Cleaning Job Salary: ડૉક્ટર-એન્જિનિયર કરતાં પણ અહીં વધુ છે સફાઈ કામદારોનો પગાર, વર્ષનું પેકેજ રૂ. 1 કરોડ!
Cleaning Job Salary: ડૉક્ટર-એન્જિનિયર કરતાં પણ અહીં વધુ છે સફાઈ કામદારોનો પગાર, વર્ષનું પેકેજ રૂ. 1 કરોડ!
ઑસ્ટ્રેલિયામાં સફાઈ કામદારોનું પગાર પેકેજ એક કરોડ સુધી પહોંચી રહ્યું છે
Cleaning Jobs High Salary: સફાઈ કામદારો (Cleaners) શોધવાનું સરળ નથી. આવી સ્થિતિમાં ઘણી કંપનીઓએ સફાઈ કામદારોનો પગાર પ્રતિ કલાકે એટલો દર વધારી દીધો છે કે તેમનું વાર્ષિક પેકેજ એક કરોડ (One Crore Salary for Cleaners) સુધી પહોંચી ગયું છે.
Cleaning Jobs High Salary: ભલે આપણા દેશમાં સફાઈ કામ બીજા ધોરણનું માનવામાં આવે છે, પરંતુ ઑસ્ટ્રેલિયામાં સફાઈ કામદારોની એટલી માંગ છે કે તેમનો પગાર ભારતીય ડોકટરો અને એન્જિનિયરો કરતાં પણ આગળ છે. તેની પાછળનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલિયા (Australia News)માં સ્વચ્છતા કર્મચારીઓની અછત છે. આવી સ્થિતિમાં કંપનીઓ કલાકો સુધીનો તેમનો પગાર દર વધારી રહી છે અને તેમનું સેલરી પેકેજ એક કરોડ (One Crore Salary for Cleaners) સુધી પહોંચી રહ્યું છે.
ઑસ્ટ્રેલિયામાં ક્લીનર્સ શોધવાનું સરળ નથી. આવી સ્થિતિમાં ઘણી કંપનીઓએ સફાઈ કામદારોનો પગાર પ્રતિ કલાકના આધારે એટલો વધારી દીધો છે કે તેમને દર મહિને સરેરાશ 8 લાખ રૂપિયાનો પગાર મળી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આમ છતાં દેશમાં સફાઈ કામદારોની અછત છે. તેમનું સરેરાશ સેલરી પેકેજ રૂ. 72 લાખથી રૂ. 80 લાખ સુધીનું છે, જ્યારે ઘણી કંપનીઓ તેને વધારીને 98 લાખ કરવા માટે પણ તૈયાર છે.
કલાકદીઠ પગાર વધારો
ડેઈલી ટેલિગ્રાફના અહેવાલ મુજબ, સિડની સ્થિત સફાઈ કંપની એબ્સોલ્યુટ ડોમેસ્ટિક્સના મેનેજિંગ ડિરેક્ટર જો વેસના જણાવ્યા અનુસાર, કર્મચારીઓનો પગાર વધારવો પડશે, કારણ કે લોકો સફાઈ માટે ઉપલબ્ધ નથી. હવે સફાઈ વિભાગનો પગાર વધારીને $45 એટલે કે રૂ. 3600/કલાક કરવામાં આવ્યો છે. ઑસ્ટ્રેલિયામાં 2021 થી સ્વચ્છતા કર્મચારીઓની અછત છે. લગભગ એક વર્ષ પહેલા જ્યાં તેને 2700 રૂપિયા/કલાક મળતા હતા, હવે તેને 3500-3600 રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે.
કરોડ સુઘી જઈ રહ્યું છે વાર્ષિક પેકેજ
ઑસ્ટ્રેલિયાની અન્ય કંપનીઓની પણ આ જ સ્થિતિ છે અને દરેક જગ્યાએ સફાઈ કામદારોનો પગાર 3000 રૂપિયા/કલાકથી ઉપર છે. કેટલીક કંપનીઓ 4700 રૂપિયા/કલાક અથવા તેનાથી વધુ કરવા માટે પણ તૈયાર છે, જેના કારણે તેમની સેલેરી એક વર્ષમાં 98 લાખ રૂપિયાથી વધુ થઈ જશે.
બારીઓ અને ગટર સાફ કરવા માટે 82 લાખ/વાર્ષિક સુધીની ઓફર કરવામાં આવી રહી છે. આવો જ કિસ્સો બ્રિટનમાં જ કર્મચારીઓનો હતો, જ્યારે ત્યાં માત્ર કોબીજ તોડવા માટે વાર્ષિક 65 લાખ રૂપિયાની સેલરી ઓફર કરવામાં આવી રહી હતી.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર