વાતાવરણમાં થતા ફેરફારમાં સુધારો લાવવા સંયુક્ત રાષ્ટ્રે આપી ચેતવણી, 2021માં કરવું પડશે આ કામ

વાતાવરણમાં થતા ફેરફારમાં સુધારો લાવવા સંયુક્ત રાષ્ટ્રે આપી ચેતવણી, 2021માં કરવું પડશે આ કામ

  • Share this:
સમગ્ર વિશ્વ અત્યારે કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. તેની સાથે જળવાયુ પરિવર્તનને અંગે પણ ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)એ જણાવ્યું છે કે, જળવાયુ પરિવર્તનના વિનાશકથી  લોકોને બચાવવા માટે વર્ષ 2021માં કામ કરવું પડશે.

જળવાયુ પરિવર્તનને કારણે ચિંતાજનક પરિસ્થિતિછેલ્લા પાંચ વર્ષોથી જળવાયુ પરિવર્તનના નુકશાનની જાણકારીઓ અને ચેતવણી આપવામાં આવે છે. જળવાયુ પરિવર્તનની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. માનવીય ગતિવિધિઓ અને તેના કારણે ઉત્પન્ન થયેલ ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુના દુષ્પ્રભાવ જોવા મળી રહ્યો છે.

કોવિડ-19ને કારણે ગતિવિધિઓ બંધ થતા કોઈ અસર નહીં

ગયા વર્ષે કોરોનાને કારણે માનવીય ગતિવિધિઓ પર રોક લગાવવામાં આવતા કેટલેક અંશે પ્રદૂષણ ઓછું થયું છે. સંયુક્ત રાષ્ટ્ર જણાવે છે કે, કોવિડ-19ના કારણે જળવાયુ પરિવર્તનમાં કોઈપણ પ્રકારની રોક લાગી નથી. અમેરિકામાં થનાર સંમેલન પહેલા આ ચેતવણી જાહેર કરવામાં આવી છે.

જો બાઈડેનનું જળવાયુ સંમેલન

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન તરફથી આયોજિત જળવાયુ સંમેલન શરૂ થવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં દુનિયાના 40 દેશોના નેતા વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે. જેનો મુખ્ય ઉદ્દેશ દુનિયાની મોટી અર્થવ્યવસ્થા જળવાયુ સમસ્યા દૂર કરવા માટેના પ્રયાસોમાં ગતિ લાવવા માટેનો છે.

Climate Change, Global Warming, United Nations, Joe Biden, US Climate Summit,

સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી

સંયુક્ત રાષ્ટ્ર જણાવે છે કે સમય ખૂબ જ ઝડપથી પસાર થઈ રહ્યો છે. જળવાયુ પરિવર્તનની સમસ્યા દૂર કરવા માટે આ વર્ષને એક્શન વર્ષ બનાવવું પડશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટરેસે WMOની સ્ટેટ ઓફ ધી ગ્લોબલ ક્લાઈમેટ 2020ના રિપોર્ટનું અનાવરણ કરતા કહ્યું, “આપણે કગાર પર ઊભા છીએ.”

માનવતા માટે ખૂબ જ નાજુક વર્ષ

ગુટરેસે જળવાયુ પરિસ્થિતિ કેટલી ગંભીર છે તેની તસવીરો બતાવી હતી, અને દુનિયાભરના દેશોને ‘પ્રકૃતિ પર યુદ્ધ’ ખતમ કરવાની અપીલ પણ કરી છે. તેમણે કહ્યું કે “આ વર્ષ માનવતાના ભવિષ્યના માટે ખૂબ જ નાજુક છે”. આ રિપોર્ટ જણાવે છે કે આપણી પાસે યોગ્ય સમય નથી. જળવાયુનો વિનાશ થઈ રહ્યો છે.

Climate Change, Global Warming, United Nations, Joe Biden, US Climate Summit,

2020ની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ

આ રિપોર્ટમાં વર્ષ 2020ને રેકોર્ડમાં સૌથી ગરમ વર્ષ તરીકે જણાવવામાં આવ્યું છે. મહામારીને કારણે ધીમી થયેલ આર્થિક ગતિવિધિઓ બાદ પણ ગ્રીનહાઉસ ગેસની માત્રા વધતી ગઈ છે. ગુટરેસે જણાવ્યું કે ગયા વર્ષે માનવીય ગતિવિધિઓને કારણે જળવાયુ વિનાશની લોકોના જીવન પર ખૂબ જ ખરાબ અસર થઈ છે. લોકોની આજીવિકા નષ્ટ પામી છે અને લોકો ઘર છોડવા મજબૂર થયા હતા.

સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે જોર આપતા જણાવ્યું કે આ વર્ષ કાર્યવાહી કરવાનું છે, દેશોએ 250 વર્ષ સુધી નેટ ઝીરો ઉત્સર્જનની પ્રતિબદ્ધતા દર્શાવવી પડશે. સક્રિયતાથી જળવાયુ પરિવર્તનના દુષ્પ્રભાવથી લોકોની રક્ષા કરવી પડશે. આપણે ખૂબ જ મોટા પગલા લેવાની જરૂર છે.
Published by:News18 Gujarati
First published:April 22, 2021, 20:30 pm