાર બંધ કરવાની પણ જાહેરાત કરી છે. અહીંથી ફક્ત સામાન ઘરે લઈ જવાની સેવા શરૂ રહેશે. લોકો બાર કે રેસ્ટોરન્ટની અંદર નહીં બેસી શકે. બ્લાસિયોએ એક નિવેદનમાં જણાવ્યું કે, "હું રેસ્ટોરન્ટ, બાર કે કાફેમાંથી ફક્ત સામાન ઘરે લઈ જવાની સુવિધા વાળા એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરીશ."
  First published:March 16, 2020, 11:28 am