Home /News /national-international /

જળવાયુ પરિવર્તનને કારણે ભવિષ્યમાં ભારતીય ચોમાસુ ખતરનાક થતુ જશે

જળવાયુ પરિવર્તનને કારણે ભવિષ્યમાં ભારતીય ચોમાસુ ખતરનાક થતુ જશે

પ્રતિકાત્મક તસવીર - (Pixabay)

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય મોનસુનનુ સ્વરૂપ બદલાતુ જોવા મળી રહ્યુ છે, જેના કારણે દક્ષિણ એશિયાની વસ્તીને ખૂબ જ નુકસાન થયું છે

સમગ્ર દુનિયા પર જળવાયુ પરિવર્તનની ખૂબ જ ખરાબ અસર થઈ રહી છે. નવા રિસર્ચમાં ભારતીયોની સ્થિતિની સ્ટડી કરતા જણાવવામાં આવ્યું છે કે ભવિષ્યમાં ભારતીય મોનસુનની સ્થિતિ વધુ ગંભીર થતી જશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય મોનસુનનુ સ્વરૂપ બદલાતુ જોવા મળી રહ્યુ છે, જેના કારણે દક્ષિણ એશિયાની વસ્તીને ખૂબ જ નુકસાન થયું છે.

ફેરફારની સ્ટડી

તમામ વૈજ્ઞાનિકોના અનુસંધાન બાદ પણ માનવામાં આવે છે કે મોનસુનનું પૂર્વાનુમાન કરવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. અલ નીનો જેવા વૈશ્વિક પ્રભાવ પણ જોવા મળી રહ્યા છે. સાયન્સ એડવાન્સીસ જર્નલમાં પ્રકાશિત સ્ટડી અનુસાર છેલ્લા લાખો વર્ષોના ફેરફાર પરથી તારણ મેળવવામાં આવ્યું છે કે મોનસુન વધુ ગંભીર થઈ શકે છે.

સેમ્પલ ક્યાંથી લેવામાં આવ્યા

સંશોધનકર્તા જણાવે છે કે વિશ્વમાં ઓગળતા બરફ અને વધતા કાર્બન ડાયોક્સાઈડનું સ્તર સાથે અનુમાનિત મોનસુન પ્રતિક્રિયા છેલ્લા 9 વર્ષોની એક્ટિવિટી સાથે મેળ ખાય છે. બ્રાઉન યુનિવર્સિટીમાં પૃથ્વી, પર્યાવરણ અને ગ્રહ વિજ્ઞાનના પ્રોફેસર સ્ટીવન ક્લેમેંસની આગેવાનીમાં સંશોધનકર્તાઓની ટીમે બંગાળની ખાડીની માટીના નમૂનાની સ્ટડી કરી છે.

નમૂનામાં મળેલ અવશેષનું વિશ્લેષણ

બે મહિના દરમ્યાન ટીમે તેલ માટે ખોદકામ કરતા જહાજની મદદથી 200 મીટર સુધી ખોદાણકામ કરીને નમૂના લીધા છે. આ નમૂનાઓની મદદથી મોનસુનના વરસાદનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ નમૂનામાં મળેલ પ્લેન્કટોન એટલે કે પ્લવકોના અવશેષોનું વિશ્લેષણ કર્યું જે સેંકડો વર્ષોથી મોનસુનના ચોખ્ખા પાણીને કારણે મરી ગયા હતા. આ કારણોસર ખાડીની સપાટીમાં ખારાપણુ ઓછુ થઈ ગયું હતું.

આ પણ વાંચો - રાજકોટ : બાલાજી કુરિયરમાં લૂંટ ચલાવનારા ત્રણ આરોપીઓ ઝડપાયા, આવી રીતે ચલાવતા લૂંટ

લાખો વર્ષોથી આ પ્રમાણે થઈ રહ્યું છે

આ નમૂનાઓનું વિશ્લેષણ કરીને વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા વધવાથી અને બરફવર્ષા ઓછી થવાને કારણે વધુ વર્ષા અને ખારાપણું ઓછુ થયું. ક્લેમેંસે ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું કે આ વાતની પુષ્ટી છેલ્લા લાખો વર્ષો માટે કરી શકીએ છીએ કે, વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઈડ વધ્યા બાદ દક્ષિણ એશિયાની મોન્સુન સિસ્ટમમાં વધારો થયો.

અહીંયાના જીવનને મોનસુન પ્રભાવિત કરે છે

મોનસુન માત્ર દક્ષિણ એશિયાની દેશોમાં ઋતુ અને જળવાયુની સાથે લોકોના જીવન પર વધુ અસર કરે છે. અહીંયાના વિસ્તારોમાં પૂર માટે પણ જવાબદાર હોય છે, જેના કારણો લાખો લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. અહીંયાના દેશોએ આર્થિક નુકસાન ભોગવવુ પડે છે. મોનસુનના કારણે બજેટ પર ખૂબ જ અસર થાય છે.

આશંકા

મોનસુન પહેલા ભારતમાં ચક્રવાતી તોફાન આવ્યા તે છતા મોનસુન આવવામાં વાર લાગી નથી. પહેલાની સ્ટડીમાં પણ જણાવવામાં આવ્યું છે કે જળવાયુ પરિવર્તનને કારણે દક્ષિણ એશિયામાં ચક્રવાતી તોફાનની સંખ્યા સાથે તેની તીવ્રતા પણ વધશે.

વધુ એક પરેશાની

દુનિયામાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા વધી રહી છે, તેની સાથે ગ્લોબલ વોર્મિંગને કારણે બરફ ઓગળતા સમુદ્રના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. વધતા જળસ્તરને કારણે થતી ખરાબ અસરને લઈને વૈજ્ઞાનિકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સૌથી વધુ ખતરો દુનિયાના નીચલા વિસ્તારો ડૂબી જવાનો છે, જેમાં દક્ષિણ એશિયાના અનેક તટીય વિસ્તારો શામેલ છે. આ સમયે મોનસુનનું જોખમ વધવાની સાથે મુશ્કેલીભર્યું પણ થઈ જશે.
First published:

Tags: Climate change, Global Warming, Indian Monsoon, અભ્યાસ, વરસાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन