નવી દિલ્હી. કોરોના મહામારી (Corona Pandemic) વચ્ચે મેલેરિયા (Maleria) જેવી જીવલેણ બીમારી થોડા સમય માટે ભૂલાઈ ગઈ છે. આ બીમારીએ અનેક લોકોના ભોગ લીધા છે. મેલેરિયાને રોકવા માટે ઘણા સંશોધન થઈ રહ્યા છે. ત્યારે ભારતમાં મેલેરિયા નાબૂદ કરવા આબોહવા આધારિત ઉકેલો શોધી કાઢવા માટે ભારતીય હવામાન વિભાગ (IMD) અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે બિન-સરકારી સંસ્થા 'મલેરીયા નોર મોર' (Malaria No More) સાથે ભાગીદારી કરી છે. જે તજજ્ઞોની સમિતિ બનાવશે. આ સમિતિ આબોહવા આધારિત ઉપાયો શોધશે અને આગળ ધપાવશે.
મેલેરિયા અને આબોહવા પરની ઇન્ડિયા ઇન્ટ્રેજેન્સી એક્સપર્ટ કમિટી (IEC)માં આરોગ્ય, આબોહવા અને તકનીકી ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો અને સંશોધનકારોનો સમાવેશ કરાશે. જેઓ સોફિસ્ટિકેટેડ ક્લાઈમેટ આધારિત મેલેરિયાના આગાહીના સાધનોને નિર્ધારિત અને સંચાલિત કરવામાં મદદ કરશે. આ પ્રયાસ 2030 સુધીમાં દેશમાંથી મેલેરિયાને નાબૂદ કરવાના લક્ષ્ય માટે મહત્વનું બની રહેશે.
હવામાન વિભાગના ડાયરેકટર જનરલ મૃત્યુંજય મહાપત્રાએ જણાવ્યું હતું કે, અમે અમારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ક્લાઈમેટ ડેટા સર્વિસ માટે મલ્ટિડિસિપ્પ્લિનરી એપ્લિકેશનને શોધવા માટે ઉત્સાહિત છીએ. મેલેરિયા દેશ સામે મોટી આરોગ્ય ચેલેન્જ છે. આરોગ્ય ક્ષેત્રની માહિતી સાથે હવામાન શાસ્ત્રની માહિતીને જોડીને અમે માઇક્રો-ટ્રેન્ડ તપાસી શકીએ છીએ, મેલેરિયા પેટર્નની આગાહી કરી શકીએ છીએ. મેલેરિયા નાબૂદી તરફ આપણી રાષ્ટ્રીય પ્રગતિને વેગ આપી શકાએ છીએ. ઇન્ટ્રેજેન્સી એક્સપર્ટ કમિટી આ ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે એક અત્યંત અસરકારક પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે.
ICMR વેકટરજન્ય રોગોને નાબૂદ કરવા માટે મજબૂત અને સ્કેલેબલ ઉપયોગના કેસને વિકસિત કરવા માટે વિજ્ઞાનિક સહાયતા આપશે. આ દરમિયાન ICMRના વૈજ્ઞાનિક અને એપીડેમીઓલોજી એન્ડ કોમ્યુનિકેબલના ડેપ્યુટી ડાયરેકટર જનરલ મંજુ રાહીએ જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જની અસર માનવ જાતિના અસ્તિત્વ સામે મોટો ખતરો બનીને ઉપસી આવી છે. ICMRમાં અમે આબોહવા અને આરોગ્ય પર કેન્દ્રિત વ્યૂહાત્મક કાર્ય કરી આબોહવા-વેકટર જન્ય રોગો સામે લડવાનું કામ કરી રહ્યા છીએ. મેલેરિયા જેવા વેક્ટરજન્ય રોગો હેલ્થ-ક્લાઈમેટ એજન્ડામાં અગ્રતાના સ્થાને છે. ભૂતકાળમાં આ રોગો અને આબોહવા વચ્ચેના સંબંધોનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવ્યો હતો. હવે આ રોગો સામે ભારતની પ્રગતિને વેગ આપવા પ્રોગ્રામમેટિક સોલ્યુશનની રચના માટે તારણોને લાગુ કરવાનો સમય આવે છે.
IECનો પ્રારંભ વૈશ્વિક પહેલનો ભાગ છે. જે સ્વસ્થ ભવિષ્યના પૂર્વાનુમાન, સ્વાસ્થ્ય પરિણામોમાં સુધારો અને મેલેરિયા તથા અન્ય મચ્છરજન્ય ઘાતક રોગો સામે પ્રગતિમાં તેજી લાવવા મદદરૂપ થશે. IEC ઓરિસ્સામાં વિકસિત થયેલા મેલેરિયા નો મોર જેવા મોડેલમાં સુધારો લાવવા પર ધ્યાન કેદ્રીત કરશે. આ મોડલ મલેરિયા નિયંત્રણ અને નિવારણને માટે સ્કેલેબલ અને ટકાઉ ઇફેક્ટના ક્ષેત્રોને ઓળખવા અને તેને પ્રાધાન્ય આપવા મલ્ટિલેકહોલ્ડર અને આંતરશાખાકીય અભિગમનો ઉપયોગ કરે છે. ઉલ્લેખનીય છે કે, મેલેરિયા નો મોર હવામાન આધારિત આગાહીનું મોડેલ છે. જે રાષ્ટ્રીય સ્તરે મેલેરિયાને રોકવા, અભિયાન બનાવવા, પરીક્ષણ અને ઉપચાર, મેડિકલ પ્રોડક્ટની સ્થિતિ અને કોમ્યુનિટી હેલ્થ વર્કરની તૈનાતીના માર્ગદર્શન માટે ડેટા આધારિત ઉકેલ આપવા ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ મોડેલ હવામાનના એડવાન્સ ડેટા, આરોગ્ય વિગતો અને લર્નિંગ અલગોરીધમનો ઉપયોગ કરી ઓડિશાના કોરાપુટ અને મલકનગિરીના જિલ્લાઓમાં નિર્ણય લેવા માટે વિઝ્યુલાઇઝેશન આઉટપુટ ઉત્પન્ન કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર